________________
પ્રબુદ્ધ જીવન
(3)
તા. ૧૬ જુલાઈ ૨૦૦૯ના પ્રબુદ્ધવનના એક નં. ૭માં ‘વિહા૨ : માર્ગ અકસ્માત અને આધુનિકતા'ના શીર્ષક હેઠળ આપના તંત્રીલેખમાં ઉપરોક્ત વિષયે આપશ્રીના દીર્ઘ મનન અને મંથનના પરિપાક સ્વરૂપે આપને ઉદ્ભવેલા, જૈન ધર્મને લગતા પ્રાણપ્રશ્નોના સર્વ જૈન બંધુના સર્વગ્રાહી વિચારો જાણવા, પત્રચર્ચાના આમંત્રણના પ્રતિભાવરૂપ આ વિનમ્ર પત્ર (ખુબ જ સંક્ષેપમાં) લખી, મારા જેવા અસર્કિવા મુઢને મનન અને મંથન કરવાની તક આપવા બદલ હું આપનો અંતરથી આભાર માનું છું અને સર્વ જનો પ્રત્યે અહોભાવ પ્રકટ કરું છું. તમારું આ કાર્ય ખૂબ જ પ્રશસ્ય છે અને જૈનધર્મને ઉપકારક પણ છે જ.
(૧) જૈન સાધુ-સાધ્વીઓના આચારો અને પાદવિહાર. આધુનિક વાહન વ્યવહારની સગવડો વિના છેવાડાના નાના નાના ગામોમાં જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર થવાની અતિ આવશ્યક પ્રવૃત્તિનો થંગ રૂંધાય જાય છે. સાધુ-સાધ્વીઓની ઘટતી જતી સંખ્યા આમાં
વધારો કરે છે.
૨૦
બન્ને વાતો ખૂબ જ સુસંગત, તાર્કિક અને સત્યરૂપી આભાસ ઉત્પન્ન જરૂર કરે છે. પરંતુ સત્યના પ્રાણ-આત્મા વગરની હોવાના કા૨ણે સર્વ આભૂષણોયુક્ત સૌંદર્યવાન અને ચિત્તાર્ષક છે. સંગ્રહાલયમાં રાખેલી સૌંદર્યપ્રતિમા જેવી છે. જે સાધુ-સાધ્વીઓના આચારો, ખુદ ભગવાન મહાવીરે પ્રણિત અને પ્રમાણિત કરેલા છે તેના ભોગે સ્વીકારવામાં પક્ષીને ઉડાડવા મણિરત્નનો ઉપયોગ કરવા જેવી જ વિચારવિહિન લાગે છે. પદાર્થના નાનામોટા પ્રમાણને અવગણીને પદાર્થમાં રહેલા અદ્ભુત (સત્વ'ને) સદ્ગુોને પ્રાધાન્ય આપવું ઘટે. સાધુપદ ગ્રહણ કરતાં પહેલાં જ આ કઠિન અને વિકટ પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ સાધુ-સાધ્વીઓને હોય છે જ; હવે સગવડો શોધવી એ શું આત્મવંચના નથી? આધુનિકતાનો સ્વીકાર કરી, જૈન ધર્મના મૂળ તત્ત્વો અહિંસા વગેરેની અવગણના કેમ થાય?
સપ્ટેમ્બર, ૨૦૦૯
રથયાત્રા, વૈભવી સામૈયા, દૂધપૂજા, સોનાચાંદીની વરખનો ઉપયોગ, મોંઘી કંકોત્રીઓ, મોંઘા કાગળ વાપરી છપાતાં પુસ્તકો, તપ કર્યા પછી ભવ્ય ઉત્સવો, વિવિધ પ્રકારની (આપશ્રીએ વર્ણવેલી) પ્રવૃત્તિઓ તો જૈન ધર્મની સાધનાનો છંદ જ ઉડાવી દે છે. અપરિગ્રહ જૈનધર્મનાં પાયાના સિદ્ધાંતોમાંનો અગત્યનો મુખ્ય સિદ્ધાંત છે. મોટા મોટા શહેરમાં ઉપાશ્રયને બદલે આધુનિક ફ્લોટોમાં રહેવું, તેની માલિકી ધરાવવાના અને બૅન્કોમાં ખાતા ખોલવવાના કાર્યો સાધુમાંથી ધનકુબેરો જ બનાવશે. જૈન ધર્મ, બચાવો, બચાવની કતલખાને લઈ જવાયેલા પ્રાણીની જેમ તરફડીયા મારતા, ભયભીત થઈ, બૂમો પાડે છે. ક્યાં ગયા જૈનધર્મના પુણ્યાત્માઓ, શ્રેષ્ઠીઓ, ભામાશાઓ.
