________________
૩૪
, મનહરતા-પ્રાકૃત કાવ્યની મનહરતા યાને સુન્દરતાને અંગે વરરુચિના પ્રાકૃતપ્રકાશ પર પદ્યવૃત્તિ રચનાર વિદ્વાન જણાવે છે કે –
"अहो तत् प्राकृतं हारि, प्रियावक्वेन्दुसुन्दरम् ।। सक्तयो यत्र राजन्ते, सुधानिःष्यन्दनिर्भराः ॥
ભાવાર્થ-અહે! પ્રિયાના મુખરૂ૫ ચંદ્રના જેવું સુંદર તે પ્રાકૃત મનહર છે એટલું જ નહિ કિંતુ તેમાં અમૃત જેવી રસભરપૂર સૂક્તિઓ શોભી રહી છે.
દિગ્દર્શન રૂપે ઉપર દર્શાવેલા ઝવેરાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પ્રાકૃત એ અપૂર્વ દિવ્ય ઝવેરાતની અને ખી ખાણ છે. પ્રાકૃતની મહત્તાને ઉપસંહાર
ઉપર્યુક્ત પ્રમાણે ઉપરથી, સુજ્ઞ વાચક મહાશય સમજી શકયા હશે કે- સકલજનવલ્લભ, અકૃત્રિમ, પ્રકૃતિવત્સલ, સ્વાદુ તેમજ આબાલગોપાલ સુબેધકારિણી ભાષા કોઈ પણ હોય તે, પ્રાકૃતભાષા
યદ્યપિ આપણું પરમ પવિત્ર આર્યાવર્તની પ્રાચીનમાં પ્રાચીન બે ભાષાઓ છે. એક પ્રાકૃત અને બીજી સંસકૃત. આ બે ભાષાઓ ભારતવર્ષનું નિર્મળ નયનયુગલ છે. બન્નેને સાહિત્યક્ષેત્રમાં બહેળો ફાળો છે, છતાં પણ પ્રાચીન આર્ય સંસ્કૃતિ સમજવા માટે જેટલી જરૂરિયાત સંસ્કૃતની છે. તેટલીજ બલકે તેથી અધિક આવશ્યકતા પ્રાકૃતની છે. '
બાળક હેય કે બાળિકા હેય, સ્ત્રી હોય કે પુરુષ હોય, રાજા હેય કે રંક હેય, ભૂખ હોય કે પંડિત હોય, તમામ આલમને માનીતી વિશ્વવલ્લભ, તેમજ વિશાલ સમુદાય ઉપર ઉપકાર કરનારી ભાષા કઈ પણ હોય, તે તે પ્રાકૃત ભાષા છે.
* પ્રાકૃત (ભાષા)ની વિશિષ્ટતાઓ તથા ઉપગિતાનું દિગ્દર્શન કરી આવ્યા. હવે, આપણે પ્રસ્તુત “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળાની આવતા તથા ઉપગિતા વગેરે વિચારીએ–
હે વિધવા તે પ્રકથા a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org