Book Title: Prabuddha Jivan 2009 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ સપ્ટેમ્બર, ૨૦૦૯ વિના સમાજને માત્ર આપે છે. બીજાને તકલીફ આપ્યા પછી વ્રત કે ઉપવાસ કરીને પાપ ધોઈ શકાય નહીં. દૈવી શક્તિ, ચમત્કાર અથવા અંધ વિશ્વાસને જૈન ધર્મમાં સ્થાન નથી. આ ધર્મ માત્ર ભક્તિ કેન્દ્રિત નથી પણ નૈતિકતાભર્યો વ્યવહાર અગત્યનો છે. (ડૉ. નરેન્દ્ર જૈન ભારત સરકારના વિદેશ સચિવ રહી ચૂક્યા છે. તેઓ યુરોપીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને નેપાળમાં પણ ભારતના રાજદૂત રહી ચૂક્યા છે.) XXX સામ્યવાદી ચીનમાં ગુરુ કોશીયસના ઉપદેશ અને બૌદ્ધ ધર્મની પરિષદની પરવાનગી પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૮-૨૦૦૯ ધર્મ અને અર્થ' એ વિશે વ્યાખ્યાન આપતાં ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે અમેરિકામાં એક્ઝીક્યુટીવોને માનસિક તાણથી બચવા ગીતાના શ્લોક શીખવવામાં આવે છે. સામ્યવાદી ચીનમાં પ્રાદેશિક અસમાનતા ને ઈર્ષ્યાને કારણે થતાં તોફાનોને નિવારવા ગુરુ કોન્ફ્યુશિયસના ઉપદેશોની છૂટ અપાય છે. ત્યાં આગામી થોડા સપ્તાહમાં વર્લ્ડ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજાવાની છે તેમાં ભગવાન બુદ્ધના સંદેશનો પ્રચાર થશે. ચીનના સત્તાધીશો માને છે કે ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે ત્યાં શાંતિ સ્થપાશે. આપણા ઋષિમુનિઓએ પૂર્વજન્મના કર્મના ફળ તરીકે જીવનમાં સુખદુઃખ આવે છે, એવું સમજાવ્યું હતું તેથી આપણે ત્યાં આર્થિક અસમાનતા છતાં અશાંતિ ઓછી કે નહીવત્ છે. અમેરિકામાં કોર્પોરેટ ક્ષેત્રના એક્ઝીક્યુટીવોને માનસિક તાણથી બચાવવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો શીખવવામાં આવે છે. તેમાં પ્રભુ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો છે કે તારો અધિકાર કર્મ કરવાનો છે. ફળ આપવાનું અને તે ક્યારે આપવું તે ઈશ્વરના હાથમાં છે તેથી તેની ચિંતા કરવી નહીં પરિણામની ચિંતા ન હોય તો હતાશા આવતી નથી. તેના કારણે તારા કે તાકાને કારણે સર્જાતી માનસિક-શારીરિક બિમારીથી ઉગરી જવાય છે. આધ્યાત્મિકતા અને ભૌતિક સુખો એકમેકના પૂરક છે કે વિરોધાભાસી તે વિશે વિચાર કરવો જોઈએ ને બંને વચ્ચે યોગ્ય સમન્વય સાધવા માટે પ્રયત્ન કરવા જોઈએ (ડૉ. સુબ્રમણ્યમ સ્વામી પ્રખર અર્થશાસ્ત્રી, ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને જનતા પાર્ટીના પ્રમુખ છે.) XXX વેદાંતના તત્ત્વજ્ઞાનમાં જીવન અને ધર્મને સફળ બનાવવાની વાતો છે તા. ૧૯-૮-૨૦૦૯ ‘વેદાંતનું તત્ત્વજ્ઞાન’ એ વિશે વ્યાખ્યાન આપતા ડૉ. નરેશ વેદએ જણાવ્યું હતું કે વેદાંત એક દૃષ્ટિ છે તે વેદોના અંતે આવતું હોવાથી તેને વેદાંત કહે છે. અંતનો બીજો અર્થ દષ્ટિ, સમજ, બાજુ અથવા પાસુ એવો થાય છે. તેમાં સત્યને સમજવાનો પ્રયત્ન થયો છે. ૧૧ જોકે તેમાં લોકોને ખાસ રસ પડ્યો નહોતો. ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસામાં તેની વાત આવે છે. જીવન-ધર્મને સાર્થક બનાવવા માટે કરવાના કર્મોની વાત અને વિગતો તેમાં છે. ઈસ્વીસન પૂર્વે આઠમી સદીમાં શંકરાચાર્યએ એ ભાષ્ય લખ્યું. ત્યાર પછી બાદરાયણ વ્યાસ નામના ઋષિએ તે સૂત્રાત્મક રીતે રજૂ કર્યું હતું. ત્યારપછી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યએ ભાષ્ય રચ્ય હતા. મનુષ્યરૂપે પૃથ્વી ઉપર અવતર્યા પછી પરમ પ્રસન્નતાથી જીવવું અને સફળ કેમ થવું તેમજ જાત, જગત, જીવન અને જગન્નાથ વિશે વિચારણા કરવામાં આવી છે. વેદાંત દર્શનમાં ઈશ્વર કોણ છે તે સમજવાનો પ્રયત્ન થયો છે. આપણાં નવ તત્ત્વદર્શન છે. જેમાં ભારતમાં ઉદ્ભવેલા ધર્મો જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્મ દર્શનનો સમાવેશ થાય કહેવાય છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશિષીક, ઉત્તરમીમાંસા છે. બૌદ્ધ ધર્મના દર્શનના ચાર ભાગ છે. હિન્દુ ધર્મના દર્શનને પટદર્શન અને પૂર્વમીમાંસાનો સમાવેશ થાય છે. તેમાં આપણાં દેહને આનંદની ઝંખના અને પીડા ભોગવવી પડે છે તેમાંથી મુક્ત થવા અંગે તાર્કિક અને સૂક્ષ્મ વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં ચિંતનની મૌલિકતા અને મનોવિજ્ઞાન છે. આ દર્શનનો ત્રકા ભાગ તત્ત્વ મિમાંસા, જ્ઞાન મિમાંસા અને આચાર મિમાંસા છે. તેમાં વર્તન અને આચરણ કેવી રીતે કરવું તેની વિગતો છે. વૈશ્વિક દર્શનમાં પુરુષ અને પ્રકૃતિ તેમજ આત્મા અને અનાત્માના ધર્મોને નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ન્યાય દર્શનમાં તર્કશુદ્ધિ માટેના પ્રમાણની વિગતો છે. (ડૉ. નરેશ વેદ વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક છે અને ગુજરાત તેમજ ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ છે.) (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયેલા અન્ય વ્યાખ્યાનો હવે પછી) ડૉ. રમણલાલ ચી. શાહના નવ પ્રકાશિત ગુજરાતી પુસ્તકો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહના નીચેની વિગત મુજબના બે પુસ્તકો આંઑગસ્ટ ૨૦૦૯માં પ્રગટ થયા છે. (૧) શાશ્વત નવકાર-પૃષ્ટ-૨૬૨ મૂલ્ય રૂા. ૧૫૦/આ પુસ્તકમાં જૈનોના મહાપ્રભાવશાળી નવકાર મંત્રની દશ પ્રકરણોમાં વિગતે ચર્ચા-વિશ્લેષણ છે. (૨) નમો તિત્થસ-પૃષ્ટ-૧૦૨, મૂલ્ય રૂા. ૧૪૦/આ પુસ્તકોમાં જૈન તીર્થ સ્થાનમાં તીર્થ દર્શને ગયેલને થયેલ અનુભૂતિની અભિવ્યક્તિ તેમજ તીર્થ વિગતો છે. ઉપરના બેઉ પુસ્તકો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ખેતવાડીના વર્તમાન કાર્યાલયમાંથી પ્રાપ્ત થશે. પુસ્તક ખરીદનારને ૨૦% ડીસ્કાઉન્ટ મળશે. તેમજ બે પુસ્તકોના પાંચથી વધુ સેટ ખરીદનારને –મેનેજર ૪૦% ડીસ્કાઉન્ટ અપાશે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28