Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ ૧૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય.” (વ.પૃ.૫૩૦) પ્રત્યક્ષમાં કોઈ સૂરિ એટલે આચાર્ય જેમ કે ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા પરમકૃપાળુદેવની વાણીથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સમકિત પ્રાપ્ત કરાવે તેમ પણ બની શકે છે. કેમકે દુષમકાળમાં મોક્ષમાર્ગનો તદ્દન લોપ થઈ ગયો નથી. સગુરુના આશ્રયથી તેમની આજ્ઞાએ આજે પણ ભેદજ્ઞાનની ભાવના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. “તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાઘક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.” (વ.પૃ.૫૯૯) ૪૪. સદ્ગુરુ દે ઉપદેશઃ “અહો! બુથ, મોહરૅપી મદિરા ન પીવાની, સમ્યગ્દર્શન-ભાન ભુલાવતી; આત્મ-અનુભવ ચાખ, સુજ્ઞાની. ભોગણી અભિલાષ, દશા વિપરીત, ટળે નિજ શુદ્ધ વિચારે; સમ્યગ્દર્શન ચંદન જેવી ઉરે શમતા-સુખશાંતિ વઘારે. અર્થ :- સદ્ગુરુ ભગવંત આ પાઠના સારરૂપે હવે ઉપદેશ આપે છે કે અહો! હે બુઘ એટલે હે સમજા જીવ! હવે તારે આ અહંભાવ કે મમત્વભાવરૂપ મોહની મદિરા એટલે દારૂ પીવો નહીં. કેમકે સમ્યગ્દર્શન એટલે પોતે જ આત્મા હોવા છતાં તેના જ ભાનને ભુલાવનાર એવો આ સંસારનો મોહ છે. માટે હે સુજ્ઞાની એટલે સમ્યકુબુદ્ધિને ઘરનાર! હવે તો તું આ મોહને છોડી આત્મ અનુભવને ચાખ કે એનું કેવું અનુપમ સુખ છે. સુખની પ્રાપ્તિ માટે ભોગોનો અભિલાષ કરવો એ તારી વિપરીત દશા છે. કારણ કે તે સાચા સુખનો ઉપાય નથી. એ ભોગોની ઇચ્છા પોતાના શુદ્ધ આત્મામાં રહેલ અનંતજ્ઞાન, દર્શન, સુખ, શક્તિનો વિચાર કરવાથી ટળે છે. તથા સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ, તે કષાયભાવને ઘટાડી ચંદન જેવી શીતળ ઉપશમસ્વરૂપ સુખશાંતિને હૃદયમાં વધારે છે. ૪પા જ્ઞાનસમુદ્ર સમા ભગવાન સ્વ-આત્મ-પ્રતાપ વડે ઊછળે છે, શાંત રસે જગ સર્વ ડુબાડી હરે ભ્રમ-ચાદર એક પળે એ. નિશ્ચય એક, વિશુદ્ધ, અમોહીં સુદર્શન-જ્ઞાન વડે જીંવ પૂર્ણ; તન્મય ત્યાં રહીં આત્મસમાધિ-બળે કર કર્મતણું, બુધ, ચૂર્ણ. અર્થ - પોતાની અંદર જ રહેલા જ્ઞાનના સમુદ્ર સમાન શુદ્ધ આત્મારૂપ ભગવાન, તે હમેશાં પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણોના પ્રતાપ વડે સદા ઊછળ્યા કરે છે; અર્થાત્ તેની જ્ઞાન જ્યોતિ સદા જ્વાજલ્યમાન છે. તે ભગવાનરૂપ આત્મા જ્યારે પોતાના નિર્વિકલ્પ શાંત અનુભવરસનો આસ્વાદ કરે છે ત્યારે આખું જગત તેમાં ડૂબી જાય છે, અર્થાત્ જગત સંબંધી સર્વ વિકલ્પો ત્યાં નાશ પામે છે અને આત્મભ્રાંતિરૂપ ચાદર એટલે પડદાને તે એક પળમાં ખસેડી નાખે છે અર્થાત્ આત્મભ્રાંતિનો ત્યાં વિનાશ થાય છે. નિશ્ચય એટલે મૂળસ્વરૂપે જોતાં તો આત્મા એક છે, સંપૂર્ણ શુદ્ધ છે, મોહ રહિત છે તથા સમ્યગ્દર્શન જ્ઞાનવડે તે પરિપૂર્ણ છે. માટે હે બુઘ એટલે સમ્યજ્ઞાનના ઇચ્છુક એવા મુમુક્ષુ! તારા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 200