Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ સમજવી પડે. સૌથી પ્રથમ અધ્યવસાય શું છે? મન એટલે શું ? તે સમજીએ. દુનિયા જેને મન માને છે તે દ્રવ્યમનની વાતો છે. જેનું મહત્ત્વ અધ્યાત્મના વિકાસમાં માત્ર ૧ ટકા છે. જ્યારે બાકી ૯૯ ટકા જેટલો આધાર ભાવમન ઉપર છે. અધ્યવસાયનો શબ્દાર્થ કરીએ તો અધિ+અ+વસાય. વસ્તુનું ચારે બાજુથી પરિજ્ઞાન જેના દ્વારા થાય તે ચૈતન્યનું પરિણામ તેને અધ્યવસાય કહે છે. પ્રતિક્ષા પરાવર્તનશીલ આપણું જે ભાવમન છે તેને અધ્યવસાય કહેવાય. મનના બે ભેદ છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન. દ્રવ્યમન એ જડ રચના છે. આમાં શરીરમાં ફેલાયેલી નર્વસ સિસ્ટમ છે. મગજનું સેન્ટર ખોપરીમાં છે. આ રચનાને જૈન પરિભાષામાં મન પર્યાપ્તિ કહે છે. આત્મા પોતાની આસપાસના વાતાવરણમાંથી મોવર્ગણા ગ્રહણ કરી દ્રવ્ય મનની રચના કરે છે. જે વિચાર કરવાનું સાધન બને છે. જેમ આંખ એ જોવાનું સાધન છે, આત્મા આખ દ્વારા જુએ છે, આંખ પોતે જોતી નથી તેમ આત્માએ ગ્રહણ કરેલા મનવામાંથી બનેલા મેન દ્વારા આત્મા વિચારી શકે છે. આમ દુનિયાએ જે મનની વિચારણા કરી છે તે આ દ્રવ્યમન દ્વારા થતા વિચાર અંગેની છે. પણ હકીકતમાં જીવના તમામ શુભ-અશુભ કર્મબંધમાં આ વિચારની અસરકારકતા નહિવત જેવી છે. મગજ કે મન વિચારતું નથી પણ આત્મા વિચારે છે. જ્ઞાનતંતુઓનું કેન્દ્ર મગજ અને મગજ કરતાં મન સૂક્ષ્મ છે. મનનો બીજો પ્રકાર ભાવમન છે. ભાવમન એ પરિણાત્મકસંવેદનાત્મક મન છે. ભાવમન એ આત્માનું પરિણાત્મક ચૈતન્યમય પરિણામ છે. પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ મનની સપાટી ઉપર આવતા વિચારો એ પૂર્ણપણે મન નથી જેમ કોમ્પ્યુટરની મેમરીમાં લાખો અક્ષરો પ્રમાણે ડેટા હોય છે પણ સ્ક્રીન પર તો થોડા પ્રમાણમાં જ ડેટા જોઈ શકાય છે. જે પડદા પર દેખાય છે તેટલી જ માહિતી નથી, પણ તેનાથી કરોડ ગણી માહિતી કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રાહેલી છે અને જ્યારે જોવી હોય ત્યારે પડદા દ્વારા જોઈ શકાય છે એમ દ્રવ્ય મન દ્વારા જેટલા વિચારો કરીએ છીએ એટલો જ મનનો વ્યાપાર નથી પા તેનાથી અનંતગણો અધ્યવસાય ભાવ મનમાં ધરબાયેલો રહેલો છે. ભાવમનના બે પ્રકાર છે. (૧) ઉપયોગ મન-જાગૃત મન Cuncious (૨) લબ્ધિ મન-અજાગૃત મન Subconcious. ઉપયોગ મનમાં ૨૪ કલાક મનનું કામકાજ ચાલુ છે. ઉંઘમાં પણ ભાવાત્મક લાગણીઓ થાય છે. સુખની સંવેદના, દુઃખની લાગણીઓ અજાગૃત રીતે થાય છે. આ લાગણીઓ બધી સ્મૃતિપટ ઉપર રહેતી નથી. આ સંવેદનામાં ભળેલા ભાવો રાગ-દ્વેષ-કષાયો વગેરેથી અજાણપણે કર્મબંધ સતત ચાલુ જ હોય છે. વિચારો ગમે તેવા હોય પણ જીવને ચોવીસ કલાક અવિરતિનું પાપ લાગતું હોય છે. દ્રવ્યમન જડ છે પણ કર્મબંધનું કારણ ભાવનમન એટલે જીવના અધ્યવસાયો છે. આ રીતે જોતાં ઉપયોગ મન કે વિચારની વિશુદ્ધિ એ સંપૂર્ણ શુદ્ધિ નથી પણ ભાવાત્મક મનની વિશુદ્ધિ એ સાચી વિશુદ્ધિ છે અને ત્યારે જ મનના માલિક બની શકાય. વિચાર, વૃત્તિ, પ્રકૃત્તિ, પાથની પરિણિતિઓ વગેરે જાણવાથી ભાવમન જાણી શકાય. ઉપયોગ મન કે વિચારો કોઈપણ વસ્તુ સમજવા માટે ઉત્તમ સાધન છે. ઉપોગાત્મક મનમાં જે ગુસ્સો આવે છે તે ખરેખર તો બાહ્ય નિમિત્તોથી આંતરિક લબ્ધિમનમાં ભરાયેલા અસંખ્ય ભાવોમાંથી ગુસ્સાનો ભાવ મનની સપાટી ઉપર આવે છે. નિમિત્તને અનુરુપ લાગણીઓ અંદરના મોટા કોઠારમાં ભરેલા સંગ્રહમાંથી બહાર આવે છે. ક્રોધ, લોભ, અભિમાન વગેરે દોષોના નિમિત્તો મળવાથી તે તે પ્રકારના ભાવો મનની સપાટી ઉપર તરવરે છે. આ ભાવો અંદર પડેલા હતા તેથી ઉલેચાઈને બહાર આવે છે. અંદર રહીને આત્માને સતત કર્મબંધ કરાવે છે. કર્મની લીલા સમજવી અથરી નથી. દિવાળીમાં સાúલિયાના ફટાકડા આંગળીના વેઢા જેવા હોય છે. પણ સળગાવતાં લાંબા લાંબા તાર નીકળે છે. તારામંડળની ટોચ સળગાવો ચારે બાજુ અસંખ્ય તણખા જોવા મળે છે. એટમબોમ્બની દિવેટ સળગાવતાં ભયંકર તારાજી સર્જાય છે એમ ભાવમનમાં એક સંસ્કારનું બીજ વાવ્યું ભલે ઘટના થોડા સમયની દેખાય પણ એ આત્મામાં બીજરુપે પડેલી વિકૃત્તિ આત્માને કર્મરાજા ભવોના ભવ સુધી પોતાનો પરચો બતાવે છે. સાચી સમજણ એ છે કે બીજ વાવવું નહિ અને વાવ્યું હોય તો જાગ્રત રહી પશ્ચાત્તાપ, તપસ્યા જેવા યોગ્ય ઉપાયો લઈ જડ મૂળથી ઉખાડી નાશ કરી દેવો જેથી થોડા પાપબંધના ફળ ભોગવી આત્મા વિશુદ્ધિ બની જાય. હા, સારા સંસ્કારોના બીજ નિરંતર વાવવા, ઉછેરવા, મુનિને ખીર વહોરાવવાના શાલીભદ્રની જેમ સુપાત્ર દાનના સંસ્કાર વગેરે રોપવા જેના મોટા બનેલા વૃક્ષો છેક મોક્ષ સુધી જવાના ગુણોના ફળો જીવને આપ્યા કરે છે. ભવોની પરંપરા તોડવાનો આજ રસ્તો શ્રેષ્ઠ છે. આ વાત સમજવા શાસ્ત્રમાં આપેલા કેટલાક દ્રષ્ટાંતો તપાસીએ. (૧) પ્રભુ મહાવીરસ્વામીના જીવન પ્રસંગો : ૠષભદેવ પ્રભુનો ભરી સભામાં ભરત ચક્રવર્તિના પ્રશ્નનો જવાબ આ સભામાં સૌથી શ્રેષ્ઠ પુણ્યવાન તારો પુત્ર રિચ છે જેના ભાગ્યમાં ચક્રવર્તિપણું, વાસુદેવપણું અને છેલ્લે નીર્થંકર થવાનું શ્રેષ્ઠ પુણ્ય લખાયેલું છે. આ સાંભળી ભરત ચક્રવર્તિ ભાવિ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28