Book Title: Prabuddha Jivan 2009 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન ત્રણ-ત્રણ!' ભીખાએ આશ્ચર્યથી ગિરજા સામે જોયું અને પૂછ્યું, ‘ગિરજા, ખોટી હાંક નહીં. કહે મને કયા ત્રણ જીવ બચાવ્યા તેં ?' ‘તારો, મારો અને પેલા વાંદરાનો.' ભીખાને લાગ્યું કે ગિરજો મશ્કરી કરે છે. જેમ કોઈ ગામડિયો શહેરીની મશ્કરી કરે તેમ. તેથી એણે કહ્યું, “મને બુઠ્ઠું બનાવીશ નહીં. હું પણ ગામડામાં જ જન્મ્યો છું અને મેં ય ગામડાંના પાણી પીધાં છે, સમજ્યો ?' 'તો સાંભળ મારી વાત. જાંબુડીના ઝાડ પર વાંદરો ભયભીત થઈને ચોંટી ગયો હતો. જો એને પથરો માર્યો ન હોત તો કૈંક મારવાનું અને સૂઝત નહીં. આ વાંદરો જ્યાં સુધી ઝાડ પર બેસી રહે, ત્યાં સુધી નાર આપણા રસ્તાની વચ્ચેથી દૂર જાત નહીં અને એમાંય જો ભોગૈજોગ આપણા પર નજર પડી ગઈ હોત તો આપણો પીછો કરત. આથી મારા પથ્થરના થાને મુંઝાયેલા વાંદરાને મતિ સુઝાડી અને મરણિયો જીવ બધું કરે – એ રીતે એ જમીન ૫૨ પડ્યા પછી જોરથી કૂદીને ઝાડ પર ચડી ગયો અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને દૂર જતો રહ્યો. આપણા રસ્તાની વચ્ચે ઊભેલા નાર રસ્તો છોડીને એની પાછળ ગયા. હવે વિચાર, વાંદરાને ભાગી જવાનું મળ્યું એથી એ બચ્યો અને નાર એની પાછળ ગયા તેથી આપણે બે બચ્યા.’ ભીખો ગિરજાનો ખુલાસો જોઈને ખુશ થઈ ગર્યા. 'વાહ મારા દોસ્ત!' કહીને એને ગળે વળગી પડ્યો, પણ ગિરજાએ કહ્યું, ભીખા, તેં દયાની વાત કરી, પણ તારી દયા એ તો નબળાની દયા લાગે છે. મેં ઘુવડને પથરો માર્યો એ તને ગમ્યો અને વાંદરાને માર્યો એમાં તો તું ચિડાઈ ગયો. આવું હોય ? આપણને ગમે તે સારું, આપણને ન ગમે તે નઠારું તેમ ન હોય! આપણો દુશ્મન તે સહુનો દુશ્મન!' ભીખાને પોતાના મિત્રની વાત સમજાઈ. બને એકશ્વાસે નિશાળ તરફ દોડ્યા. ગઈ કાલ સાંજના ભૂખ્યા હતા, તોય ભૂખ યાદ આવી નહીં. રાત્રે પૂરું ઊંઘ્યા નહોતા, તોય આળસ ચડી નહીં. સવારે ઊઠીને હાથ-મોં ધોયાં નહોતાં, તોપણ એની પરવા નહોતી. ગિરજા અને ભીખાને તો ઝટ નિશાળે પહોંચવું હતું. એમણે જોયું તો દૂરથી પરમાધામી (મૉનિટ૨) ચાલ્યો આવતો હતો. બંને મિત્રોને એ સાક્ષાત્ યમદૂત જેવો લાગ્યો. એના દારુણ પંજામાંથી બચવા માટે બંને બાજુના રસ્તેથી છટકી ગયા અને નિશાળે પહોંચી ગયા. ભીખા અને ગિરાને નિશાળમાં અને ઘરમાં થોડી સજા થઈ, પરંતુ એમણે માર્શેલી મજાની તોલે એ કંઈ વિસાતમાં નહોતી. વળી, એ દિવસોમાં નિશાળમાં બધે જ ચોર-ડાકુ અને બહારવટિયાની વાતો થતી હતી. ભીખાએ દાદાની પાસે ચોર-બહારવટિયાની વાર્તા સાંભળી હતી. અને વિશે મનમાં કેટકેટલી થનાઓ કરી હતી. અને એથી જ બધા ગોઠિયાઓ બહારવટે ચડેલા મીરખાંની વાત સપ્ટેમ્બર, ૨૦૦૯ બ્રીજોટ બંદૂકો છે. એની સાથે એની દીકરી યે બહારવટે ચડી છે રોજ એક ગામ ભાંગે છે. ભરી બજારે દાયરો (ડાયરો) જમાવે છે, કસુંબા-કાવા લે છે, થેપારીના ચોપડા બાઈ છે. અને મુખી-મતાદારનાં નાક-કાન કાપે છે. આવી કેટલીય કલ્પનાઓ મીરખાં વિશે ચાલતી હતી. ગામઠી ધૂળિયા નિશાળમાં બાળકો રોજ આવી વાતો કરતાં અને નવી નવી કલ્પનાના પતંગ ચગાવતા. કરતા હતા. કોઈ કહેતું કે એની પાસે પાણીપંથા ઘોડા છે. જોજનવેગી ઊંટ છે. બાર-બાર અને પંદર ભડાકા કરે એવી વિલાયતી ગામમાં કોઈ નાનીશી ઘટના બનતી, તો પણ દુનિયા આખી ડોલતી લાગતી ચારે અને ચોટે એની જ વાતો થતી સાંજ પડે ગામગપાટામાં એનું મીઠું-મરચું ભભરાવીને વિશ્લેષણ થતું. વાત ભલે નાની હોય, એની રજૂઆત હાથીનું પેટ ફાડી નાખે તેવી રીતે થતી હોય. ગામમાં બનતી ઘટનાઓની વાર્તા ગ્રામજનોને કથારસનો ભરપૂર આનંદ આપતી હતી. એમાં અતિશયોક્તિનું ઉમેરણ કરીને કરુણરસ કે શૌર્યરસના ઘેરા રંગો પૂરવામાં આવતા હતા. વરસોડા ગામનો રસ્તો ખરાબ થઈ ગયો હતો. એની મરામત કરાવવા માટે જેલના કેદીઓને લાવવામાં આવ્યા. ગામ આખું આ કેદીઓને જોવા ભેગું થયું, પર્ગ જંજીર અને હાથે બેડી જડેલી, શરીર પર જાંગિયો કે ચડ્ડી અને માથે ધોળી ટોપી. (ગાંધી ટોપીનું સર્જન એ પછી થયું.. ભીખાના એક ગોઠિયાએ કહ્યું, ‘અરે ભીખા, ચોર તે કંઈ આવા હોતા હશે ? આ બધાને તો આપણાં જેવાં જ હાથ-પગ, નાક-કાન અને આંખો છે. આ તો આપણા જેવા લાગે છે, ચોર નથી." વાત પણ સાચી હતી. ભીખાની અને એના ગોઠિયાઓની ચોર વિશેની કલ્પનાસૃષ્ટિ અનોખી હતી. એ માનતા કે ચોરના પગ તો ઊંટ જેવા ઊંચા હોય છે, જેથી એ નિસરણી મૂક્યા વિના ગમે તેટલા માળ પર ચડી શકે છે. એના હાથ રબારીની વાંસી (દાંતરડા જેવું ફળ બેસાડેલો લાંબો વાંસ જેવા લાંબા અને ધારદાર હોય, જો આવું ન હોય, તો મેડી પર, માળિયા પર, છજા પર, ઝરૂખાં પર પહોંચી જાય કઈ રીતે અને કઈ રીતે પેટી, સંચ (ભીંત કે પટારા વર્ગમાં રાખેલું ગુપ્ત ખાનું) કે પટારો ખોલીને એમાંની માલમિલકત લઈ જાય? કોઈ ગોઠિયો તો વળી કહેતો કે આ ચોરની આંખો તો બિલાડી જેવી હોય, જે રાત્રે પણ દિવસ જેવું જોઈ શકતી હોય ! એના હાથના પંજા વરુ જેવા નહોરવાળા અને એના દાંત હાથીના દંતશૂળ જેવા હોય. નિશાળના ગોઠિયાઓએ જ્યારે રસ્તાનું સમારકામ કરતા ચોરોને જોયા ત્યારે એમના હસવાનો પાર રહ્યો નહીં. એમણે મનોમન ગાંઠ વાળી કે નક્કી, આ સિપાહીઓને કોઈના ૫૨ દાઝ ચડી હશે એટલે કોઈ ભળતાને પકડી લાવ્યા લાગે છે. બાકી, આવા માયકાંગલા ને કઈ ચોર હોય ? (ક્રમશઃ) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. (૦૭૯) ૨૬૬૦૨૬૭૫. મોબાઈલઃ ૦૯૮૨૪૦૧૯૯૨૫.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28