________________
જાન્યુઆરી, ૨૦૧૭
(કર્મ), યોગિત્વ અને જ્ઞાનયોગિત્વ પ્રગટી. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવ વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા 'સ્વ'માં પરમાત્મય અનુભવાઓ.'
આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, દ્રિાક્ષ, વિજાપુર, ઇડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કર્ણાલ, પાનસર અને પેથાપુર જેવા જાણીતા ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ નો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી. પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે 'સમયપ્રામૃત', શુભચંદ્ર આચાર્યકૃત ‘જ્ઞાનાર્ણવ-સારોદ્વાર’ (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ’ (ભા. ૧), ‘જ્ઞાનચક્ર' (ભા. ૮), 'મહાબલમલયાસુંદરી’, ‘સંસ્કૃત તિલકમંજરી', ‘ચંદ્રપ્રભુ', 'વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), 'વિશ્વદ્રત્નમાલા' અને ‘જૈન દૃષ્ટિએ યોગ” જેવાં પુસ્તકો વાંચ્યા; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું ‘રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઈબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ', ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ' જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ’, ‘સ્વામી રામતીર્થનો સદુપદેશ’ (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ’, ‘ભારત લોકકથા', ‘દરિયાપારના દેશોની વાતો' જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં. ‘અધ્યાત્મોપનિષદ'નું ચોથી વાર મનન કર્યું. તો ‘જૉન ઑફ આર્ક', 'મુદિની', ‘આંખ કી કીકીરી', ‘શાંતિકુટિ૨’, ‘સુભાષિતમુક્તાવલિ’ તેમજ ‘નર્મકવિતા’ જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્ઘાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ’પરિગ્રહની નામનો એમનો ગ્રંથ છપાયો હતો એ પણ નોંધ્યું છે. વિકાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનૈય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માસશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઇને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૧૭ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે–
‘સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ ૨ા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ વશ કરો, પ્રજાજનોનાં દુઃખો તરફ લક્ષ્ય દેવું.
પ્રબુદ્ધ જીવન
૧૩
લાઈબ્રેરીઓ, બોટિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદંશ દીધો. ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.’ આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો' એવી નોંધ પણ મળે છે.
એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહી અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલ અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેની પ્રારંભની કડીમાં કહે છે:
“મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતારા. ધન્ય ધન્ય શુભ માત તાત ને, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી અમર કર્યું નિજ નામ જગતમાં, ચુકાકારી શુભકારી, ‘બુદ્ધિસાગર” મંગલ પામો, ગુણગાના ભંડારી. આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે.
આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ', ‘જૈનગીતા’ અને ‘ગુરુગીતા' નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં પ્રગટ આવા ગદ્ય અને પદ્ય ભાગને જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બનાવતા એમના એક અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હિરનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છેઃ
“કાં મુખથી તમારો છુ. તમોને સૌ સમર્પી છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા? હને લક્ષ્મી પછી વડાલી, તેને કીર્તિ વળી બાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?
આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને તેમજ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે
‘ગણાવું ભક્ત કોટીમાં, કાંઈ વાત એ હેલી.'
આવી જ રીતે અન્ય કાવ્યમાં પરમાત્માનું જન્મથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે ‘તત્ત્વમસિ’ કે ‘સોમ્’ બોલવાથી પાર નથી આવતો, માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા નો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જળ અને બ્રહ્મની એકતાના અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે -
‘સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ સ્ટેલ ; સાધન સાધક સાધ્યના એકવે છે ગેલ.’