Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન ચાલો! દાદાના દિવ્ય ધામને ઓળખીએ ઘડૉ. અભય આઈ. દોશી શ્રી તીર્થંકર ભગવંતોની પ્રતિમાથી યુક્ત કોઈ પણ સ્થળ એ પરમાત્માનું પવિત્ર ધામ જ છે, પરંતુ એ પ્રતિમા જ્યારે પ્રાચીનપ્રભાવક હોય ત્યારે એ સ્થળને તીર્થનું ગૌરવ પ્રાપ્ત થતું હોય છે. તેમાં પણ જ્યાં ‘ભાવનિક્ષેપ’ એવા જિનેશ્વરદેવોએ વિચરણ કર્યું હોય અથવા તેમની કલ્યાણકભૂમિ હોય એવા તીર્થનો મહિમા તો વિશેષ હોય છે. પરંતુ આ સર્વ તીર્થોમાં ‘તીર્થાધિરાજ’નું અપૂર્વ પદ તો શત્રુંજય ગિરિરાજને જ પ્રાપ્ત થયું છે. આ ગિરિરાજની આવી અપૂર્વ મહિમામયતાનું કારણ આ ક્ષેત્રમાં રહેલું અપૂર્વ સિદ્ધિગતિ દેનારૂં બળ છે. અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીના સમયમાં અનંત જીવોએ આ ગિરિવરનું શરણ સ્વીકારી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી છે. એથી જ આ ચોવીશીના પ્રારંભે યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુ નવ્વાણું પૂર્વ વાર આ ગિરિ પધાર્યા હતા, તેમ જ શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના બીજા બાવીસ તીર્થંકરો પણ આ ગિરિવર પર પધાર્યા હતા. આમ તો, આ ગિરિવરનું ક્ષેત્ર જ મહા મહિમાશાળી છે, પરંતુ ભવ્યજીવોને આલંબન મળે એ માટે શ્રી ભરતચક્રવર્તીએ આ તીર્થ ૫૨ શ્રી ઋષભદેવ પ્રભુની ભવ્ય પ્રતિમા અને ભવ્ય જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. વિવિધ સમયે કાળના અંતરે અંતરે અહીં જિનમંદિરોનો જીર્ણોધ્ધાર થતો રહ્યો છે. અત્યારે સંઘવી શ્રી કર્માશાએ કરાવેલા ઉદ્ધાર સમયના પરમપ્રભાવશાળી શ્રી આદિનાથદાદા ગિરિરાજની મુખ્ય ટૂંકના મૂળનાયકરૂપે બિરાજમાન છે. તીર્થાધિરાજ શ્રી આદિનાથપ્રભુનો મહિમા અપરંપાર છે. પંડિત શ્રી વીરવિજયજી મહારાજે નવ્વાણુપ્રકારી પૂજામાં દાદાનો મહિમા ગાતા કહ્યું છેઃ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ ‘સિધ્ધાલય શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે.' આ અલબેલા આદીશ્વર દાદાનો પરિવાર પણ રાજાધિરાજને શોભે એવો છે. મુખ્ય શિખર પર અનેક જિનમંદિરો શોભી રહ્યા છે. કવિ કહે છે કે, સિધ્ધગિરિ સિદ્ધશિલાની સંકિર્ણતા (ખીચોખીચપણા) અને છતાં સર્વને સમાવવાની વિશાળતા ધરાવે છે. તો અન્ય શિખર પર મુખ્યરૂપે અમદાવાદ તેમ જ મુંબઈના પંદરમા-સોળમા શતકથી ઓગણીસમા શતક સુધીના પરમાત્મભક્ત એવા શ્રેષ્ઠિવર્યોની અનુપમ પરમાત્મભક્તિથી પ્રેરિત થયેલી નવટૂંકો શોભી રહી છે. આ નવ ટૂંકોમાં સંપ્રતિરાજા આદિના પ્રાચીન દેરાસરો તેમજ અદબદજી, અજીત-શાંતિની દેરી આદિ પણ સમાવેશ પામ્યા છે. ગિરિરાજ પર બિરાજમાન મનોહર જિનમંદિરોની શ્રેણી જોઈ ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના સ્તવનમાં ગાયું, ‘ઉજ્જવલ જિનગૃહમંડળી, તિહાં દીપે ઉત્તુંગા, માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંભગ ગંગા.' આ શત્રુજ્ય પર્વત ૫૨ ભવ્ય જિનમંદિરોની મંડળી શોભી રહી છે. જાણે હિમાલયના ભ્રમથી સ્વર્ગગંગા અહીં આવી ઊતરી હોય એવો આ ભવ્ય-રમ્ય દેખાવ શોભી રહ્યો છે. સિધ્ધાચલ ગિરિ પર બિરાજમાન આ જિનમંદિરોની શોભા ભક્તહૃદયને સદા આકર્ષે છે, એટલું જ નહિ, પર્વત ૫૨ બિરાજમાન મંદિરોની નગરી તરીકે અનોખો કીર્તિમાન ધરાવે છે. જૂના સમયમાં તીર્થયાત્રા કરનારા સાધુ ભગવંતો ‘ચૈત્યપરિપાટી’ની રચના કરતા ‘ચૈત્ય’ એટલે મંદિર,‘પરિ’ એટલે ચારે બાજુથી ‘પાટી’ તેની ગણતરી, સ્પર્શના આદિ. આવી રચનામાં તે તીર્થનો મહિમા, તીર્થના મૂળનાયક, અન્ય જિનબિંબોની સંખ્યા, યાત્રા સંઘ સાથે કરી કે એકલા આદિ અનેક વિગતોનો સમાવેશ રહેતો. આવી ‘ચૈત્યપરિપાટી' અથવા ‘તીર્થમાળા'નું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ તીર્થમાળાઓ તીર્થોની તે સમયની પરિસ્થિતિનો ઈતિહાસ માટે મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. આપણને જૈન સાહિત્યમાં સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતીમાં અનેક ચૈત્યપરિપાટીઓ પ્રાપ્ત થાય છે. શત્રુંજ્ય પર્વત સમીપે આવેલા ભાવનગરમાં મુખ્યરૂપે સ્થાયી થયેલી અચલગચ્છના પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વખસાગરજીના શિષ્ય ભાવસાગરજીના શિષ્ય ઝવેરસાગરજીએ શત્રુંજ્ય તીર્થની વારંવાર યાત્રા કરી હતી. વળી તેમના હૃદયમાં વિમલાચલ ગિરિ પ્રત્યે અપરંપાર ભક્તિભાવ રહ્યો હતો. તેમણે શેઠ હેમાભાઈની ભાવનગર પેઢીના મુનિમના સુપુત્ર શ્રી લલ્લુભાઈની પ્રેમપૂર્ણ વિનંતી ધ્યાનમાં રાખી શત્રુંજ્ય ગિરિ પરની વિવિધ ટૂંકોમાં રહેલ જિનેશ્વરદેવોની સંખ્યા વર્ણવતી આ ચૈત્ય પરિપાટી અથવા તીર્થમાળા રચી છે. આ તીર્થમાળા કેવળ સંખ્યા વર્ણવી દેતી હોત, તો તેનું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28