________________
ભાવાર્થ-મહારાષ્ટ્રના આશયને પામેલી ભાષાને, વિદ્વાને પ્રકૃષ્ટ પ્રાકૃત કહે છે, કે જે સૂક્તિપ-સુભાષિતરૂ૫ રનનો સાગર છે અને જે પ્રાકૃત ભાષામાં સેતુબંધ વગેરે કાવ્યો રચાયાં છે.
લાટપ્રિયતા=લાટદેશના લોકોને પ્રાકૃતભાષા ઉપર અપૂર્વ પ્રેમ હતો. જુઓ, આ વિષયને પ્રતિપાદન કરતાં યાયાવરીય કવિ રાજશેખરનાં બાલરામાયણસ્થ વચને– "यद् योनिः किल संस्कृतस्य सुरशां, जिह्वासु यन्मोदते; यत्र श्रोत्रपथावतारिणि कटु-र्भाषाक्षराणां रसः । गद्यं चूर्णपदं पदं रतिपते-स्तत्-प्राकृतं यद्वचस्ताँल्लाटॉललिताङ्गि ! पश्य नुदती दृष्टेनिमेषव्रतम् ॥"
[ કવિ રાજશેખરના બાલરામાયણમાં. (૧, ૧૧, પૃ. ૪૯) ]
ભાવાર્થ-જે (પ્રાકૃત) સંસ્કૃતનું ઉત્પત્તિસ્થાન છે, જે સુન્દર નયનવાળી સુન્દરીઓની જિહુવામાં હર્ષ પામે છે, જે શ્રવણગોચર થતાં અન્ય ભાષાના અક્ષરને રસ કર્ણકટુ લાગે છે, તેમજ ગદ્ય અને ચૂર્ણ પદમય જે પ્રાકૃત રતિપતિનું સ્થાન છે, તેવા પ્રાકૃતિને બોલનારા લાટદેશવાસી લોકેને, હે લલિત અંગવાળી સુન્દરી ! તું તારા અનિમેષ નયને નિહાળ.
આ બાબતમાં પુનઃ તે જ યાયાવરીય કવિ રાજશેખર, કાવ્યાદશમાં જણાવે છે કે
"पठन्ति लटभ लाटाः, प्राकृतं संस्कृतद्विषः । जिह्वया ललितोल्लाप-लब्धसौन्दर्यमुद्रया "
ભાવાર્થ-સંસ્કૃતથી લાટદેશવાસી લેકે, લલિતકલાપ કરવામાં “સૌન્દર્ય બિરુદને પામેલી જીભવડે, સુન્દર પ્રાકૃત બોલે છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે એક સમયે લાટદેશની વિશિષ્ટ ભાષા પ્રાકૃત જ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org