________________
૧૦
પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ આંતરદેશીય લગ્નો પણ વિરલ રહ્યાં નથી.
આપતી નફ્ફટ સ્ત્રી લખ્યું હોય તો પણ ચાલે.
ત્રીજા સભ્યે કહ્યું : આપણી સંયુક્ત કુટુંબ સંસ્થાની જેમ આપણી લગ્નસંસ્થાને પણ દિનપ્રતિદિન લૂણો લાગતો જણાય છે. કેટલાંક લગ્નો તો વર્ણસંકર કોટિનાં હોય છે. મારી જાણમાં એવા કેટલાક વિચિત્ર દાખલા છે કે જાણીને કોઈને પણ આઘાત લાગે. બાલિકાભ્રૂણ હત્યા, સ્નેહલગ્નો અને છૂટાછેડાની સંખ્યા પણ વધતી જાય છે. વિચિત્ર લગ્નની વાત કરું એ પહેલાં એની પૂર્વ ભૂમિકારૂપે એક સત્ય સંવાદ રજૂ કરું છું. અમારા ખેતરમાં કામ કરનાર એક હરિજન મહિલા હતી. ખૂબ બોલકી ને હાજરજવાબી. લગભગ-સાડાછ દાયકા પૂર્વેની વાત છે. વાતવાતમાં એ બહેનને મેં કહ્યું : જુઓ પશીબહેન! હવે તો ઉચ્ચ કોમનો હોય યુવક હિરજન કન્યા સાથે લગ્ન કરે તો સ૨કા૨ અમુક કમ (પાંચ-છ હજાર) આપે છે. તરત જ મારા વિધાનનો વિરોધ કરતાં કહેઃ ના ભા! અમારે એવા રૂપિયા જોઈતા નથી. અમારી કન્યાઓ ઉચ્ચ વર્ગમાં પરણે એટલે અમારી જ્ઞાતિના છોકરાઓને ઉર્મિલા જેઠ રામના પ્રેમમાં છે. એ ચારેય પાત્રો કાંઈ ખોટું કરી વાંઢા રહે. વાણિયા-બ્રાહ્મણ-પટેલની કોઈ કન્યા અમારે ત્યાં રહ્યાં છે એવું જાગૃત અવસ્થામાં તો ઠીક પણ સ્વપ્નેય લાગતું આવવાની છે? આજે પરિસ્થિતિ બદલાઈ છે. ઉચ્ચ વર્ણના ઘણા નથી. બળાપો ન થાય તો બીજું શું થાય?
મારા એક સ્નેહી મિત્રના લગભગ પાંત્રીસ વર્ષના પૌત્રે ચચ્ચારવાર લગ્ન કર્યા છે, છતાંયે પ્રસન્ન દામ્પત્ય-સુખના અનુભવનો અભાવ છે. મારા બીજા એક પ્રોફેસર-મિત્રની કૉલેજકન્યાએ એક વિદેશી છોકરા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ ખબર પડી કે એને ચા૨ સાસુઓ હતી. ને સસરો પુત્ર અને પુત્રવધૂને ઘરમાં રાખવાનું માસિક બારસો રૂપિયા ભાડું લેતો હતો. હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે રહી ચૂકેલાં એક બહેને રડતાં રડતાં આપવીતી જણાવી કે એમના સપૂતે એમના ભાઈની દીકરી સાથે લગ્ન કર્યા છે. અમુક જ્ઞાતિઓમાં એ ચાલે છે પણ આ બહેનની જ્ઞાતિ એમાં આવતી નથી. બીજાં એક વિદૂષી, અતિ શિક્ષિત બહેને એમના બંને સપૂતોએ પ્રેમલગ્ન કર્યા. બાદ કશા પણ છોછ કે દોષભાવ વિના અસ૨૫૨સ એવા સંબંધો કેળવ્યા છે કે–એમની જ ભાષામાં કહું તો સીતા દીયર લક્ષ્મણને પ્રેમ કરે છે
