Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશનનું પ્રયોજન. વિવેકી વાંચક છંદને વિદીત થાય છે આ પ્રશ્નોત્તર પ્રકાશ ભાગ ૨ જાના પ્રકાશનનું પ્રયોજન એટલું જ કે વરશાસન પત્રના તા. ૧૩–૫–૧૯૩૨ ના અંકમાં સુખલાલ ખૂબચંદના નામથી “શ્રી સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસે કરશે કે ?” નામક હેડીંગથી જાહેર રીતે ૨૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પુખ્ત વિચારતાં ખુલાસા આપવાની આવશ્યકતા લાગવાથી વીરશાશનના તંત્રી પર નીચે મુજબના પત્ર સાથે સવાલના ખુલાસા રજીસ્ટર કાગળથી બીડી મેકલ્યા હતા. (પત્રની નકલ) બોલ પીપળો, જૈન ઉપાશ્રય. ખંભાત તા. ૧૩-૭-૧૯૩૨. તંત્રી મહાશય, વીરશાસન. ધર્મલાભ પૂર્વક લખવાનું જે–તમારા તા. ૧૩-૫-૧૯૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂબચંદે અમને “સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસો કરશે કે?” નામક હેડીંગથી પૂછેલા પ્રશ્રોના ખુલાસા આપીએ છીએ તે તમારા પત્રમાં સુયોગ સ્થાને જેમ બને તેમ જલ્દીથી હવે પછીના નીકળતા અંકમાં પ્રસિદ્ધ કરશો. જ્યારે પ્રશ્નો ન ઈચ્છવા જોગ રીતે, અમો પાસે હોવા છતાં જાહેર પેપરમાં પૂછવામાં આવ્યા છે ત્યારેજ અમને આમ જાહેર જનતા ભ્રમમાં ન રહે તેટલા માટે આ ખુલાસા તમને મોકલી આપવાની ફરજ પડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34