________________
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્રી ગેડી પાર્શ્વનાથાય નમો નમ: શ્રી પાર્ધચંદ્ર સુરીશ્વર સશુરૂભ્ય નમો નમ: શ્રી ભ્રાતૃચંદ્ર સૂરીશ્વર સદ્ગુરૂભે નમે નમઃ
જીવન ચરિત્ર
પરમ કૃપાળુ શાન્ત દાન્ત મહંત પરમ ઉપગારી શ્રી પાર્ધચંદ્રગચ્છના શાસન ઉપગારી પાર્ધચંદ્ર ગચ્છાધિપતિ પ્રાતઃસ્મરણીય શાસનસમ્રાટ ન્યાયવિશારદ શાસન સંરક્ષકસૂરી શ્રી ૧૦૦૮ શ્રીમાન શ્રી આચાર્યદેવ શ્રી ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરજીના આજ્ઞાવતની સચ્ચારિત્રપાત્ર મહાપ્રતાપશાળી સૌમ્યાકૃતિ સુવિહિત પ્રથમ મહત્તરા સાધ્વીજી શ્રી ચંદન શ્રીજી મહારાજનું જીવનચરિત્ર ટુંકમાં રજુ કરીશું.
શ્રી ચંબાવટી નગરીમાં (હાલમાં ખંભાત) શ્રી . સ્થંભન પાર્શ્વનાથનું ભવ્ય જીનાલય તથા શ્રી પ્રથમ જીનેશ્વર શ્રી આદિનાથ પ્રભુનું તથા નવપલ્લવ પાર્શ્વનાથનું આદિ ઘણું દહેરાસરે જેમાં છે તે નગરીમાં આપણું પરમ ઉપગારી આ. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીનું તથા અભયદેવ સૂરીશ્વરજી તથા કુમારપાલ રાજા આદિ ઘણા મહાન શાસનના ઉપગારી થઈ ગયા છે તેજ નગરીમાં આ એક ઉચકેટીના આત્માનું ટુંક જીવન ચરિત્ર લખાઈ રહ્યું છે. હવે તેમના ગુણોનું વર્ણન કરીશ, જેથી કરીને આપણામાં ગુણોની પ્રાપ્તિ થાય.