Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 13
________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૩ જેણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું એવા મહાયોગીન્દ્ર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું નિર્મળ ચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. મહાપુરુષોના જીવનચરિત્ર આપણને સાચી સુખશાંતિના માર્ગદર્શક છે. (૧૭) પાનાથ પરમાત્મા ભાગ-૧ (દોહરો) વંદન ગુરુ-ચરણે થતાં પ્રભુ પાર્શ્વ વંદાય; અભેદ ધ્યાને પરિણમ્યા તે ફૅપ શ્રી ગુરુ રાય. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુ ભગવંતના ચરણકમળમાં વંદન કરતા પ્રભુ પાર્શ્વનાથના પણ વંદન થાય છે. કેમકે ભગવાન પાર્શ્વનાથે જે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ શુદ્ધ આત્માનો અનુભવ પરમકૃપાળુદેવે કરેલ છે. ધ્યાનમાં ભગવાનના સ્વરૂપ સાથે અભેદરૂપે પરિણમવાથી શ્રી ગુરુરાજનું સ્વરૂપ પણ તેજ છે. ઈડરમાં ગંટીયા પહાડ ઉપર શ્રીમદ્જી જે શિલા ઉપર બિરાજમાન થયેલ તે વિષે જણાવ્યું કે આ સિદ્ધશિલા અને બેઠા તે સિદ્ધ; અમે અહીં સિદ્ધનું સુખ અનુભવીએ છીએ.૧ાા. પ્રણમી પ્રગટ સ્વરૂપને સર્વ સિદ્ધ, જિનરાય, સહજ સ્વરૂપે સ્થિરતા યાચું, કરો સહાય. ૨ અર્થ - જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરેલ છે એવા શ્રી ગુરુરાજને કે સર્વ સિદ્ધ ભગવંતોને કે સર્વ જિનેશ્વર પ્રભુને પ્રણામ કરીને હું પણ એવા સહજ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા આપ સમક્ષ યાચના કરું છું. તે ફળીભૂત થવા આપ પ્રભુ મને સહાયભૂત થાઓ. //રા પાર્શ્વચરિત મંગલ મહા, સુણતાં મંગલ થાય; સત્રદ્ધા મંગલ-કરણ, મંગલ મોક્ષ મનાય. ૩ અર્થ - પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર મહા મંગલકારી છે, અર્થાત્ આત્માનું મહાન હિત કરનાર છે. તેનું શ્રવણ કરતાં જીવના મમ્રૂગલ એટલે સર્વ પાપો ગલી જાય છે. તે પ્રભુ પ્રત્યે સાચી શ્રદ્ધા થવી તે પણ મંગલ-કરણ એટલે આત્માનું કલ્યાણ કરનાર છે, અને આત્માનું કલ્યાણ કરવું એને જ મોક્ષ માનવામાં આવે છે. સા. પોદનપુર સુંદર નગર દક્ષિણ ભરતે સાર, ઇન્દ્રસમો અરવિંદ નૃપ દયા-ઘર્મ ભંડાર. ૪ અર્થ:- દક્ષિણમાં આવેલ ભરતક્ષેત્રમાં સારભૂત એવું પોદનપુર નામનું સુંદર નગર છે. ત્યાં ઇન્દ્ર સમાન અરવિંદ રાજા રાજ્ય કરે છે. જે દયાઘર્મનો ભંડાર છે, અર્થાતુ દયાથર્મનું સારી રીતે પાલન કરનાર છે. જા.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 200