________________
પ્રશ્ન ર૪–શ્રીમાન કાલિકાચા છઠને દિવસે પર્યુષણ
કરવાની રાજાની વિનતિ ન સ્વીકારી પણ ચતુર્થીની સ્વીકારી તે છઠે અને એથે પર્યુષણું કરવામાં ફરક હતો કે કેમ?
ઉત્તર –ફરક તે હતેજ. કારણ કે સિદ્ધાંતમાં “ પાંચમની
રાત્રી ઓળંગવી નહિ” એમ સ્પષ્ટ પાઠ હોવાથી તેને તે નિષેધ હતો જ. જ્યારે પંચમી પહેલાં સંવત્સરી યા પર્યુષણું કરવામાં બાધ ન હોવાથી રાજાની તે વિનતિ સ્વીકારી. રાજાની વિનતિ તે વખતે સકારણની હતી તેથી તેમણે તે સ્વીકારી. રાજા શું છેઠે અથવા તે ચેાથે સદા માટે ચલાવવા વિનતિ કરતો હતો? નહિ જ. પરંતુ તે વર્ષો દરમિયાન પોતે પર્યુષણ પર્વને લાભ લઈ શકે તે તેને હેત હતો. રાજાની વિનતિથી કાલિકાચાર્યે પ્રભુની મૂળ આજ્ઞા મૂકી દે એમ કહેવાય ખરૂં? નહિં જ. અથવા શું તેઓ પઠાણ નગરમાં નિરંતર ચિમાસ કરવા રહેવાના હતા કે જેથી હંમેશને માટે તેઓ ચેાથને સ્વીકાર કરે? નહિ જ. આમ હોય તો પછી નિરંતર થનું કારણ ન રહેવાથી ચોથને આગ્રહ ટકી શકતો નથી.
પ્રશ્ન ૨૫:–પહેલાં કરેલી સંવત્સરીની તીથીના બાર
માસ થવાની અંદર એટલે કે એથે પર્યુષણા કરવી કહ્યો છે, તે વાત તમને પર્યુષણા કલ્પના આધારે
માન્ય છે કે કેમ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com