________________
તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮
મારા સ્વજનોને જોઈ મારા ગાત્રો ગળી રહ્યા છે, મુખ શોષાઈ રહ્યું છે, શરીર ધ્રુજી રહ્યું છે, રોમ ખડાં થઈ રહ્યાં છે, ગાંડીવ મારા હાથમાંથી પડી જાય છે, મારું મન ભમી રહ્યું છે, મારાંથી અહીં ઉભા રહેવાશે નહિ. હે ગોવિંદ! મને વિજયની ઈચ્છા નથી, મને રાજ્યસુખો જોઈતા નથી, હે સ્વામી! મારે ચાલ્યા જવું છે. અહીં યુદ્ધમાં જે મારી સામે ઉભા છે તે મારા વિદ્યાગુરુજનો છે, કાકાઓ છે, પિતામહો, પુત્રો, પૌત્રો, મામાઓ, સસરાઓ, સાળાઓ અને સ્નેહીઓ છે. હું રાજ માટે, સુખ માટે હથિયાર ઉઠાવું ? કૌ૨વોને મારવાથી શું વળશે ? મારે યુદ્ધ નથી કરવું.’
અહીં શ્રીકૃષ્ણ સમજ્યા કે અર્જુન જો પાછો વળે તો આખી પાંડવસેના હારી જાય. આ ભૂમિકામાંથી શ્રી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. ‘શ્રી ભગવદ્ ગીતા' અર્જુનને કુટુંબ માટે, કર્તવ્ય માટે, ન્યાય માટે ઉત્તેજિત કરે છે.
પ્રબુદ્ધ જીવન
‘શ્રી જૈન મહાવીર ગીતા’ની ભૂમિકા Style સાવ જુદી છે. રાજગૃહી નગરી છે. દેવસર્જિત સમવસરણ છે. ગણધર શ્રેષ્ઠ ગૌતમ અને મુનિઓ, સાધ્વી શ્રેષ્ઠા ચંદનબાળા અને સાધ્વીગણ, મહારાજા શ્રેણિક અને મગધજનો, ઇન્દ્રાદિક દેવતાઓ, દેવીઓ, નર-નારીઓ, તીર્થંચ પશુ-પંખીઓ, સર્વે દેશના સાંભળવા ઉત્સુક છે. પ્રભુશ્રી મહાવીર સ્વામી ચતુર્મુખ દેશના કરે છે. જ્ઞાની ગૌતમસ્વામી, રાજા શ્રેણિક ઇત્યાદિ આત્માના કલ્યાણ અર્થે પ્રશ્નો કરે છે, પ્રભુ નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિથી અનેક ઉત્તરથી સમાધાન કરે છે, સૌની જિજ્ઞાસા તૃપ્ત થાય છે. એ સમાધાનસાર એટલે જૈન મહાવીર ગીતા.
‘શ્રી જૈન મહાવીર ગીતા’ની ભૂમિકા આ છે.
(૨)
‘શ્રી જૈન મહાવીર ગીતા'ના કુલ ૨૯૫૨ શ્લોક છે. તેમાં પ્રારંભના ૧૬ અધ્યાય છે. તેના ૨૨૫૫ શ્લોક છે. તે આ પ્રમાણે
છે. ૧. શ્રદ્ધાયોગ. ૨. પ્રેમયોગ. ૩. કર્મયોગ. ૪. ધર્મયોગ. ૫. નીતિયોગ. ૬. સંસ્કારયોગ. ૭. શિક્ષાયોગ. ૮. શક્તિયોગ. ૯. દાનયોગ. ૧૦. બ્રહ્મચર્યયોગ. ૧૧. તોયોગ. ૧૨. ત્યાગયોગ. ૧૩. સત્સંગયોગ. ૧૪. ગુરુભક્તિયોગ. ૧૫. જ્ઞાનયોગ. ૧૬. યોગોપસંહારયોગ. અહીં સુધીના ૨૨૫૫ શ્લોક છે. મંત્રયોગનું પ્રકરણ તે પછી છે. તેને કર્તા સ્વતંત્ર મૂકે છે. તેના ૧૪૧ શ્લોક છે. તે પછી અનુક્રમે છે, ગૌતમસ્તુતિ શ્લોકઃ ૪૧, શ્રેણિકાદિસ્તુતિ, શ્લોકઃ ૧૭, ચેટકાદિ સ્તુતિ, શ્લોકઃ ૩૬૩, શક્તિયોગ અનુમોદના, શ્લોકઃ ૨૩, ઈન્દ્રાદિ સ્તુતિ, શ્લોક ૧૦૯, મંગલમ, શ્લોકઃ ૩, આમ ‘જેન મહાવીર ગીતા' સંસ્કૃતમાં
૧૯
૨૯૫૨ શ્લોક પ્રમાણ ગ્રંથ છે.
