Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૯૧ આત્મસ્વરૂપમાં જ તન્મય રહીને આત્મસમાધિ એટલે આત્મસ્થિરતાના બળે સર્વ કર્મોને ચૂરી શાશ્વત સુખશાંતિને પામી લે. II૪૬ાા હું મુનિ, શ્રાવક, સેવક, સ્વાર્મી રૂપે મમકાર, અહંમતિ માને; તે વ્યવહાર વિષે ડૂબી, ના પરમાર્થ સ્વરૂપ યથાર્થ પિછાને. તે તુષ-જ્ઞાન વિષે મેંઢ ચાવલબુદ્ધિ ઘરી કુશકા જ ફૂટે છે; દેહ-ગૃહાદિથી જાણી જુદો છંવ, સમ્યગ્દષ્ટિ અચૂક હૂંટે છે. અર્થ - દેહમાં જ જેની આત્મબુદ્ધિ છે એવો અહંમતિ જીવ પોતાને આત્મજ્ઞાન વગર જ મુનિ માને, આત્મજ્ઞાન સહિત શ્રાવકના બાર વ્રત વગર શ્રાવક માને, મુમુક્ષતાના લક્ષણ વગર પોતાને ભગવાનનો સેવક માને કે ભગવાનમાં સ્વામીરૂપે મારાપણું કરે, પણ તે જીવ આવા ઉપલક વ્યવહારમાં જ ડૂબેલો રહી આત્મસ્વરૂપ પ્રાપ્તિના યથાર્થ મર્મને ઓળખી શકતો નથી. તે જીવ તો માત્ર વ્યવહારજ્ઞાનરૂપ તુષ એટલે ફોતરામાં જ ચાવલની બુદ્ધિ ધરીને કુશકા એટલે છોતરાને જ કૂટ કૂટ કરે તેના જેવો છે. પણ સેમ્યવૃષ્ટિ જીવ તો આ શરીર, ઘર આદિથી પોતાને જુદો જાણી આ સંસારના દુઃખોથી અવશ્ય છૂટે છે. ૪થા દૂર બઘો કકળાટ કરી ષટ્ માસ ભલો થઈ આતમ શોથે, તો તુજ ઉર વિષે વસશે નિજરૂપ અલૌકિક સગુરુ બોઘે; પુદ્ગલથી પર ચેતન જ્યોતિ નિરંતર નિજ દશા સમજે છે, લિત બને નહિ મોહવશે કદી, લક્ષ રહે દ્રઢ જો નિજ તેજે. અર્થ:- દેહાદિ પરપદાર્થમાં અહંભાવ મમત્વભાવરૂપ બઘો કકળાટ દૂર કરી હે જીવ! હવે તું ભલો થઈ અર્થાત્ તારા આત્માનું ભલું ઇચ્છી માત્ર છ મહિના સુધી એક આત્માની જ શોઘ કર. તો તારા હૃદયમાં સગુરુના બોઘવડે અલૌકિક એવા આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે ભવ્યાત્મા " ગલથી પર એવી ચૈતન્યજ્યોતિને જ નિરંતર પોતાની દશા સમજે છે, તથા તે આત્માની ચૈતન્ય જ્યોતિ પ્રત્યે જ જેનો સદા દ્રઢ લક્ષ રહે છે, તે જીવ કદી મોહવશે સંસારમાં લેવાશે નહીં. ૪૮ વીરસેન અને ઍરસેન હતા બે સુત ઉદાયન ભૂપ તણા, જન્મથી અંધ હતો વરસેન શીખે ગીતશાસ્ત્ર, વખાણ દીસે ના, સૂરકુમાર ઘનુષ્ય કળા ભણી, લોક વિષે વખણાય સદાય, તેથી પિતાની રજા વીરસેન લઈ, બની નમ્ર ગુરુકુલ જાય. અર્થ - વીરસેન અને સૂરસેન તે ઉદાયન રાજાના બે પુત્રો હતા. જન્મથી વીરસેન આંઘળો હતો. તે ગીતશાસ્ત્ર શીખી ગાયક બન્યો છતાં તેના કોઈએ વખાણ કર્યા નહીં. તેના ભાઈ સૂરકુમારે ઘનુષ્યકળા શીખવાથી તે સદા લોકમાં વખણાવા લાગ્યો. તેથી વીરસેન પણ પિતાની રજા લઈ નમ્ર બની બાણ વિદ્યા શીખવા ગુરુકુલમાં ગયો. ૪૯ાા. તે વિનયાન્વિત અંઘ કુમાર કરી પુરુષાર્થ થયો સ્વરથી; આશ ઘરે યશની બહુ ચિત્ત, ગણે નહિ અંઘપણું પણ તેથી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 200