(૫) માત્ર હું જ સાચી નહિ પણ તમે પણ સાચા હોઈ શકો છો. આવી આકાશ જેવી વિશાળતાઓ, ખુલ્લાપણું અને અપ્રતિમ સહિષ્ણુતા, આ જૈન ધર્મના પાયા છે. દુનિયાના અતિ અલ્પ ધર્મોએ આવી મહામુલ્ય ભેટ વિશ્વને આપી હશે.
(૬) વિશ્વના મહાન ધર્મોમાં જેની માન-સન્માન અને અહોભાવથી ગણના થતી હોય તેવા આ જૈનધર્મના અનુયાથીઓ, જૈનધર્મીઓની (વસતીની ગણત્રીએ) સંખ્યા અતિ અલ્પ છે. એનું મુખ્ય કારણ અહિંસા, તપ, અસ્તેય, અચૌર્ય અને અપરિગ્રહના આકરા ધોરણને પાળતા, ખૂબ જ સૂક્ષ્મપણે આ બધા પાયાના સિદ્ધાંતોને અતૂટ અને અખંડ શ્રદ્ધાથી પાળનારાઓ જ છે. આવો અપ્રતિમ ધર્મ અનંતા કાર્યો પર્યંત ધબકતો અને વર્ધમાન થતો રહે એ જોવાની દરેક જીનધર્મીની પવિત્ર ફરજ છે. (જો આપણે પ્રભુ મહાવીરના સુપુત્ર-સુપુત્રીઓ કહેવડાવવા માગતા હોઈએ તો !)
(૭) સાધુપદ ગ્રહણ કર્યા પછીના તરતના પાંચ વર્ષો દરેક સાધુ સાધ્વીએ દૂર દૂરના નાના નાના ગાર્મામાં, જૈનધર્મ પ્રરુપેલા આચારધર્મનું પાલન કરવામાં તથા જૈન ધર્મના શાસ્ત્રો અને સાહિત્યના અભ્યાસ, મનન અને મંથન કરવામાં ગાળવા જોઈએ.
(૨) આચાર ખોઈને પ્રચાર કરવાનું કામ ખોટું છે. સંત જેથી આવા સ્થળે વસવાટ કરતા ભવ્યાત્માઓ પણ આ જૈનધર્મમાં વિનોબા.
યથાયોગ્ય અભિરૂચિ અને શ્રદ્ધાનો ઉદય થતાં ધર્મમાં ઉર્ધ્વગમન કરતાં કરતાં કાળાંતરે અરિહંત પદને પામે,
(૩) તેરાપંથી સમગ્રી વર્ગ તથા મહાત્માશ્રી વીરચંદ ગાંધી જેવા જ્ઞાનીઓનો મોટો સમૂહ ઉત્પન્ન કરવાની સાંપ્રત સમયને તાતી જરૂર છે. એ દિશામાં અથાગ અને અવિરત પ્રયત્નો ખૂબ જ ઉપકારી નીવડશે.
ક્ષતિઓ ઉદારભાવે અવગણો. જય જિનેન્દ્ર, જય મહાવીર ગુણવંત બી. શાહ,
૧૦, લક્ષ્મીદર્શન, બજાજ રોડ, વિલેપાર્લે વિસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬, ટેલિ : ૯૯૬૯૯૫૭૪૩૫.
(૪) આજના સાધુ-સાધ્વીઓના આધુનિક આચારો, જેવા કે ધન એકત્રિત કરવાની લાલસા, વાસના, ધનનો ઉપયોગ અને (આ વિષય પરત્વે વધુ ચર્ચા પત્ર આવકાર્ય છે, જે હવે પછીના સાચવણી માટે અસંખ્ય કષાયોનો જીવનમાં પ્રવેશ, વૈભવી અંકોમાં પ્રગટ થશે. -તંત્રી) જીવનનો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ.