Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ ૧૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રભૂતિ ગૌતમનું દ્રષ્ટાંત - આત્મા છે, તે નિત્ય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાની બુદ્ધિથી વ્યાકરણ વગેરે સર્વ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયા. પરંતુ તેમને વેદનો અર્થ વિચારતાં જીવના હોવાપણા વિષેનો સંશય હતો. પરંતુ તેને સર્વજ્ઞપણાનું ડોળ કરતાં હોવાથી કોઈને પૂછીને સંશય દૂર કરી શકતા નહોતા. મહાવીર ભગવાનને વાદમાં જીતવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન પાસે આવ્યા. ભગવાનની સમવસરણની રિદ્ધિ જોઈ વિચાર કરતા હતા. તેટલામાં ભગવંત બોલ્યા કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમને સુખ શાતા છે? તે સાંભળી ગૌતમે વિચાર્યું કે અહો! શું મારું નામ પણ એ જાણે છે? વળી વિચાર થયો કે જગતમાં પ્રસિદ્ધ એવું મારું નામ કોણ ન જાણે? પણ એમના મીઠા વચનથી હું સંતોષ પામું તેમ નથી. જો મારા મનના સંશયને દૂર કરે તો હું ખરા સર્વજ્ઞ માનું. તેટલામાં પ્રભુએ કહ્યું “હે ઇન્દ્રભૂતિ! તું જીવ છે કે નહીં એવી શંકા કરે છે અને તેમાં દલીલો કરે છે કે ઘટ, પટ, લાકડા વગેરે પદાર્થોની જેમ જીવ હોય તો તે પ્રત્યક્ષ કેમ દેખાતો નથી? માટે તે છે નહીં એવું જે તારું માનવું છે તે અયોગ્ય છે. હે આયુષ્યમાન ! તે આત્મા ઇંદ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી, તે આત્મા નથી એમ કહ્યું. પણ જેમ તારા મનનો સંશય મેં જાણ્યો તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વત્ર એવા જીવને જોઉં છું. કેવળ હું જ જોઉં છું એમ નથી; પરંતુ તું પણ “હું' એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. છતાં તેનો તું અભાવ કહે છે આ તો જેમ કોઈ કહે કે માતા વંધ્યા છે અથવા મારા મોંઢામાં જીભ છે કે નહીં એ વાક્યની જેમ તારા પોતાના વાક્યમાં વિરોઘ આવે છે. તે આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ છે માટે તેનો તું સ્વીકાર કર. આ પ્રમાણે ત્રણ જગતના સ્વરૂપને જાણનાર ભગવંતે સર્વ જીવોને પ્રતિબોઘ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કર્યો અને સર્વને તે આત્મા નિત્ય છે એમ સમજાવી આપ્યું. એટલે પચાસ વર્ષની વયે ઇન્દ્રભૂતિ ગૌતમે પાંચસો શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવાને તેમને પ્રથમ ગણધર પદે સ્થાપન કર્યા. -ઉ.પ્રા.ભા.ભા.૧ ૩૮. છે કરતા જીંવ જ્ઞાનતણો, સમભાવ-વિભાવ રૃપે બનનારો, કર્મ વિભાવ વડે વળગે બહુ, શુભ અશુંભ અનાદિ વચારો; ભોગવતો ર્જીવ કર્મ-ફળો, ફરી ચાર ગતિ દુખદાયી, અરે રે! પુણ્યથી સુખ મળે પરનું, વળી પાપથી દુઃખ, ન તેથી તરે રે! અર્થ :- નિશ્ચયનયથી જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા છે. પણ વ્યવહારનયથી તે આત્મા સમભાવ કે વિભાવભાવનો કર્તા બને છે. જેમ કુંભાર માટી, ચક્ર અને દંડ વડે ઘડાનો કર્તા થાય છે તેમ આત્મા કષાયાદિક વિભાવભાવો વડે અશુભ કે શુભભાવો વડે શુભ કર્મોનો કર્તા બને છે. વિભાવ ભાવથી જીવને ઘણા કર્મનું વળગણ થાય છે. આ શુભ અશુભ ભાવના વિચારો જીવને અનાદિકાળથી લાગેલા છે. હવે ચોથું સ્થાનક તે “આત્મા ભોક્તા છે.” આ જીવ પોતાના જ બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. તે કર્મફળ ભોગવતા છતાં અરેરે! ફરી રાગદ્વેષ કરી નવા કર્મ બાંઘી દુઃખદાયી એવી ચાર ગતિમાં રઝળ્યા કરે છે. તેમાં પુણ્યવડે તેને પર એવા ભૌતિક પદાર્થોનું શાતાવેદનીય સુખ મળે છે અને પાપથી જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ વગેરેના દુઃખો જીવને ભોગવવા પડે છે. એ શુભાશુભ ભાવના કારણે જીવ સંસારથી પાર પામતો નથી. માટે શ્રીમદ્જી કહે છે કે : “તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ.” એ ઉપર દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે :Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 200