Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 357
________________ જીવ જીવન પ્રભુ હારા, અબોલડાં – શ્રી પૂજ્ય દીપવિજયજી મહારાજ -3 જીવ જીવન પ્રભુ હારા, અબોલડાં શાનાં લીધાં છે રાજ; તમે અમારા અમે તમારા, વાસ નિગોદમાં રહેતા અબોલડાં ૧ કાલ અનંત સ્નેહી પ્યારા, કદીય ન અંતર કરતા; બાદર સ્થાવરમાં બેહુ આપણ, કાલ અસંખ્ય નિગમતા. અબો ૨ વિકસેન્દ્રિયમાં કાલ સંખ્યાતા, વિસર્યા નવિ વિસરતા; | નરકસ્થાને રહ્યા બહુ સાથે, તિહાં પણ બહુ દુઃખ સહતાં. અબો ૩ પરમાં ધામી સેનમુખે આપણ, ટગ ટગ નજરે જોતાં; - દેવના ભવમાં એક વિમાને, દેવનાં સુખ અનુભવતા. અબો ૪ એકણ પાસે દવશચ્યામાં, થેઈ થેઈ નાટક સુણતાં; તિહાં પણ તમે અને અમે બેઉ સાથે, જિન જન્મ મહોત્સવ કરતા. અબો ૫ તિર્યંચ ગતિમાં સુખદુઃખ અનુભવતા, સિંહા પણ સંગ ચલંતા; એક દિન સમવસરણમાં આપણ, જિન ગુણ અમૃત પીતા. અબો ૬ એક દિન તમે અને અમે બેઉ સાથે, વેલડીએ વળગીને ફરતા; એક દિન બાળપણમાં આપણે, ગેડી દડે નિત્ય રમતા. અબો. ૭ તમે અમે બેઉ સિદ્ધ સ્વરૂપી, એવી કથા નિત્ય કરતા; એક કુલ ગોત્ર એક ઠેકાણે, એક જ થાળીમાં જમતાં અબો ૮ એક દિન હું ઠાકોર તમે ચાકર. સેવા માહરી કરતાં; આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિ વધુના પનોતા. અબો ૯ કાલ અનંતનો સ્નેહ વિસારી, કામ કીધાં મનગમતાં; - હવે અંતર કીમ કીધું પ્રભુજી, ચૌદ રાજ જઈ પહોંટ્યા. અબો ૧૦ દીપવિજય કવિરાજ પ્રભુજી, જગતારણ જગ નેતા; નિજ સેવકને યશપદ દીજે, અનંત ગુણી ગુણવંતા. અબો ૧૧ ૩૦૧

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384