Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ ૧૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મા પોતાની શુદ્ધ મુક્તદશાને પામે છે, જે અનંત સુખરૂપ છે. એ ઉપર દ્રષ્ટાંત – પ્રભાસ ગણઘરનું દ્રષ્ટાંત – મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચંપાનગરીમાં સોમ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થતો હતો. ત્યારે ઇન્દ્રભૂતિ વગેરે વિદ્વાનો પણ આવેલા હતાં. અને પ્રભાસ પણ આવ્યો હતો. હવે ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રો મહાવીર સ્વામી ભગવાન પાસે ગયા છે એ વાત લોકોના મુખેથી સાંભળીને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે ખરેખર રૂપઘારણ કરીને સાક્ષાત્ ઈશ્વર જ પોતાના ઘામથી અમને પવિત્ર કરવા માટે આવ્યા જણાય છે. તેથી એમની ચતુરાઈ વગેરે હું પણ જોઉં તો ખરો. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પણ શ્રી ભગવાન મહાવીર પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા કે “હે આયુષ્યમાન પ્રભાસ! તારા મનમાં શંકા છે કે મોક્ષ છે કે નહીં? તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો છે. વળી હે પ્રભાસ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં શરીરની સાથે જે રહે તે જીવ છે. શરીર સાથે એકમેક થઈને રહેલો જીવ સુખદુઃખ પામે છે અને શરીરરહિત એટલે મોક્ષઅવસ્થામાં રહેલ જીવ સુખદુ:ખને સ્પર્શતો નથી. એમ કહેવાનો આશય આ છે કે મોક્ષમાં રહેલ જીવ ભૌતિક સુખદુ:ખને સ્પર્શતો નથી. તે તો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થતાં સુખને અનુભવે છે. વળી તે મોક્ષ સુખ પ્રાપ્તિનો ઉપાય શું છે? તો કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિના બીજા કોઈ ઉપાયથી તે મોક્ષસુખ મેળવી શકાતું નથી. તે જ તેનો સાચો ઉપાય છે. તે વિષે દર્શન-સસતિકામાં કહ્યું છે કે : સમ્યગ્દર્શન, જ્ઞાન અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા એ જ મોક્ષ સાથવાનો સાચો ઉપાય છે. તે ઉપાય નરભવને વિષે જ સાથવા યોગ્ય છે; કારણકે તત્ત્વના જાણ પુરુષો સ્વશક્તિવડે અહીં જ પ્રથમ મોક્ષ એટલે કમથી મુક્તિ મેળવે છે. પછી આયુષ્યનો અંત આવ્યે મોક્ષ સ્થાનમાં જઈ બિરાજે છે ભગવાનના મુખથી ઉપરોક્ત યુક્તિયુક્ત વચનો સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાનો સંશય દૂર થવાથી પોતાના ત્રણસો શિષ્ય સહિત ભગવાન પાસે આવી દીક્ષા ગ્રહણ કરી. ઉપરોક્ત પ્રમાણે સમકિતના ૬૭ બોલ એટલે ભેદ સંપૂર્ણ થયા. ૪૦ જે મન સમ્યગ્દર્શનમાં અતિ નિશ્ચલ, તે પદ ઉત્તમ લેશે, જ્ઞાન તપાદિ સુદ્રષ્ટિ વિના નહિ કોઈ રીતે શિવસાઘન દેશે: સંયમ, જ્ઞાન તણું બીજ સમ્યગ્દર્શન, તે શમ-જીવન જાણો, શ્રુત તપાદિ તણું અધિષ્ઠાન, કહે મુનિપુંગવ તે જ પ્રમાણો. અર્થ - જેનું મન સમ્યગ્દર્શનમાં અતિ દ્રઢ છે તે ઉત્તમ મોક્ષપદને પામશે. જ્ઞાન, તપ, સંયમ આદિ સમ્યગ્દર્શન વિના કોઈ રીતે પણ મોક્ષના સાધન બનશે નહીં. યથાર્થ સંયમ એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનનું બીજ પણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાન અને ચારિત્રને જ શમ-જીવન જાણો, અર્થાતુ આ રત્નત્રયથીયુક્ત મહાત્માનું જીવન જ શાંતિમય કે સમતાવાળું જાણો. સમસ્ત ગ્રુત કે તપાદિનું અધિષ્ઠાન એટલે આઘાર પણ આ સમ્યગ્દર્શન છે, એમ શ્રી મુનિપુંગવ એટલે મુનિઓમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાન કહે છે. તેને જ પ્રમાણભૂત માનો. નવપદજીની પૂજામાં પણ સમ્યગ્દર્શન વિષે જણાવે છે : “જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળિયો; સુખ નિર્વાણ ન જે વિણ લહિયે સમકિત દર્શન બળિયો રે.” ભ૦ -શ્રી યશોવિજયજી //૪૧ાાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 200