________________
કર્તા ઃ શ્રી પૂજ્ય નયવિજયજી મહારાજ દુ" શ્રી શ્રેયાંસ-જિસંદજી ! અવધારો અરદાસ લાલ રે દાસ કરી જો લેખો', તો પૂરો મન-આશ-લાલ રે શ્રી ૦(૧) મોટા-નાના આંતરું, લેખવે નહિ દાતાર-લાલ રે સમ-વિષમ સ્થલ નવિ ગણે, વરસતો જલધાર’–લાલ રે શ્રી (૨) નાનાને મોટા મિલ્યા, સહી તે મોટા થાય-લાલ રે વાહલીયા ગંગા મિલ્યા, ગંગપ્રવાહ કહાય-લાલ રે શ્રી ૦(૩) મોટાને મોટા કરો, એ તો જગતણી રીત-લાલ રે નાના જો મોટા કરો, તો તુહ પ્રેમ-પ્રતીત-લાલ રે શ્રી ૦(૪) ગુણ અવગુણ નવિ લેખવે, અંગીકૃત જે અમંદ-લાલ રે કુટિલ કલંકી જિમ વહ્યો, ઈસ્વર શિશે ચંદ-લાલ રે શ્રી ૦(૫) અવગુણીયે પણ ઓલગ્યો, ગુણવંત તું ભગવંત-લાલ રે નિજ-સેવક જાણી કરી, દીજે સુખ અનંત-લાલ રે શ્રી ૦(૬) ઘણી શી વિનંતી કીજીયે ? જગજીવન જિનનાહ-લાલ રે નયવિજય કહે કીજીએ, અંગીકૃત-નિરવાર-લાલ રે શ્રી (૭)
૧. ગણો ૨, ગણતા ૩. મેઘ ૪. નાના પ્રવાહો
૧૨૭