________________
૧૬
હિસાબ તેઓ લખે છે.
'આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થર્યા. ‘સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાળ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસું રહેતાં આત્મસમાધિમાં વિશેષકાળ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જવન વ્યતીત કરવાની પ્રબળ રા થયા
પ્રબુદ્ધ જીવન
કરે છે. સંવત ૧૯૬૦-'૬-'દરની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું, સર્વ જીવોની સાથે આત્મધ્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડ૨, દેશોનર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજા, મહાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયું. વૈશાખ વિદ ૧૦ પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આધાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષતઃ મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ જ્ઞાનાનરમાતામાં કરવાની ખાસ સ્ફુરણા ઊઠે છે અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા જ્વરયોગ ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, સોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ
બિલણી થાઓ. હું શાંતિ.'
જાન્યુઆરી, ૨૦૧૭ આમાંથી તેમના ભવ્ય-અદ્ભુત જીવનકાર્યનો ખ્યાલ આવી જાય છે. આમાં તેઓના યોગ, સમાધિ, અધ્યાત્મચિંતન, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વાચન, લોકહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન અને ગઝલમાં મસ્તીરૂપે પ્રગટતા નિજાનંદનું દર્શન થાય છે. ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન ૦૭૯ ૨૬૬૦ ૨૬૭૫. મો. ૦૯૮૨૪૦ ૧૯૯૨૫
નવ તત્ત્વ (અનુસંધાન પાના ૧૧ થી ચાલુ) છે. આ પ્રમાણે બોધમાં જોવા મળતું તારતમ્ય રસબંધથી છે.
પ્રદેશબંધ–કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ ક્રર્માણુઓની આઠે પ્રકૃતિઓમાં વહેંચણી થાય છે. આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ
સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગી સંન્યાસીઓએ એવી નોંધી રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે, પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે. નાનકડી ડોકાબારીમાંથી મહેલમાં નજર નાખીએ અને જેમ તેની અંદર રહેલી અમૂલ્ય સમૃદ્ધિનું દર્શન થાય, એવો અનુભવ શ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ એક વર્ષની રોજનીશી પરથી થાય છે.
જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે આ ચારે બંધ નક્કી થાય છે. કર્મ બાંધ્યા પછી તેમાં ફેરફાર થઈ શકે છે. કર્મ બાંધ્યા પછીના પરિણામ જેમકે પશ્ચાતાપ, અનુમોદના આદિ પરિણામો વડે જીવ બાંધેલા કર્મોનો ક્ષય-હળવા કરી શકે છે અને ચીકણા પણ થઈ શકે છે. તેથી તેમાં સંક્રમણા, ઉર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિત્તિ, નિકાચના થઈ શકે છે. જેવું બાંધ્યું હોય તેવું જ ભોગવવું પડે તો જીવનો કયારે પણ મોક્ષ ન થઈ શકે, માટે જીવ કર્મોની નિર્જરા કરતા કરતા જ્યારે સર્વ કર્મનો ક્ષય થાય તેને જ મોશ કહેવાય,
જ
(૯) મોક્ષ–સંસારી આત્મા સર્વ કર્મોનો ક્ષય કરે છે. શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે મોક્ષ છે. મોક્ષ થતા જન્મ મરણ આદિ દુ:ખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી અને આત્મા અનંત સમય સુધી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ પ્રાપ્ત કરે છે,
મોક્ષમાં જીવોને રહેવા માટેનું જે ક્ષેત્ર છે જે સિદ્ધક્ષેત્ર કહેવાય છે તે ૪૫ લાખ યોજન ક્ષેત્ર છે. કારણ કેવળ અઢી દ્વીપમાંથી જ મોક્ષે જવાય છે અને આ અઢી દ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. અને જે સ્થાનથી જીવ માટે જાય છે ત્યાં જ બરોબર સમ લેવલમાં જ ઉપર જઈને રહે છે. આનુપૂર્વી કર્મ ન હોવાથી વાંકા કે આડાઅવળા જતા નથી. વળી અશરીરી અને અરૂપી હોવાથી અનંતાનંત જીવો એક જગ્યાએ એકીસાથે રહી શકે છે. બધા જ જીવો લોકના છેડે જઈને સ્પર્શે છે. માટે ઉ૫૨થી સ૨ખા છે, પરંતુ તેમના આત્મપ્રદેશોની લંબાઈ નાની-મોટી છે. કારણ મોક્ષે જતા જીવોની છેલ્લા ભવની લંબાઈમાંથી ૨/૩ લંબાઈ ૨હે છે. ઘનીભૂત થવાના કારણે ૧/૩ લંબાઈ ઘટી જાય છે. મોક્ષે જનાર જીવનો કાળ આદિ અનંત છે. જ્યારે તે મોક્ષે જાય છે ત્યારે તેની આદિ થાય છે અને હવે અનંતકાળ સુધી ત્યાં રહેવાનો છે માટે અનંત છે. મોલમાં જતા જાવો કર્મથી અને શીરાદિ સંસારના બંધનથી મુક્ત થાય છે પરંતુ આત્મા નષ્ટ થતો નથી.
આવી રીતે જૈન દર્શનમાં નવ તત્ત્વો સમજાવેલ છે. * ૬૦૨, રીવર હેવન, ગુલમહોર ક્રોસ રોડ નં. ૬, હુ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૪૯. Mobile : 9867186440,