નબીરાઓએ હરિજન કે આદિવાસીની કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. પરદેશમાં પટેલ-લવાણા (ઠક્કર) સાથેનો લગ્નવ્યવહાર તો સામાન્ય થઈ પડ્યો છે. હિંદુ-મુસ્લિમનાં લગ્ન વિરલ છે પણ નથી જ થતાં એમ નથી. આંતરજ્ઞાતિય, આંતરપ્રાંતીય અને
*** ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪
બુદ્ધિના પગલાથી પ્રારંભાતી સુખ-યાત્રા
1 આચાર્ય વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
આ સંસારમાં સુખને તો કોણ નથી ઇચ્છતું ? ભોગ અને ઉપભોગથી ભાગી છૂટેલા યોગી હોય કે ભોગી હોય, આ બંનેનું ધ્યેય તો સુખ જ છે. જેને સુખની અઢળક સામગ્રી મળી હોય, એ શ્રીમંતની આંતરેચ્છાય સુખ જ છે. ઝૂંપડીમાં દિવસો ખેંચતા ગરીબનું સ્વપ્ન પણ સુખ જ છે અને જંગલની વાટે ચાલી નીકળેલા સંતનું ધ્યેય પણ સુખ જ છે. આ બધાની સુખની કલ્પના જુદી જુદી છે, એ વાત હાલ બાજુ પર રાખીએ અને સામાન્ય રીતે સુખની પ્રાપ્તિનો માર્ગ વિચારીએ, તો સૌ પ્રથમ એક સુભાષિતને બરાબર સમજવું જ પડે, સુખને પામવાના માર્ગોની શૃંખલા દર્શાવતું એ સુભાષિત કહે છે:
અભ્યાસની લગન વિના બુદ્ધિ ન મળે, અબુદ્ધ ભાવના ભાવનાનો અધિકા૨ી નથી, ભાવના વિના શાંતિની પ્રાપ્તિ શક્ય નથી. અને અશાંતને તો સુખ ક્યાંથી મળી શકે? માટે સામાન્ય રીતે સુખાનુભૂતિ કરવા શાંત બનવું જોઈએ. અનિત્ય આદિ ભાવનાઓના ભાવનથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી જ
આવી ભાવનાઓ ભાવી શકે છે અને બુદ્ધિની શુદ્ધિ-વૃદ્ધિ તો અભ્યાસ દ્વારા જ મેળવી શકાય છે.
બુદ્ધિથી સુખ સુધીના આ માર્ગને બરાબર પીછાણી લેવા જેવો છે. આ માર્ગના મુસાફર બન્યા વિના કોઈ સુખી બન્યું નથી, બનતું નથી અને બનશે ય નહિ ! માટે આ માર્ગદર્શન પર ખૂબ જ ચિંતનમનન કરવું રહ્યું.
સાચી-ખોટી ચીજની જાણકારી માટે બુદ્ધિ આવશ્યક છે. આમાં જ્ઞાનને આવરનારા કર્મોનો ક્ષયોપશમ તો મુખ્યત્વે આવશ્યક છે જ. પણ આ પછી મહત્ત્વની કોઈ અગત્યતા હોય તો તે અભ્યાસની
લગનની છે. આ અભ્યાસમાં એવી તાકાત છે કે એથી બુદ્ધિનું જાગરણ થાય, અથવા જાગેલી બુદ્ધિ વધુ ને વધુ શુદ્ધિ-વૃદ્ધિ પામે.
આવી બુદ્ધિના બળે જે બુદ્ધ–જ્ઞાની બને, એનામાં જ અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવાની યોગ્યતા પ્રગટ થાય. બુદ્ધિનું ફળ જ ખરી રીતે આ ભાવનાઓનું ભાવન છે. એથી શુદ્ધિ પામેલી બુદ્ધિ તો આ ભાવનાઓના સરોવરમાં જ સતત