Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૫ માંગતા શરમ કેમ નથી આવતી? હું એક કુંયુઆની પણ હિંસા કરવાનો નથી. ત્યારે યક્ષ કહે હું મારું બળ બતાવીશ. એમ કહી અદૃશ્ય થઈ ગયો. એક દિવસ વનમાં આવેલ મંદિરમાં પ્રભુની પૂજા કરીને કુમાર ઘરે આવતો હતો. તે વખતે માર્ગમાં કુમારના બે પગ પકડીને તેને પૃથ્વી પર પછાડીને યક્ષ બોલ્યો કે અરે! હજી સુધી તું તારો આગ્રહ મૂકતો નથી? ત્યારે કુમાર કહે કે હે યક્ષ! તું જીવ હિંસા છોડી દે. કહ્યું છે કે ‘પરોપકાર કરવો તે પુણ્યને માટે છે. અને પરને પીડા આપવી તે પાપને માટે છે.’ કે કુમારનું આવું વચન સાંભળી યક્ષ બાલ્યો કે તું જીવ હિંસા ન કરે તો માત્ર મને પ્રણામ કર. કુમાર કરે - પ્રણામ ઘણા પ્રકારના છે. હાસ્યપ્રણામ, વિનયપ્રણામ વગેરે ઘણા તેના પ્રકાર છે. ત્યારે યક્ષ કહે ભાવપ્રણામ કર. કુમાર કહે - તું જ સંસારસાગરમાં ડૂબેલો છે તો તને ભાવપ્રણામ કરવાથી મને શો લાભ થાય. આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોધ પમાડ્યો. એટલે સંતુષ્ટ થઈ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે સંકટ સમયે યાદ કરજે. એમ કહી પોતાના સ્વસ્થાનકે ચાલ્યો ગયો. વિક્રમરાજાની જેમ સમકિતનું છ ભાવનાથી યુક્ત માહાત્મ્ય જાણી તેને વળગી રહેવાથી આ ભવ ૫૨ભવ બન્નેમાં શુભનો ઉદય થાય છે. ।।૩૭।ા અર્થ :— છ સ્થાનક સ્થાનક સમ્યગ્દર્શનનાં પટ્ સુજ્ઞ વિચાર કરી સમજી લે, હંસ સમાન વિવેક-સુચંચુ અનુભવ-અમૃતનો રસ પી હોઃ— છે જૈવ ચેતન-લક્ષણવંત, અજીવ શરીર સદા શબ જેવું; જીવ વિના ન જણાય કશુંય, નીં નિજ ભાન, ગણાય જ કેવું? છે જીવ નિત્ય, વિચાર કરો, શિશુને સ્તનપાન ન કોઈ શિખાવે, પૂર્વ ભવે પુરુષાર્થ કરેલ અનુભવમાં વળી કોઈક લાવે. હવે સમ્યગ્દર્શનના છ સ્થાનક છે તેને જણાવે છે :— આ છ સ્થાનકને તે સુન્ન! તું વિચાર કરીને સમજી લે. તથા હંસ પક્ષીની જેમ વિવેકરૂપી સમ્યક્ ચાંચવડે જડ ચેતનનો ભેદ કરી આત્મઅનુભવરૂપ અમૃતરસનું પાન કરી લે. તેના માટે નીચે પ્રમાણે છ સ્થાનકનું સ્વરૂપ વિચારવું. પહેલું સ્થાનક તે ‘પ્રથમ પદ આત્મા છે.” તે જીવ ચેતન લક્ષણવંત છે. જ્યારે અજીવ એટલે અચેતન એવું શરીર તે તો સદા શબ એટલે મડદા જેવું છે, જગતમાં જીવ નામનો પદાર્થ ન હોય તો કશુંય જણાય નહીં. આપણા આત્માને પોતાનુંય ભાન નથી તો તે કેવું શાન કહેવું. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન.’’ આત્મસિનિ બીજી સ્થાનક તે ‘આત્મા નિત્ય છે.’ જો તે જીવ નિત્ય ન હોય તો જન્મતા બાળકને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ નહીં. તે તો એના પૂર્વભવના સંસ્કાર છે, પૂર્વભવમાં શીખેલું જ છે માટે તેને આવડે છે. પૂર્વભવમાં જે જે પુરુષાર્થ કર્યાં હોય તે વળી કોઈક ને કોઈક ભવમાં અનુભવમાં આવી જાય છે. અર્થાત્ જાતિસ્મરણશાનડે પૂર્વભવમાં તેણે શું શું કરેલ તે જાણી જાય છે. એથી એ જ આત્મા પૂર્વભવમાં હતો, તે તેના નિત્યપન્નાની સિદ્ધિ કરે છે. તે ઉપર દૃષ્ટાંત –Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 200