Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar
View full book text
________________
વિનતડી મનમોહન મારી સાંભળો-શ્રી પૂજ્ય ધર્મરત્નત્રણ મહારાજ ! વિનતડી મનમોહન મારી સાંભળો, હુંછુપામર પ્રાણી નીપટ અબુઝજો; લાંબું ટુંકું હું કાંઈ જાણું નહિ, ત્રિભુવનનાયક તાહરા ઘરનું ગુજજ જો. વિનતડી.૧ પેલા છેલ્લા ગુણઠાણાનો આંતરો, તુજ મુજ માંહે આબેહુબ દેખાયજો; અંતર મેરૂ સરસવ બિંદુ સિંધુનો, શી રીતે હવે ઉભય સંઘ સંધાય જો. વિનતડી,૨ દોષ અઢારે પાપ અઢારે તેં તજ્યા, ભાવ દિશા પણ દૂરે કીધ અઢાર જો; સઘળા દુર્ગુણ પ્રભુજી મેં અંગીકર્યા, શી રીતે હવે થાઉં એકાકાર જો. | વિનતડી.૩ ત્રાસ વિના પણ આણામાને તાહરી, જડ ચેતન જે લોકાલોક મંડાણ જો; હું અપરાધી તુજ આણામાનું નહિ, કહો સ્વામી કિમ હું પામું પદ નિર્વાણજો વિનતડી.૪ અંતરની મુખની વાતો વિસ્તારી કરૂં પણ ભીતરમાં કોરો આપો આપજો; ભાવ વિનાની ભક્તિ લુખીનાથજી, આશીષ આપો કાપો સઘળાં પાપ જો; વિનતડી.પ યાદશ આણા સૂક્ષ્મતરપ્રભુ તાહરી તાદ્દશ રૂપેમેજથી કદીયે ન પળાય જો; વાત વિચારી મનમાં ચિંતા મોટકી, કોઈ બતાવો સ્વામી સરળ ઉપાય જો. વિનતડી.૬ અતિશયધારી ઉપકારી પ્રભુ તું મલ્યો, મુજ મન માંહે પૂરો છે વિસ્વાસ જો; ધર્મરત્નત્રણ નિર્મળ રત્ન આપજો, કરજો આતમ પરમાતમ પ્રકાશ જો. વિનતડી.૭
૩૦૯

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384