Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 3
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૩ એમ તેને ઘર્મમાં દ્રઢ જાણી ગોશાળો વિલખો થઈ ત્યાંથી વિહાર કરી ગયો. શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોઘ પામ્યું છે, જેણે ગોશાળાના મિથ્યાપક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યકત્વની યત્નાઓને ઘારણ કરવામાં પ્રવીણ છે તેવો સદ્દાલપુત્ર શ્રાવક ઘર્મની આરાધના કરી સ્વર્ગે ગયો. રૂપાા છ આગાર છૂટ છ ભેદથી શાસ્ત્ર વિષે કહીં આપઘર્મ સમાન, ન ભાવે; "રાજબળે, સમુદાયવશે, વળી ફોજ વિષે, સુરત્રાસ સતાવે, તેમ વડીલ-દબાણ થતાં વન, ઘોર દુકાળ વિષે ર્જીવિકાર્થે જો વિપરીત સુદૃષ્ટિતણું પણ વર્તન હોય, ન દોષ પરાર્થે. અર્થ - હવે શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના છ આગાર અર્થાતુ છ પ્રકારની છૂટ જણાવેલ છે; તે ઘર્મમાં આવેલ આપત્તિ સમાન ગણી છૂટોનો ઉપયોગ સમ્યવૃષ્ટિ જીવ ભાવપૂર્વક કરતા નથી. તેમાંની પહેલી છૂટ તે રાજાના બળથી કોઈ કામ કરવું પડે, બીજાં લોકોના સમુદાયવશ કોઈ કાર્ય કરવું પડે, ત્રીજાં ફોજમાં જઈ કોઈ કાર્ય કરવું પડે, ચોથું દેવતાના ત્રાસથી કંઈ કરવું પડે અને પાંચમું મિથ્યાત્વી એવા માતાપિતા વગેરે વડીલોના દબાણથી કંઈ કરવું પડે તથા છઠ્ઠું-કોઈ વનમાં આવી પડ્યા હોઈએ કે ભયંકર દુષ્કાળમાં આજીવિકા અર્થે કોઈ નિષેઘ કરેલ કાર્ય કરવું પડે તો તે સર્વ આગાર એટલે છૂટરૂપે ગણાય છે. આ સર્વેમાં સમ્યવૃષ્ટિ જીવનું વિપરીત વર્તન હોય તો પણ તેને વ્રતાદિનો ભંગ માનેલ નથી. કેમકે તે પરના દબાણથી કરવામાં આવેલ છે, સ્વેચ્છાએ નહીં. તે ઉપર દ્રષ્ટાંત – કાર્તિકશેઠનું દ્રષ્ટાંત – રાજાના બળથી કાર્ય કરવું પડ્યું. પૃથ્વીભૂષણ નગરમાં મુનિસુવ્રત સ્વામીથી પ્રતિબોઘ પામેલો કાર્તિક શેઠ રહેતો હતો. એક દિવસ નગરમાં ઐરિક નામનો તાપસ આવ્યો. કાયમ એક મહિનાના ઉપવાસ કરીને પારણું કરતો હતો. કાર્તિક શેઠ સિવાય સર્વ લોકો તેના ભક્ત બન્યા. તેથી તાપસ કાર્તિક શેઠ ઉપર દ્વેષ રાખવા લાગ્યો. એક દિવસ રાજાએ તાપસને પોતાને ત્યાં પારણા માટે બોલાવ્યો. ત્યારે તાપસ કહે કે કાર્તિક શેઠ મને પીરસે તો જ હું પારણું કરું. તેથી રાજાએ શેઠને બોલાવી કહ્યું કે આ તાપસને મારા ઘરે આવી જમાડો. શેઠે કહ્યું – આપની આજ્ઞાથી હું જમાડીશ. મનમાં આગાર છે તેથી વ્રતનો ભંગ નથી. પણ મારી ઇચ્છાથી જમાડતો નથી. જમાડતી વખતે તાપસે પોતાના નાક ઉપર આંગળી ઘસીને ઇશારો કર્યો કે હવે તારું નાક કપાયું કે મને જમાડવા આવવું પડ્યું. અવસર આવ્યે કાર્તિક શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આરાધના કરી સૌથર્મેન્દ્ર થયા અને તે તાપસ મરીને સૌ ઘર્મેન્દ્રનો એરાવણ નામનો હાથી થયો. ઇન્દ્ર એના ઉપર બેસવા જાય છે કે તે હાથી અનેક રૂપ કરે છે. ઇન્દ્ર ઉપયોગથી જોયું તો એ ઐરિક તાપસનો જીવ છે એમ જાણી તેની તર્જના કરી. તેથી તે મૂળસ્વરૂપમાં આવ્યો. કાર્તિક શેઠ ઇન્દ્રનો જીવ છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય અવતાર લઈ મોક્ષપદને પામશે. એમ સ્વેચ્છાએ નહીં પણ સમુદાયવશ, કે દેવના ત્રાસથી કે વડીલોના દબાણથી વગેરે કંઈ કરવું પડે તો તેને છ આગારરૂપે ગણવામાં આવેલ છે. I૩૬ાા છ ભાવના સમ્યગ્દર્શનની ઉપમા ષટુ ચિંતવવી ઉપયોગી ગણી છે :“મોક્ષમૅલ, દ્વાર સુઘર્મતણું, શિવમંદિર-પીઠ ભણી તે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 200