________________
૧૯
મળી શકે તેવી સામગ્રી છે. પ્રાચીન નવલકથાઓ અને નવલિકાઓ કેવી સરસ અને સુંદર શૈલી પર રચાયેલી હોય છે ? એને ખ્યાલ એ વાંચવા-વિચારવાથી આવી શકે. શાંતરસ તરફ પ્રેરનારાં નવરસમય વર્ણને કેવા પ્રકારનાં હોય છે ? એ એના અવગાહનથી સમજી શકાય. લેખક-સાહિત્ય, લેક–વૃત્તાંત, લેક- વાર્તા, લેકસ્થિતિ, લેક-કહેવતો, અવસરચિત સુભાષિત વગેરેને ઊંડો અભ્યાસ કરવા માટે પ્રાકૃત સાહિત્ય એ સુવિસ્તૃત ક્ષેત્ર છે.
સંસ્કૃત સાહિત્યમાં મળતાં વર્ણન જેની આગળ તુચ્છ ગણાય, એવાં પ્રાકૃત સાહિત્યમાં આવતાં, સરસ શૈલીથી પ્રતિપાદન કરેલાં અનેક દેશોનાં તથા નગર–નગરીઓનાં વર્ણનો, નાયક-નાયિકાનાં, રાજા-મહારાજાનાં અને રાણુ-મહારાણુઓનાં વર્ણને, તેમના પહેરવે, અલંકાર-આભૂષણ, વ્યાયામ, તેલમર્દન, સ્નાનાદિક નિત્યકમ, પ્રાચીને ઋદ્ધિ-સમૃદ્ધિ, વૈભવ-વિલાસનાં, વિવિધ ઋતુએનાં, ઉદ્યાનાં, મહાસાગરનાં, સરિતાઓ, સરોવર, પુષ્કરિણવાવડીઓ વગેરે જળાશયોનાં, જલક્રીડા-જલવિહારનાં વર્ણને, જલચર, સ્થલચર, ખેચર આદિના, સચરાચર સૃષ્ટિનાં વર્ણને, દેવપ્રાસાદ, રાજસભાઓનાં વર્ણને, નાટક-પ્રેક્ષકોનાં વર્ણને, પર્વતે, ગુફાઓ, અટવીઓ આદિનાં વર્ણને, આપણું ચિત્તનું આકર્ષણ કરે તેવાં રસિક અને વિશાળ જ્ઞાન આપે તેવાં છે. સંગીતકળા, નૃત્યકળા, ચિત્રકળા, શિલ્પકળા, સ્વપ્નશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સામુદ્રિક, નિમિત્તજ્ઞાન, અંગવિદ્યા, જ્યોતિષ, વૈદ્યક વગેરે વિષયના પ્રાસંગિક જાણવા યોગ્ય ઉલેખે પણ અન્વેષણ કરનારને આમાંથી મળી આવે તેમ છે. આ સાથે અનાર્યોના, સજ્જને સાથે દુનેના, શિષ્ટ સાથે દુષ્ટોના વિરુદ્ધ સ્વભાવને અને સત્કર્તવ્યો સાથે દુષ્ટનાં ક્તવ્યોને પરિચય પણ એ સાહિત્યના પરિશીલનથી થાય છે. વિવેકથી તજવા એને ત્યાગ કરવા માટે, જાણવા ગ્યને જાણવા માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org