________________
સુપ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયમાં સંસ્કૃત ભાષા દ્વારા પ્રાકૃત વ્યાકરણનું જે શિક્ષણ આપ્યું છે, તેના મુખ્ય આધારે, આધુનિક શૈલીથી આની સંકલન કરવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં પુંલિંક્સ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં વપરાતા સ્વરાંત, વ્યંજનાન, સર્વનામ--ગણ અને સંખ્યાવાચી શબ્દ-નામનાં રૂપ અને ધાતુઓનાં વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં રૂપે, પ્રાકૃત ભાષામાં કેવા ફેરફારો સાથે વપરાય છે ? તેમાં સંધિ, સમાસ, કારક, કૃદન્ત, તદ્ધિત, પ્રત્યયો, અવ્ય વગેરેની વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે એ સમજાવવા આમાં વિવેકપૂર્વક ૨૫ પાઠોની વહેચણું કરવામાં આવી છે. પ્રાકૃત વ્યુત્પત્તિ–નિયમ સાથે પ્રાકૃત-ગુજરાતી અને ગુજરાતી–પ્રાકૃત શબ્દકોષ, તથા વાક્યો, પ્રાચીન–અર્વાચીન પ્રાકૃત સાહિત્યના પાઠ ગદ્ય-પદ્યના બોધક રસિક નમૂનાઓ પણ આમાં આપવામાં આવ્યા છે. આથી માતૃભાષાગૂજરાતી દ્વારા પ્રાકૃત ભાષાનું વિજ્ઞાન મેળવવા ઈચ્છતા અભ્યાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને, સાધુ-સાધ્વીઓને અને અન્ય પાઠકને પણ આ પાઠમાલા માર્ગદર્શિકા કિંવા માર્ગો પદેશિકા જેવી ઉપયોગી થઈ હતી અને થશે; તેમજ પ્રાકૃત સાહિત્યમાં પ્રવેશિકા, સહાયિકા, શિક્ષિકા થશે તેમ ધારું છું.
પ્રાકૃતભાષા એ તે આપણી સહજ સ્વાભાવિક ભાષા, આપણું માતૃભાષા, આપણી લોકભાષા, આપણું દેશ ભાષા, કિવા આપણું રાષ્ટ્રભાષા કહી શકાય. ભારતવર્ષની–પ્રાચીન આર્યાવર્તની, સર્વ– સાધારણ જનપદની એ ભાષા, વિશાલ ભારતના ભિન્ન ભિન્ન દેશમાં વસતા આપણા પૂર્વજો જે ભાષા દ્વારા પિતાને પરસ્પરને વ્યવહાર ચલાવતા, અન્યોન્યના કથનને સમજી જતા, બેલ-ચાલની ભાષા તરીકે જેનો ઉપયોગ કરતા, આપણી બહેને અને બાલિકાઓ, રાજરમણુઓ-રાણી-મહારાણુંઓ, તથા મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org