________________
૧૪
જગતમાં! એકવાર રેસ કોર્સ બાજુ ફરીને હું આવતો હતો ત્યારે ચંપાબહેન એમનો બંગલાની આગળ રસ્તા પર, તગારામાં કશાકનો અગ્નિ સંસ્કાર કરી રહ્યાં હતાં. હાથમાં દંડો લઈને તગારામાંથી વસ્તુઓને ઉપર તળે કરી રહ્યાં હતાં. પાસે આવીને મેં પૂછ્યું: 'ચંપાબહેન! આ શેનો પશ?' તો કહે 'ભાઈ! ઠાકરને ઢગલાબંધ કુલ ચઢાવેલાં...વાસી થયાં...મનમાં થયું...બહાર ફેંકી દઉં તો કેવાય લોકોને પગે કચડાય ને આપણને એનું પાપ લાગે...એટલે બે-ત્રમ દિવસ તાપમાં ફુલોને સૂકવ્યાં ને હવે પવિત્ર કરવા પાવકને અંકે પધરાવ્યાં. મેં કહ્યું: ‘વાહ! ચંપાબહેન! શી તમારી સૂક્ષ્મ સમજણ છે, ધન્યવાદ.' મેં મારા એક મિત્રને ચંપાબહેનની આ સૂક્ષ્મ ધાર્મિકતાની વાત કરી તો કહેઃ અનામીજી! હજ તમને ચંપાના ‘ત્રિગુણની કશી જ ગતાગમ નથી! આ જ ચંપાબહેન એક હાઈસ્કૂલમાં નોકરી કરે. ચાલીસ રૂપિયાના ભાડાના મકાનમાં રહે. એ મોટા મકાનમાં બીજા પણ પાંચેક ભાડૂતો-મકાન માલિકને એમના મકાનની અનિવાર્યતા જણાઈ-બીજા ભાડૂતોએ આછું-પાતળું સમાધાન કરી મકાનનો કબજો આપી દીધો પણ આ ત્રિ-ગુશી' ચંપા મહેતાએ મકાન માલિક પાસેથી ઘર ખાલી કરવાના આઠ લાખ રૂપિયા ઓકાવ્યા! ને પેલા મકાન માલિકને પણ એમના યજ્ઞમાં હોમી દીધો! આવી છે એમની ‘યાજ્ઞિક ધાર્મિકતા!”
પ્રબુદ્ધ જીવન
સપ્ટેમ્બર, ૨૦૦૯
ભૂલી પડેલી એક ભામિનીએ તો અગ્નિનો આશ્રય લીધો છેઃ તો આ છે કામુક ધાર્મિકતા !
'ગ' એટલે પવિત્ર અને એ માસમાં આવો શ્રાવણ માસ પણ પવિત્ર. ધર્મ પવિત્ર, સંસ્કૃતગિરા પણ પવિત્ર...તો આવા પવિત્ર માહોલમાં એક યુનિવર્સિટીની એક ફેકલ્ટી..જ્યાં સંસ્કૃત ધ્વારા ધર્મનું શિક્ષણ અપાવવામાં આવે છે ત્યાં એક પ્રોફેસર સાહેબે પચાસ હજાર રૂપિયાની લાંચ લીધી એવા ડુંગર-મોટા અક્ષરોમાં વર્તમાન પત્રોમાં સમાચાર છે. અને આવડી મોટી રકમ આપનાર શિષ્યો કોણ છે ? તો આશ્ચર્યની વાત તો એ છે કે એ બે શિષ્યો મારા-તમારા જેવા કોઈ સંસારી નથી પણ અમુક સંપ્રદાયના-જે સંપ્રદાયે ગુજરાતમાં ઊંડાં મૂળ નાંખ્યાં છે, તેના બે સાધુઓ-ભગવાં વસ્ત્રધારી છે. લાંચ લેનાર ને દેનાર બંનેય દોષિત છે. પ્રોફેસરને યુનિવર્સિટી તરફથી તગડો પગાર મળે છે ને ટ્યૂશન કરવાની પરવાનગી નથી તો ય અર્ધો લાખ અંકે કર્યા! પેલા ‘સાધુ-શિષ્યોને ઉત્તીર્ણ થવાની કે સારી શ્રેણીમાં ઉત્તીર્ણ થવાનો લોભ-સ્વાર્થ એટલે ગુરુશિષ્યની આ ઠેલંઠેલી. ડોકે પચાસ મણનો પાણ-પહા...કોણ તરે કે તારે? આગને બૂઝાવનાર પાણીમાં જ જ્યાં આગ લાગે ત્યાં? એક ડાળ પર ઉલ્લુ હોય તો સમજ્યા જાણે...આ તો ઉદ્યાન-વૃક્ષની પ્રત્યેક ડાળે ઉલ્લુઓના અડ્ડા છે! આને કંઈ ધાર્મિકતા કહીશું ? કૃતક કે અધાર્મિક ધાર્મિકતા?
