Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૯ જેમ કૃપાળુ કહે શિવમાર્ગ અચૂક જણાય, છુટાય જ તેથી, તે વિતરાગ સુલક્ષણવંતની થાય પ્રતીતિ, સુદર્શન એથી; જે વીતરાગ, કહે જ યથાર્થ, ખરો શિવમારગ તે જ સ્વીકારું, એ સુવિચાર ગણાય સુજ્ઞાનજ, જીવ-અજીવનું કારણ સારું. અર્થ :- જેમ પરમકૃપાળુપ્રભુ કહે છે તેમજ મોક્ષમાર્ગ અચૂક જણાય છે. એ માર્ગને આરાઘવાથી જ સંસારના દુઃખોથી છૂટી શકાય. તેવા સુલક્ષણવંત વીતરાગની પ્રતીતિ થાય તો એથી વ્યવહાર સમકિત આવે છે. જે વીતરાગ પુરુષો કહે છે તે જ યથાર્થ હોય. તેને ખરો મોક્ષમાર્ગ માનીને સ્વીકાર કરું. એ સુવિચાર જ સમ્યજ્ઞાન ગણાય. જે જીવ અજીવના ભેદજ્ઞાનનું સાચું કારણ છે. જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે.” (વ.પૃ.૫૯૯) //૪૨ા. એવી પ્રતીતિ, રુચિ, ગુરુ-આશ્રય, નિશ્ચય આણ અનુસરવાનો દે સ્ફટ, વિસ્તૃત જ્ઞાન જીંવાજીંવનું ક્રમથી, સમકિત થવાનો: એમ સુગુરુની આણ ઉપાસી, કરી ક્ષય રાગ થશે વીતરાગી. સુંગુરુ-જોગ વિના સમકિત થવું જ કઠિન ગણો, સદ્ભાગી. અર્થ - ઉપર કહી તેવી ભગવાનના વચનો પ્રત્યેની પ્રતીતિ એટલે શ્રદ્ધા, રુચિ કે શ્રી ગુરુના આશ્રયથી, તે જીવ નિશ્ચય એટલે નક્કી શ્રી ગુરુની આણ એટલે આજ્ઞાને અનુસરશે. તેથી તેને સ્કૂટ એટલે સ્પષ્ટ વિસ્તૃત એટલે વિસ્તારથી ક્રમપૂર્વક જીવઅજીવ તત્ત્વોનું જ્ઞાન થશે. પછી તે નિશ્ચય સમ્યગ્દર્શનને પામી આત્મઅનુભવને માણશે. એમ સદ્ગુરુ ભગવંતની આજ્ઞાને ઉપાસી કાલાન્તરે રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય કરી તે વીતરાગી બની જશે. પણ હે સદ્ભાગ્યવાનો! સદગુરુના પ્રત્યક્ષ યોગ વિના આવું નિશ્ચય સમકિત પ્રાપ્ત થવું કઠિન છે એમ જાણો. “તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે.” (વ.પૃ.૫૯૯) //૪૩ી. કો અવિરાઘક થાય સુદ્રષ્ટિ સુશાસ્ત્રથૈ, તીવ્ર મુમુક્ષ દશાથી, તે પણ સગુરુ-માર્ગ તણો ન ઉપેક્ષિત, ગર્વ ઘરે નહિ આથી; પ્રત્યક્ષ કોઈ સૅરિ ગુરુ-વાણીથી કોઈકને સમકિત જગાવે, દુષમ કાળ વિષે શિવ-માર્ગ ન તદ્દન લોપ, સુદર્શન ભાવે. અર્થ - કોઈ અવિરાઘક એટલે પૂર્વના આરાધક જીવ હોય કે જેની તીવ્ર મુમુક્ષુદશા એટલે સંસારના દુઃખોથી છૂટવાની તીવ્ર કામના હોય એવો જીવ જ્ઞાનીપુરુષના વચનરૂપ શાસ્ત્રોથી સમ્યવૃષ્ટિપણું પામે છે. તે પણ સદગુરુના કહેલ માર્ગનો ઉપેક્ષિત ન હોય અર્થાતુ તે પણ ગુરુ વિના જ્ઞાન હોય નહીં, એમ માને છે અને પોતાને પૂર્વભવમાં ગુરુ મળવાથી આ ભવમાં પ્રાપ્ત થયેલ યોગ્યતાનો તે ગર્વ કરતા નથી. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 200