Book Title: Prabuddha Jivan 2009 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ સપ્ટેમ્બર, ૨૦૦૯ પ્રેમ, દયા અને સેવા દ્વારા વિશ્વ શાંતિ સ્થાપી શકીશું. મારા મત પ્રમાણે પ્રભુની નજીક જવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે. પર્યુષણ પર્વ જેવા ઉત્તમ પર્વ ઉજવતાં આજે આપણે સહું ફરી એક વાર પ્રેમ, બંધુભાવ, દયા, માનવજાત પ્રત્યે આદરભાવ અને સેવા ભાવ તથા દરેક જીવ પ્રત્યે દયા અને લાગણીનો ભાવ રાખવાનો નિર્ણય કરીએ એવી મારી નમ્ર વિનંતિ છે. બહેનો અને ભાઈઓ, પ્રબુદ્ધ જીવન હવે આપણા રાષ્ટ્રની જે બિનસાંપ્રદાયિક અને અનેક જાતો અને ધર્મો વચ્ચેની એકતા (Unity in Diversity) છે તે અખંડ રાખી દેશને મજબૂત બનાવવાના પડકારોનો સામનો કેવી રીતે કરવો તે વિષે હું ટૂંકમાં જણાવું છું. ભારત હંમેશાં પારદર્શક, બહુભાષી, વિધવિધ સંસ્કૃતિવાળો અને બહુજાતિય દેશ રહ્યો છે. આ દેશમાં હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા મહાન ધર્મો વિકસ્યાં છે. પારસી અને યહૂદીઓ પણ ભારતમાં આવી વિકસ્યા એટલું જ નહીં પરંતુ ભારતના અન્ય ધર્મનો વિરોધ કર્યા વગર ભારતીય સમાજમાં ભળી ગયા અને આર્થિક અને સામાજીક દષ્ટિએ પણ તેઓનું પ્રદાન ઓછું નથી. ભારતનું સૌથી અગત્યનું પાસું તો વિવિધતામાં એકતા (Unity in Dvarsity)નું છે. આપણે એકબીજા પર કશું જ લાદવાની વાત ક્યારેય કરી નથી. વ્યક્તિગત માન જાળવીને સાંસ્કૃતિક વારસો હંમેશાં જાળવ્યો છે અને વધાર્યો છે. ૫ ભાઈચારા માટે અને શાંતિ સ્થાપવામાં બહુ મોટો ભાગ ભજવી શકે છે. આજના જમાનામાં globalisationના હિસાબે આખું વિશ્વ એક ગામ બની ગયું છે. આ દૃષ્ટિએ ધાર્મિક જાતિઓ તરીકે અને રાષ્ટ્રો તરીકે આપણું ભાવિ પણ એકબીજા સાથે અતૂટ રીતે સંકળાયેલું છે. વિશ્વના દરેક દેશોમાં જુદા જુદા દેશના લોકોની અવરજવર પણ દેખાય છે અને સાથે રહેતાં પણ જણાય છે. આજે જ્યારે આતંકવાદ વગેરે દુનિયા સામે પડકાર છે તો ભારતની સામે તો તેના ઉપરાંત જાતિવાદ, ભાષાકીય પ્રાંતવાદ, નક્સલવાદ અને ધાર્મિક ભેદભાવ જેવા પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. જો આનો સામનો નહીં કરાય કે આ પ્રત્યે ધ્યાન નહીં દોરાય તો આપણા દેશની એકતા સામે બહુ મોટો ખતરો ઊભો થવાની શક્યતા છે. આવા કપરા સમયે મારા મત પ્રમાણે જૈન ભાઈ-બહેનો આજ હવે આપણે એકબીજાથી અજાણ્યા પણ ન રહી શકીએ કે જુદી જુદી શ્રદ્ધા વિષે દુશ્મનાવટ પણ ન રાખી શકીએ. આજે પણ એવા સમૂહો છે જે શાંતિપ્રિય જાતિઓને ઉશ્કેરવા તત્પર છે. તેઓ હિંસાને પ્રોત્સાહન આપે છે. આવા સમયે મારી ખાસ એક આરજ છે કે અવારનવાર જુદા જુદા ધર્મોના સંત મહાત્માઓએ મળીને ચર્ચા-વિચારણા કરવી જોઈએ. આવી ચર્ચાઓ કરવાથી આપણો પોતાનો ધર્મ પણ આપણે સારી રીતે સમજી શકીશું. આ તબક્કે જૈન યુવક સંઘ જેવી સંસ્થાઓને મારી નમ્ર વિનંતિ છે કે આ દિશામાં પગલું ભરી આગળ વધવા પ્રયત્ન કરે. હજુ જ્યારે પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે જ આ પગલું ભરવું જોઈએ. આમ પણ ભારતીય પ્રજા ધંધાકીય દૃષ્ટિએ એકબીજા પર વિશ્વાસ મૂકનારી પ્રજા તો ગણાય જ છે. તો એક સર્વમાન્ય કારણ માટે સમજીને ભેગા મળી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપ સૌને આ પર્યુષણ પર્વ નિમિત્તે મારી શુભેચ્છા પ્રગટ કરું છું અને મને આપની સાથે આ પ્રસંગે શામેલ કરવા બદલ શ્રી મું. યુ, સંઘનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માનું છું. _એસ. સી. જમીર ડો. રમણલાલ ચી. શાહના હિંદી ગ્રંથો રુપમાણક ભંશાળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહના ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદિત થયેલા બે ગ્રંથોનું તા. ૨૧-૮-૨૦૦૯ના મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ મહા મહિમ શ્રી એસ. સી. જમીરના શુભ હસ્તે લોકાર્પણ થયું છે. (૧) નૈન ધર્મ-મર્શન- પૃષ્ઠ ૩૨૨-મૂલ્ય રૂા. ૩૦૦/(૧) જૈન આ-વન-પૃષ્ઠ ૩૫૧-મૂલ્ય રૂા. ૩૦૦/આ બંન્ને ગ્રંથો નીચેના સરનામેથી પ્રાપ્ત થઈ શકશે. રૂપ માણક ભંશાળી ટ્રસ્ટ, ૧૩ ૧૯, બટાઉ બિલ્ડીંગ, ૪૨/૪૪, બેંક સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૧. ફોન નં. : (૦૨૨) ૬૬૩૭૯૬૪૯. ઉપરના પુસ્તકો ૨૫% ડિસ્કાઉન્ટથી મળશે. પાંચ સેટથી વધુ ખરીદનારને ૪૦% ડિસ્કાઉન્ટથી મળશે. આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ આ બિનસાંપ્રદાયિકતાનેજે, જાળવી રાખવાનું લક્ષ્યમાં રાખ્યું છે. દરેક ધર્મનું માન જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો હક્ક પણ આપ્યો છે. પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પણ કહ્યું છે, ‘બિનસાંપ્રદાયિકતા એ તો આપણા રાષ્ટ્રનો પાયો છે. તેમાં સહનશક્તિ સમાયેલી છે. એમાં તો શાંતિ માટેના અદભૂત પ્રયત્નોનો સમાવેશ થાય છે. આજે જ્યારે ભારત એક પ્રગતિશીલ દેશ તરીકે વિશ્વમાં ઉભરી રહ્યો છે ત્યારે વિવિધતાનો પ્રતિષ્ઠિત વારસો જાળવવો અને દેશની બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવી એ દેશ માટે ઘણો જ મોટો પડકાર છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28