સરળ રચનાશૈલી, અનુષ્ટુપછંદ અને નિતાંત જિનભક્તિ તથા આત્મકલ્યાણની ભાવના સાથે ખળખળ ઝરણાની જેમ વહેતા આ ગ્રંથમાં ડૂબકી મારીએ છીએ ત્યારે આપણને એક અવર્ણ આનંદદાયક અનુભવ સંપ્રાપ્ત થાય છે. પૂર્વસૂરિઓની જેમ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની આ કૃતિમાં તત્ત્વબોધ તો છે જ, કર્તવ્યભાવનાની પ્રે૨ણા સવિશેષ ઝળકે છે. આત્મકલ્યાણ એ પ્રત્યેક મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય છે પણ જે જીવનમાં તે જીવે છે તેના દ્વારા જ અભ્યુદય પ્રાપ્ત થશે માટે તે જીવન પણ માનસરોવરના નિર્મળ જળ જેવું ઉત્તમ અને નવપલ્લવિત પુષ્પ જેવું મનોહર જોઈએ તે પ્રેરણા પણ અહીં સંપ્રાપ્ત થાય છે. મધુર ભાષા, અવિરામ વિચારધારા, જે કહેવું છે તે સ્પષ્ટ અને સ્વચ્છ દૃષ્ટિ સાથે ‘જૈન મહાવીર ગીતા’ પરંપરાગત જૈન ગ્રંથોથી ભિન્ન છે, પણ તેજ તેનું આકર્ષણ છે. ‘જૈન મહાવીર ગીતા’નું આ સાવ જુદી તરી આવતું રચનાસ્વરૂપ જ, સૂક્ષ્મ નયદૃષ્ટિથી અવલોકવું અનિવાર્ય છે તેની સૂચના કરે છે. જૈનાગમોમાં પ્રશ્ન અને ઉત્તર જોવા મળે છે પણ ત્યાં જ અટકી જાય છે. અહીં ‘જૈન મહાવીર ગીતા’માં પ્રશ્ન અને ઉત્તર છે અને ઉત્તરમાં પ્રભુ સ્વયં જોડાઈ જાય છે અને ‘આત્મા' કેન્દ્રમાં આવી જાય છે. ‘જૈન મહાવીર ગીતા’ સમજવા માટે અન્ય ગ્રંથોનો અભ્યાસ, ચિંતન અનિવાર્ય છે કેમ કે સમન્વયાત્મક દૃષ્ટિકોણથી જ આ ગ્રંથ આત્મસાત્ થઈ શકે.
(f)
‘શ્રી જૈન મહાવીર ગીતા'માં પહેલો અધ્યાય શ્રદ્ધાયોગ છે. તેના ૬૪ શ્લોક છે.
શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સૌ પ્રથમ અધ્યાય શ્રધ્ધા વિશે આલેખે છે તે સકારણ છે. જૈન ધર્મનો પાયો જ શ્રદ્ધા છે. તત્વાર્થસૂત્રમાં સમ્યગ્ દર્શનનું મહત્ત્વ પ્રથમ મૂકાયું છે તેનો હેતુ આ છે. શ્રદ્ધાથી જ મોક્ષ મળે. આ જૈનદર્શનનો સાર છે. તત્ત્વ પર શ્રદ્ધા અવિચળ જોઈએ. તત્ત્વની શ્રદ્ધા એ જ સમ્યગ દર્શન. કિંતુ શ્રદ્ધા મુશ્કેલ છે, દુર્લભ છે. જૈનાગમોમાં શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે જ મોક્ષમાં થાય. તે જ કર્મથી, સંસારથી, ભવભ્રમણથી મુક્ત બને. શ્રદ્ધા જોઈએ. દેવ, ગુરુ, ધર્મ પર અવિચળ શ્રદ્ધા જોઈએ. જીવનની મામૂલી વાતમાં પણ વિશ્વાસ સિવાય ચાલતું નથી, તો જેનાથી સંપૂર્ણ સુખની પ્રાપ્તિ મળવાની આશા છે તે ધર્મમાં અખંડ શ્રદ્ધા ન જોઈએ ? શ્રદ્ધાનું મહત્ત્વ ઘણું છે. જૈનધર્મ, શ્રદ્ધાને સમ્યક્ દર્શનના સ્વરૂપે ઓળખાવે છે. સમકિતી જીવ તરી જાય છે. એટલે શ્રદ્ધાનું બળ અચિંત્ય છે.