________________
» અહં નમઃ |
પ્રાસંગિક આ “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા” હસ્તગત થતાં મતિમાન માનવીના મનમાં સ્વાભાવિક એવી જિજ્ઞાસા ઉદ્દભવે કે-પ્રાકૃત એટલે શું ? તેને સાહિત્ય-ક્ષેત્રમાં કેટલે હિસ્સો ? ઈતરભાષા સાથે કેવો સંબંધ ? અને તેની કેટલી વિશિષ્ટતા ઇત્યાદિ. આ બાબતમાં નિવેદન રૂપે પ્રસંગોચિત બે બેલ લખીએ તો તે સ્થાને જ લેખાશે. પ્રાકૃત એટલે શું ?
પ્રકૃતિ સિદ્ધ જે કોઈ વસ્તુ હોય તે સર્વ પ્રાકૃત કહેવાય છે. પ્રાકૃત શબ્દની આ વિસ્તૃત અર્થે હોવા છતાં, અહીં ભાષાપ્રકરણને અંગે ભાષાની સાથે સંબંધ ધરાવનાર પ્રાકૃત શબ્દ લેવાનો છે, માટે તેને નિયમિત અર્થના વતુલમાં મુકવો પડશે. અર્થાત–પ્રકૃતિસિદ્ધ જે ભાષા તે પ્રાકૃત કહેવાય. હવે પ્રકૃતિ એટલે શું ? એ જણાવવું બાકી રહે છે. આ વિષયમાં મહાપુરુષોને અનુમત અર્થ નીચે પ્રમાણે છે.
દુનિયાના પ્રાણીમાત્રને વ્યાકરણદિથી સંસકાર નહિ પામેલ સહજ જે વચનવ્યાપાર તે પ્રકૃતિ કહેવાય છે. અર્થાત-વ્યાકરણદિના સંસકાર રહિત પ્રાણીને જે સ્વાભાવિક વચન વ્યાપાર તે પ્રકૃતિ, તેમાં રહેલી અથવા તે જ જે ભાષા, તેનું નામ પ્રાકૃત કહેવાય. આને અર્થ એ નથી લેવાને કે-વ્યાકરણાદિના સંસ્કાર રહિત પ્રાણીઓને હરકોઈ વચનવ્યાપાર તે પ્રાકૃત કહેવાય; પરન્તુ પ્રાકૃતભાષાના શબ્દો સંસ્કાર આપ્યા સિવાય પણ આબાલ ગોપાલ વડે બેલી શકાય છે, તેમ સમજવાનું છે. જેમકે કોઈ બાળકને કહીએ કે “સત્ર વ” એટલે તે તુરત તેમજ બેલી શકાશે, તેને કદાચ “સત્યં વર’ એમ કહેવા જઈશુતિ પણ તે “વર’ એમ સહજ બોલી જશે.
આ પ્રાકૃતની વ્યુત્પત્તિઓ, અનેક રીતે વિદ્વાને કરી ગયા છે. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org