Book Title: Prabuddha Jivan 2017 01
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ જાન્યુઆરી, ૨૦૧૭ અને એ સિવાયની બીજા કોઈ અપેક્ષા પણ નથી. એક વિશિષ્ટ સમાજની રચના આપણી આજુબાજુ થઈ રહી છે. એક તરફ ભાષા, બીજી તરફ સંસ્કૃતિ અને ત્રીજી ત૨ફ ધર્મ. આ ત્રિકોણની બહાર નીકળી જઈ સમાજ ભૌતિકતામાં પોતાને સ્થાઈ કરી રહ્યો છે. એને જ સફળતા સમજી રહ્યો છે. આપણી આજુબાજુ આવો જ સમાજ સુઘટ્ટ રીતે રચાઈ રહ્યો છે, રચાઈ ગયું છે. આ પરિસ્થિતિ થોડા સમય પછી બહુ મોટી ચિંતા જન્માવશે કારણ એક આખી પેઢીના નિર્માણને આપણે માત્ર સાક્ષી બની જોઈ રહ્યા છીએ. જેને બદલાવી શકતા નથી. કપડાના વણાટકામમાં, ગુંથાયેલા દોરા જેટલા મજબૂત હોય તેટલું કપડું મજબૂત અને જેટલું પોલાણ, એટલી કપડાની આવરદા ઓછી. વનમાંય પોલાણ સર્જાઈ રહ્યું છે. તાણાવાણા મજબૂત ગુંથવાના છે શ્રધ્ધાના વિશ્વાસના, મૂલ્યના, સંસ્કૃતિના, આટલું આવશે પછી ધર્મ સાજરૂપે દેવાશે. દુબઈના પ્રદેશની વિશાળતા એક સગવડ જન્માવે છે, પ્રભાવિત થઈ જવાય છે અને એની આભામાં એક બહુ મોટો વર્ગ નશાઈ જાય છે. આનંદ અને મનોરંજન વિશેનો ભેદ રહ્યો જ નથી, જે જીવી લેવું છે તે ક્ષણિક સત્ય, એકદમ ટૂંકા ગાળાનું સત્ય, અત્યારે આ ઘડીએ જેમાં મજા આવે એવું સત્ય. બસ, આજ વિશ્વમાં અનેકોનેક જીવી રહ્યા છે. વર્તમાનને સમયપટને ભવિષ્ય સુધી લંબાવીને રાહ જોવા કોઈ તૈયાર નથી. આર્જે મોજને જ આનંદ માનીને પોતે સુખી હોવાના ભ્રમમાં જીવતા લોકોને પ્રબુદ્ધ જીવન મોર ભાવવારે કિ હવાય માતાલો મારા વિચારો કઈ હવાના સ્પર્શથી મદમસ્ત ઘેલા ઘેલા બન્યા છે! હૈયા-આકાશમાં ભર્યાં ભર્યાં નવીન વાદળાં રસધારા વરસાવી રહ્યાં છે. અને જોયાં નથી; મારું મન નર્યું ક્ષણે ક્ષણે એનો નાદ સાંભળે છે જાણે રણકી રહ્યાં છે. રૂમઝૂમ રૂમઝૂમ નુપુર ધ્વનિ. ગોપન સપનાં છવાયાં વણસ્પા પાલવની નીલિમાથી એ તો આ વાદળિયાં પવનમાં ઊડી રહ્યાં છે. પોતાની છાયામય કેશલીલાથી. મારા મનને આકુળ વ્યાકુળ કરનારી એ ભીની ભીની વડાની સૌરભ. રવીન્દ્રનાથ ટાગોર ઘ અનુ. નલિની માડગાવકર સંઘના આજીવન સભ્ય બતો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આવનારા ભવિષ્ય માટે સુદૃઢ બને તે માટે આ સંસ્થામાં વધુને વધુ યુવાનોએ ભાગ લેવાની આવશ્યકતા છે. સંસ્થામાં