આ તો મારા સ્વાનુભવના કેટલાક નમૂના રજૂ કર્યાં, બાકી જીવન જગતમાં અનેક ક્ષેત્રોમાં આષીય ભયંકર નમુના હાથ લાગે તો નવાઈ નહીં. આ તો પાશેરામાં પહેલી પૂણી છે.’
આપણે બધા ધર્મના શાલિગ્રામથી સ્વાર્થની ચટણી વાટી ખાનાર છીએ. ચર્ચામાં ધર્મનો વિતંડાવાદ કરવામાં પૂરા, વ્યવહારમાં ધર્માનુસાર જીવન જીવવામાં સાવ અધૂરા. આપણને સારા દેખાવાનું, કહેવડાવવાનું ગમે, સારા થવાનું અબોખે પડે ! દિન-પ્રતિદિન મૂલ્યોનો હ્રાસ કરનાર આ અભાગીયા દેશમાં કોઈ કોઈને ટોકનાર, પડકારનાર રહ્યા નથી. પોલિસ, કોર્ટ ને જેલમાં બધું જ આવી ગયું! સંસદને કોર્ટ લલકારે, કોર્ટને સંસદ પડકારે. આવા લલકાર પડકારના માર્કોલમાં કોણ ઉતરે, કોણ ઉદ્ધાર ? ધર્મ સમાજ અને રાજકારણમાં પેંધી પડેલા પીજ્જુઓને કારણે પ્રજા-જીવન ૫૨ થતો અત્યાચાર લાચાર રીતે આપણે જોઈ રહ્યા છીએ. સહન કરીએ છીએ. આજે જન્માષ્ટમીને પવિત્ર દિવસે, સહસ્ત્ર-ફેણા ફૂંકવે જ્યમ ગગન ગાજે હાથિઓ’-એવા સમાજને અનેક ક્ષેત્રોમાં અો જમાવીને બેઠેલાં કાલીયનાગોને નાથવા માટે કૃષ્ણ-જન્મની પ્રતીક્ષા કરીએ.
રસિકભાઈ જિતભાઈ પટેલ, 12 નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.
એકવાર મારે ઘરે, સંધ્યાકાળે, મુંબઈના ત્રણ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આવ્યા. એમની કંપનીઓના નામથી હું પરિચિતને આવીને મને પૂછેઃ તમે સાહિત્યકાર છો તો ‘પેલા' સાહિત્યકાર નામીચા સાહિત્યકારને તો જાણતા જ હશો. એમ કહી એ ભાઇનું નામ દીધું. મેં કહ્યું: “એમને તો આખા ગુજરાતમાં કોણ ન જાણે ? પણ આ બધું કહીને તમારે એમનું કામ શું છે? તે કહેઃ તમારે એમની સાથે કેવોક સંબંધ છે? મેં કહ્યુંઃ ‘તાલી–મિત્રનો.’ એ પછી ત્રણમાંના એક ભાઈ બોલ્યાઃ જુઓ પ્રોફેસર સાહેબ! તમારા એ ‘તાલી-મિત્ર’ અમારી ગુરુપત્નીને ફોસલાવી–ભરમાવી ભગાડી ગયા છે. અમારા ગુરુપત્નીને એની ચુંગાલમાંથી છોડાવવા માટે અમારે તમારી મદદની જરૂર છે.' મેં એમને પૂછ્યુંઃ ‘હાલ એ ક્યાં છે એની તમને જાણ છે? તો એમણે હવા ખાવાના એક પ્રખ્યાત સ્થળનું નામ દીધું. મેં એમને આખરી ફેંસલો જણાવી દીધું. 'ભાઈઓ! તો છાનામાના મુંબઈભંગા થઈ જાવ, આ પાણીએ મગ ચઢે તેમ નથી...કારણ કે જે હવા ખાવાના ચળનો ને જે સાહિત્યકારના નામનો આપે ઉલ્લેખ કર્યો ત્યાં કેવળ તમારાં ગુરુપત્ની જ નથી પણ ધાર્મિક અંચળો ઓઢેલી એક વિદૂષી સંન્યાસીની પણ છે જે તમારી ગુરુપત્નીની જેમ એમના માયાવી ચક્રાવામાં ફસાયેલાં છે. ધર્મ અને અધ્યાત્મની બડી બડી બાતો કરી એ નટખટે અનેક નારીઓને ફસાવી બરબાદ કરી છે...એની ભૂરકીમાં