Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar
View full book text
________________
સકલ સમતા સુરલતાનો, તુંહી - શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ સકલ સમતા સુરલતાનો, તુંહી અનોપમ કંદ રે;
તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણિંદ રે...(૧) પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી યુંહી ધરતા ધ્યાન રે;
'તુજ સ્વરૂપી જે થયા તેણે, લહ્યું તાહરું તાન રે. પ્રભુ.૨ તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે;
પાર ભવનો તેહ પામે, એહિ અચરીજ ઠામ રે, પ્રભુ.૩ જન્મ પાવન આજ મારો, નીરખીઓ તુજ નૂર રે;
ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજુર રે. પ્રભુ.૪ એહ માહરો અખય આત્તમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે ? પ્રભુ.૫ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે;
એમ કહી તુંજ સહજ મીલત, હોય જ્ઞાનપ્રકાશ રે. પ્રભુ.૬ ધ્યાન ધ્યાતા ધ્યેય, એકીભાવ હોય એમ રે;
' એમ કરતાં સેવ્ય સેવક-ભાવ હોયે ક્ષેમ રે. પ્રભુ.૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરીંદ પ્રભુતા, હોય સુજસ જમાવ રે. પ્રભુ..
૩૧૧

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384