________________
૧૬
અમને જણાયું કે અમારા બેઉના શોખ અમારી રૂચિના વિષર્થો-એકસરખાં જ છે. અમારી વાર્તા ચાલે ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ વિશે, કોઈ સારી કવિતા વાંચી હોય કે ગઝલ સાંભળી હોય તો તેના પર ચર્ચા ચાલે, કોઈ સારું નાટક આવ્યું હોય કે મુશાયરો યા કવિ સંમેલન હોય તો તેમાં સાથે હાજરી આપવાના કાર્યક્રમ ગોઠવાય, પ્રેમપુરી આશ્રમમાં કયા સંત મહાત્માઓના પ્રવચનો કે ભક્તિ સંગીતના કાર્યક્રમો સાંભળવા જેવા છે તેની વાતો થાય. આમ અમારી મૈત્રી બહુ જામી. કહેવાય છે ને કે ‘સમાન શીલ વ્યસનેપુ', સરખે સરખા વચ્ચે જ મૈત્રી શોભે અને નભે,'
પ્રબુદ્ધ જીવન
પોતાની વાક્ચતુરાઈ કે.પી.ને જેમ જીવનવીમાના ક્ષેત્રમાં ઉપોગી થઈ તેમ એક બીજા ક્ષેત્રમાં પણ ખૂબ કામ લાગી સમાજસેવાના કાર્યો માટે ફંડફાળો એકઠો કરવામાં, જૈન યુવક સંઘ જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપે, માંદગીમાં દવાદારૂની મદદ કરે. આને માટે કેપીએ ખૂબ પૈસા ભેગા કર્યા અને યોગ્ય જગ્યાએ મદદ પહોંચાડી લોકોની જિંદગી સુધારી અને ઘણાંના આશીર્વાદ મેળવ્યા. જાણીતા ક્રિકેટર વિજય મરચંટની રાહબરીમાં ચાલતા ‘નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ'ને માટે પણ કેપીએ ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું. અંધજનો માટે બ્રેઇલ લીપીમાં પુસ્તકો તૈયાર કરવામાં ઘણી સહાય કરી. અંધજનો પ્રમાણિકપણે અને સ્વમાનભેર રોજી રળી શકે તેને માટે તેમણે મુંબઈ શહેરમાં ઠેરઠેર ટેલિફોન બૂથ ઉભા કર્યાં. અને છેલ્લે છેલ્લે 'સ્વયંરોજગાર યોજના'નો વિચાર તો એમનો પોતાનો મૌલિક જ હતો, જે હજી આજે પણ સરળતાપૂર્વક ચાલી રહ્યો છે અને અસંખ્ય લોકો આ યોજના હેઠળ લોન મેળવી નાના-મોટા ધંધા સ્વતંત્ર રીતે કરે છે. અને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.
વાક્પટુતા તેમજ અત્યંત મિલનસાર સ્વભાવને લીધે કેપીએ પયુંષણ વ્યાખ્યાનમાળાનું આયોજન પણ વર્ષો સુધી ખૂબ સફળતાપૂર્વક કર્યું. આને લીધે કેપી જૈન સમાજની ખ્યાતનામ વ્યક્તિઓ જેવી કે સર્વશ્રી પરમાનંદ કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ શાહ, રમણલાલ શાહ, દીપચંદ ગાર્ડી વિગેરેના પરિચયમાં આવ્યા પણ કોઈ દિવસ આ ઓળખાણોનો લાભ લેવાનો વિચાર પણ નથી કર્યો. ઉલટું સમાજસેવાના કાર્યમાં એમની જેટલી મદદ લઈ શકાય તેટલી લીધી.
સપ્ટેમ્બર, ૨૦૦૯
દીકરીઓનું સાત-આઠ વર્ષના ટૂંકા ગાળામાં કરૂણ સંજોગોમાં મૃત્યુ, મોટો દીકરો જેણે જીવનવીમાનો ધંધો બહુ હોંશિયારીથી સંભાળી લીધો હતો તે લ્યૂકેમીયા જેવા અસાધ્ય રોગમાં સપડાયો અને ૪૭ વર્ષની યુવાન વયે મૃત્યુ પામ્યો. વિચાર તો કરો કે એક પિતાએ પોતાના દીકરાનું મૃત્યુ જોવું કે જેના પર તેણે પોતાની સમસ્ત આશાઓ રાખી હોય એ કેટલી કણ બીના છે!! એ તો એ જેણે ભોગવ્યું હોય તે જ જાણે. અને છેલ્લે હજી જાણે કે કંઈ બાકી હોય તેમ પ્રિય જીવનસંગીની, સહધર્મચારિણી પત્ની અલ્ઝાઈમર જેવા રોગનો શિકાર થઈ.
