________________
ઉપયોગી છે. તેથી સામાન્ય અભ્યાસીઓ પણ સરળતાથી પ્રાકૃતભાષાનું અધ્યયન કરી શકે તે માટે વર્તમાન કાળમાં ગુજરાતી તથા હિંદી આદિ ભાષામાં પણ કેટલાંક પુસ્તકે લખાયેલાં છે. તે બધામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજે રચેલી પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા અનેક રીતે મૂર્ધન્ય સ્થાન ધરાવે છે.
પૂ. આચાર્ય મહારાજ પોતે પ્રાકૃતના મહાવિદ્વાન હતા. તેથી તેઓશ્રીએ પિતાના વિશાળ વાંચનને આધારે જુદા જુદા ગ્રંથમાંથી અવતરણે આદિ લઈને આ પાઠમાળાની એવી અત્યંત સુંદર સંકલના કરી છે કે અભ્યાસીને આનાથી પ્રાકૃત ભાષાના વ્યાકરણનું તથા સાહિત્યનું પણ સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે.
પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા સારી રીતે અભ્યસ્ત કર્યા પછી, હેમચંદ્ર સૂરિમહારાજ વિરચિત પ્રાકૃત વ્યાકરણ સમજવામાં પણ ઘણું સરળતા થાય છે. પ્રાકૃત વ્યાકરણમાં આપેલા પ્રયોગો ઉપરાંત, કેટલાક બીજા પણ પ્રયોગો આમાં પ્રાચીન સાહિત્યને આધારે બતાવેલા છે. તેથી પ્રાકૃત સાહિત્યના વાંચનમાં સરળતાથી પ્રવેશ અને સફળતા પ્રાપ્ત થાય છે.
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજનાં આજથી ૪૪ વર્ષ પૂર્વે સુરતમાં દર્શન થયાં હતાં. તેમની જે પ્રસન મુખમુદ્રા હતી તથા વિચારોની ઉગ્રતા હતી તે આ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળામાં રહેલા પાઠમાં રહેલી પ્રાસાદિક શૈલીમાં તથા સુંદર સુવાકયોમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે.
પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા વાંચવાને તથા શીખવવાને મારે હમણું જ પ્રસંગ આવ્યો હતો. તે શીખવતાં મને લાગ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org