આજીવન સભ્યપદ નોંધાય એ ઇચ્છનીય છે. હાલમાં સભ્યપદ ધરાવનારા પોતાના પરિવારના યુવાનોને સભ્ય બનાવે, જેથી સંસ્થાને આર્થિક સહાય પણ મળે અને યુવાનોનું સભ્યપદ વધે. જેથી સંસ્થા ભવિષ્યમાં પોતાના નક્કર પાયાના આધારે વધુને વધુ પ્રગતિ કરી શકે. આજીવન સભ્ય બનનાર વ્યક્તિ મિટિંગમાં હાજર રહી પોતાના સૂચનો આપી શકે છે ઉપરાંત પોતાના અન્ય કૌશલ્ય આધારિત સહકાર આપી સંસ્થાના ઉર્દીકરણમાં ભાગ લઈ શકે છે. સંસ્થા ભવિષ્યમાં વધુને વધુ લોકો સુધી પહોંચી સેવાના કાર્ય અને જ્ઞાનના કાર્યને વેગ આપવા ઇચ્છે છે. આવો સહુ સાથે મળીને વર્ષો જૂની આ સંસ્કૃત ભૂમિને, આ વૈચારિક માળખાને અને આ સમાજમાં અદ્ભુત સેવા કરનાર સંસ્થાને મજબુત બનાવીએ. આ પણ એક પ્રકારની સેવાજ છેને! | આજીવન સભ્યપદ માટેની ફી છેઃ રૂા. ૫૦૦૦|વધુ વિગત માટે સંસ્થા ઑફિસ પર સંપર્ક કરી. ૫ શું કહેવું? તેઓ સમુદ્રના ઊંડાણમાં પહોંચ્યાજ નથી. અને એમને અંતર્ગળ ડૂબકીના આનંદની ખબર જ નથી, તેથી છબછબીયાંના વિશ્વમાં તે મસ્ત છે. જે જોયું નથી, જે જાણ્યું નથી, તેને માણવાની સ્થિતિ અને પરિસ્થિતિ ક્યાંથી લાવવી? જે જાણે છે, તેને ગુમાવવાનું દુઃખ સમજાય છે પણ અજાણ્યા ‘જણ' અને ‘મન'ને આ સ્વાદ કઈ રીત ચખાડવો. દુબઈના મનોરંજનનું વિશ્વ ક્ષણિક આનંદ આપીને પરિસ્થિતિનું ભાન ભૂલવી દે છે. સ્વપ્નનો અંધ પ્રદેશ ભ્રમિત કરે છે. મધુરતાથી ભરેલી વાણી જૈમ હંમેશા સ્વાસ્થ્યપ્રિય નથી હોતી તેમ વિકાસના આડંબરથી પ્રગતિનું સાચું ચિત્ર નથી મળતું. ખરી વાત તો માનવતા અને માનવ ઉત્કર્ષની હોય છે. માનવ ઉત્કર્ષ ડુંગરની ટોચ પર નહીં, હૃદયના ઊંડાણમાં સ્થિત છે. જ્યાંથી મને મારી જાત દેખાય અને હું મારી જાતને પૂછી શકું. સમજી શકું, છેતર્યા વગર સાચા આનંદનો અનુભવ કરી શકું. ***** મને એ પણ ખબર છે કે જે મારણ મને ગમે છે ત્યાં બહુ જ લોકપ્રિયતા છે, માણસોની ખીચોખીચ ભીડ વચ્ચે વખાણના નાદ સંભળાય છે. મોહનો પાશ મને ઘેરી વળે છે. વધુને વધુ મધુકર લાગે એ શબ્દોમાં સંમોહિત થઈ જવાય છે મન અને એની મીઠાશથી મોહિત થઈ, એ જ કલ્પનીય-મનનીય વિશ્વમાં જીવવાની ટેવ પડે છે જાતને. અરે વાહ...કેવું આકર્ષણ... વધુને વધુ નક્કર બનીને મને ઘેરી વળે છે. મારી આજુબાજુ ઊગી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44