Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ ૧૯૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ એક દિને દળ દુશ્મનનું જીતવા વીરસેન કહે બહુ ભાવે, આગ્રહ જાણી ભૂપાળ ૨જા દઈ સૈન્ય સહિત વિદાય અપાવે. અર્થ :— ગુરુના વિનય વડે તે અંઘકુમાર પણ પુરુષાર્થ કરીને સ્વરભેદી બાણવિદ્યા શીખ્યો. હવે તે યશ એટલે માન મોટાઈ મેળવવાની મનમાં તીવ્ર કામનાને લીધે પોતાના અંઘપણાને પણ ગણતો નથી. તેથી એક દિવસ દુશ્મનના દળને જીતવા માટે વીરસેન બહુ ભાવપૂર્વક પોતાના પિતાને કહેવા લાગ્યો. તેનો ખૂબ આગ્રહ જાણી રાજાએ પણ રજા આપી અને સેના સહિત યુદ્ધ કરવા માટે વિદાય કર્યો. ૫૦ શબ્દ સુણી, શર છોડી, હરાવી નસાડી દીધું દળ વીરકુમારે; સુણી પરાક્રમી અંઘકુમાર રિપુ પકડે બિન શબ્દ લગારે. ત્યાં સૂરસેન ચઢે મદદે રિપુ–સૈન્ય જીતી નિજ બાંઘવ લાવે. તેમ ન સમ્યગ્દર્શન તો, ફળશે નહિ જ્ઞાન, ક્રિયા; રઝળાવે. અર્થ :– શબ્દો સાંભળીને સ્વરભેદી શર એટલે બાણ છોડી દુશ્મનોને હરાવી વીરસેને બધાને નસાડી મૂક્યા. પછી જાણ્યું કે આ વીરસેન કુમાર તો આંધળો છે માટે લગાર પણ શબ્દ કર્યા વગર પરાક્રમી એવા વીરસેનને દુશ્મનોએ પકડી લીધો. પછી તેનો ભાઈ સૂરસેન મદદે આવી શત્રુસેનાને જીતી પોતાના ભાઈ વીરસેનને પાછો છોડાવી લાવ્યો. તેમ જો સમ્યગ્દર્શનરૂપ નેત્ર નહીં હશે તો શસ્ત્રવિદ્યારૂપ જ્ઞાન અને શસ્ત્ર ચલાવારૂપ ચારિત્ર સર્વ ફોક જશે, અર્થાત્ મોક્ષના કારણરૂપ નહીં થાય; પણ એ પુણ્ય એને સંસારમાં જ રઝળાવશે. ।।૫૧।। ‘દર્શનશાનચારિત્ર’ની આગળ ‘સમ્યક્’ શબ્દ લખે મુનિ માત્ર, તે નીરખી, મુનિ શોર્થો, સુશિષ્ય કરે વિનતિ રચવા શિવ-શાસ્ત્ર; માનવ જન્મ લહી જીવ દુર્લભ, સશ્રુતિ, સમ્યગ્દર્શન પામે તે પુરુષાર્થ કરી વિરતિ ઘરી શાશ્વત સુખ લહે શિવ-ધામે. અર્થ :— એક શ્રાવકે ‘મોક્ષશાસ્ત્ર’ રચવા માટેની ઇચ્છા કરી. તેનું પ્રથમ સૂત્ર ‘દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ’ એમ પોતાની ભીંત ઉપર લખ્યું. ત્યાં ઉમાસ્વામી મુનિ વહોરવા પધારતાં તે જોઈને તેમણે તે સૂત્રમાં સમ્યક્ શબ્દ ઉમેરીને ‘સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ' એમ સુધાર કર્યો. તે શ્રાવકે જોયું તેથી તેણે પોતાને તે કાર્ય માટે અયોગ્ય જાણી તે મુનિની શોધ કરીને તેમને શિવશાસ્ત્ર એટલે ‘મોક્ષશાસ્ત્ર’ રચવા વિનયપૂર્વક વિનંતી કરી. જેથી તેમણે ‘મોક્ષશાસ્ત્ર’ રચ્યું. તેમ જ્ઞાન તો સર્વ આત્મામાં છે પણ તે મિથ્યાજ્ઞાન છે. તે સમ્યક્ હોવું જોઈએ; તો જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાવડે જીવ તે મુક્તિને પામે છે. જે પ્રાણી દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને સત્કૃતિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને મેળવે છે, તે જીવ સત્પુરુષાર્થ કરીને સમ્યગ્યારિત્રરૂપ વિરતિને ધારણ કરી, મોક્ષધામમાં સદાને માટે સુખશાંતિ પામે છે. એ શાશ્વત મોક્ષસુખ મેળવવાનું મૂળકારણ તે, સમ્યગ્દર્શન છે. ૫૨ સમ્યગ્દર્શન સંબંધી વિસ્તાર ૧૬માં પાઠમાં વાંચી ગયા. હવે તે સમ્યગ્દર્શનને પરમાવગાઢ કરી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 200