________________
ભાવાર્થ-એક સ્વરૂપવાળા મેઘનિમુક્ત જળની જેમ, તે એક જ પ્રાકૃત, સ્થાન વિશેષ અને સંસ્કાર વિશેષથી વિશેષતા પામી, સંસ્કૃત આદિ ઉત્તર ભેદને પામે છે. અર્થાત તેનું તે જ પ્રાકૃત, સંસ્કૃતાદિ સ્વરૂપ બની જાય છે. આટલા જ કારણથી, એટલે કે પ્રાકૃત એ સર્વનું મૂળ હેવાથી ગ્રંથકાર ટે વ્યાકરણની શરૂઆતમાં પ્રથમ પ્રાકૃત જ બતાવેલ છે. પાણિનિ વગેરેનાં વ્યાકરણમાં કહેલ જે સુત્રો, તેના સંસકાર આપવાથી, તે પ્રાકૃત સંસ્કૃત બની જાય છે. તે રીતે તે જ પ્રાકૃત, વિશેષ સંસ્કારો આપવાથી માગધી, પિશાચિકી, સૌરશેની અને અપભ્રંશ થાય છે.
આ બાબતમાં, કવિરાજ વાકપતિરાજ, ગઉડવ નામના પ્રાકૃતિકાવ્યમાં સ્પષ્ટ જણાવે છે કે“રઘાજે રૂમ વાત, વિતિ પત્તો જ ઊંતિ વાવો ! રિત સમુહૂં વિય, જોતિ તારાનો દિવથ કહાદું ”
ભાવાર્ય–સધળાં પાછું જેમ સમુદ્રમાં પેસે છે અને સમુદ્રમાંથી નીકળે છે, તેમ સઘળી વાણું (સકલ ભાષાઓ), પ્રાકૃતમાં પેસે છે અને પ્રાકૃતમાંથી નીકળે છે,
જોરિ ૪િ સંસ્કૃતઘ” આ વચને ઉચ્ચારી, કવિ રાજશેખર પણ જણાવે છે કે ખાત્રીપૂર્વક કહું છું કે પ્રાકૃત એ સંસ્કૃતનું ઉત્પત્તિ સ્થાન છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિ મહારાજ જેવા પણ સોપજ્ઞ કાવ્યાનુશાસનમાં જૈની વાણીની સ્તુતિ કરતાં જણાવે છે કે
“સર્વવાતિ ની વાઘપુરમ એટલે કે સકલભાષાઓમાં પરિણામ પામનારી જેની વાણી (કે જે અર્ધમાગધી હેય છે અને આષ પ્રાકૃત કહેવાય છે.) તેની અમે ઉપાસના કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org