________________
૧૫
વેપારીઓ વિગેરે સંગ્રહસ્થાની મહિલાઓ, પરિત્રાજિકાઓ, ગણિકાઓ, નર્તિકાઓ તથા પરિચારિકાઓ-એટીદાસીઓ વગેરે જે ભાષાને બોલતી–સમજતી હતી, બાલ-ગેપાલમાં જે ભાષા જાણતી હતી, વ્યાકરણના વિશેષ પ્રયાસ વિના અનાયાસે જે ભાષા આપણને સહજમાં સમજાતી અને બોલતાં આવડતી હતી–એ આપણું પ્રાચીન પ્રાકૃતભાષા, સહસ્રમુખથી ઉચ્ચારાતી કાલક્રમથી રૂપાંતર પામી અવચીન કાળમાં આપણને અજાણી જેવી લાગે છે, એથી એ ભાષા સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ-હાલની પ્રાકૃત-ગૂજરાતી, હિંદી, મારવાડી, મેવાડી, માળવી, મરાઠી, બંગાળી વગેરે વિવિધ દેશી ભાષાઓને તુલનાત્મક પદ્ધતિએ તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તે પ્રાકૃતભાષાને અભ્યાસ અત્યાવશ્યક છે. પ્રાચીન સંસ્કૃત નાટકમાં અને પ્રકરણદિ રૂપકેમાં વપરાએલી વિદૂષકોની હાસ્યરસમય વિનોદભરી પ્રાકૃતભાષા અને મુખ્ય નાયિકા, તેની સખીઓ, ચેટીઓ, ગણિકાઓ અને બીજા કેટલાંય પાત્રોની વપરાયેલી સંસ્કૃત સિવાયની બીજી પ્રાકૃતભાષાના યથાર્થ ઉચ્ચાર અને આશયને સમજવા માટે, તેમજ પ્રાચીન સંસ્કૃત અલંકાર-શાસ્ત્રોમાં ઉદાહરણ તરીકે દર્શાવેલાં પ્રાચીન પ્રાકૃત પદ્યો અને બીજાં કાવ્યોનો વાસ્તવિક ભાવ સમજવા માટે પણ પ્રાકૃત ભાષાનું જ્ઞાન જરૂરી છે.
આજથી અઢી હજાર વર્ષો પૂર્વે થઈ ગએલા, સમસ્ત જગતના શુભેચ્છક, વિશ્વમાં સર્વત્ર મૈત્રી અને શાંતિને વિસ્તારનારા, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય-તે સન્માર્ગ દર્શાવનારા પરમ પૂજ્ય સર્વજ્ઞ ભગવાન મહાવીરે, અને તેમની પહેલાં થએલા બીજા તીર્થકરોએ પણ અસંખ્ય દે અને માનવની પર્ષદામાં તેમને ઉદેશી જે ધર્મ-પ્રવચન આપ્યાં, ભિન્ન ભિન્ન દેશોમાં વિચરીને અહિંસા, સત્ય આદિના ઉત્તમ સંદેશ આપ્યા; તે પણ વિશિષ્ટ આ પ્રાકૃત ભાષા-અર્ધમાગધી દ્વારા આપ્યા હતા. સર્વ દેશના સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org