પણ સાચું જ કહેવાયું છે કે ભગવાન આવી વ્યક્તિઓની જ આકરામાં આકરી કસોટી કરે છે. એમના કૌટુંબિક જીવનમાં એક પછી એક જે આઘાતો એમણે સહન કર્યા છે તે સાંભળીને ગમે તેવા કઠોર હૃદયના માણસનું દિલ પણ દ્રવી જાય. બે જુવાનજોધ
અને વિધિની વિચિત્રતા તો જૂઓ કે જેણે અંધજનો માટે આટલું સરાહનીય કામ કર્યું તે પોતે જ પાછલી ઉંમરમાં બેઉ આંખની દૃષ્ટિ ગુમાવી બેઠા, હોંશિયારમાં હોંશિયાર ડૉક્ટરોના લાખ પ્રયત્નો છતાં તેઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા. આ વિષય પરિસ્થિતિ પણ હસતે મોઢે સ્વીકારી લીધી. લાચારીથી હાથ જોડીને બેસી રહેવાને બદલે આ સમયનો પણ સારામાં સારો ઉપયોગ કર્યો-સંત મહાત્માઓના ધાર્મિક પ્રવચનોની કેસેટ સાંભળીને-ઓશો રજનીરાના ચુસ્ત ભક્ત તો હતા જ એટલે ઓશોના પ્રવચનો તેમ જ બીજા જૈન મુનિઓના પ્રવચનો સાંભળવા એ એમની મનગમતી પ્રવૃત્તિ થઈ પડી અને અંધત્વ એક બોજ બનવાને બદલે આધ્યાત્મિક અનુભવનું સાધન બન્યું.
જીવન પ્રત્યેના આવા અભિગમને લીધે જ ગમે તેટલા વિકટ અને વિપરિત સંજોગોમાં પણ હંમેશાં આનંદમાં રહ્યા. પ્રભુ જે સ્થિતિમાં મુકે તે હસતે મોઢે સ્વીકારી લેવી. એ જાણે કે એમના જીવનની ફિલસૂફી હતી. એક બહુ વિખ્યાત કવિની ખૂબ જ જાણીતી પંક્તિઓ એ મને વારંવાર સંભળાવે ‘ગુજારે જે શીરે તારે જગતનો નાથ તું સહેજે; ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે.' જીવન પ્રત્યેના આવા વિધેયક વલાને લીધે જ એ હંમેશાં નિજાનંદમાં મસ્ત રહ્યા. કોઈ સામે મળે ને પૂછે ‘કેમ કેપી કેમ છો ?’ તો જવાબ મળે 'આનંદ'. 'મામાં', 'ઠીક છે', 'ચાલે છે' એવા ઢીલા-પોચા જવાબો નહિ પણ ‘આનંદ’-બસ નિર્ભેળ આનંદ! ને આનંદ પા એવા રણકા સાથે બોલે કે એમને અંતરનો આનંદ હશે જ, સાત્ત્વિક આનંદ હશે જ એવી પ્રતીતિ આપણને થાય. અને એ ‘આનંદ' પણ કેવો ? જેવો તેવો નહિ પણ છોછલ આનંદ.
આવા છલોછલ આનંદથી ભરેલા આત્માની સદ્ગતિ માટે આપણે આપણી હૃદયપૂર્વકની, ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ.
ફોન નં. (૦૨૨) ૨૩૮૦૬૯૨૬,
વનનો સૌથી સુંદર ઉપયોગ કરવાનું જ્યારે આપો જાણવા લાગીએ છીએ, ત્યાં સુધી તો આપણે આપણી જ ખરી જિંદગી ગુમાવી દર્દી હોય છે.