________________
પ્રથમ ચોવીશીમાં શ્રી સિદ્ધચક્ર યંત્રની વિધિ સબંધી વાત કરવામાં આવી છે. શ્રી સિદ્ધચક્ર યંત્રના કેન્દ્રમાં અર્હમ્ બીજ આવેલ છે. જે ૐ હ્રી અનાહત અને સ્વરથી વીંટળાયેલું છે-એની અષ્ટ કર્ણિકામાં આઠ પદ આવેલાં છે.... બીજા વલયમાં સ્વર, વ્યંજન અને સપ્તાક્ષરી મંત્ર અર્થાત્ “નમો અરિહંતાણં” આવેલ છે.... ત્રીજા વલયમાં ૪૮ લબ્ધિ અને અનાહત નાદ આવેલ છે. ચોથા વલયમાં ગુરૂપાદકા આવેલી છે... ત્યારબાદ સાડાત્રણ રેખાથી યંત્રને વીંટવામાં આવ્યું છે. જેમાં `ત" થી શરૂઆત થાય છે. મૈં“ થી અંત આવે છે... પછીના વલયોમાં જયાદિ દેવીઓ, ચક્રના રક્ષકો વિમલવાહનાદિ દેવો આવે છે. ૧૬ વિધાદેવીઓ, ૨૪ યક્ષ -૨૪ યક્ષિણી, ૪ વીર, ૪ દ્વારપાલ, દશ દિશામાં ૧૦ દિક્પાલો, યંત્રના મૂળ ભાગમાં નવગ્રહો... કંઠ ભાગમાં નવ નિધિઓ આવે છે. પૃથ્વી મંડલ ઉપર આલેખન કરીને આ મંડળનું જે આરાધન કરે છે તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંડળ તે જિન શાસનનું રહસ્ય છે. આ જ પરમ તત્ત્વ છે. આ જ પરમ પદ છે અને આની આરાધના જ ઉત્તમ આરાધના છે. પવિત્ર બનેલ આત્મા સુગંધીત ધૂપ પુષ્પને અક્ષતથી એક લાખ જાપ કરે તો તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહામંત્રની સિદ્ધિથી ચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવ વાંછિત પૂર્ણ કરે છે. શાન્તિ અને પુષ્ટિ માટે સફેદ વસ્ત્ર, સફેદ માળા અને સફેદ આહાર લેવો. સ્થંભન કાર્યમાં પીળોરંગ વાપરવો. ઉચ્ચાટનમાં કાળો રંગ જોઈએ. શાંતિ કર્મ માટે ॐ ह्रीँ हँ નમઃ થી આપણા આખા શરીરમાં અમૃતનો સ્રાવ થઈ રહ્યો છે; તેવી કલ્પના સાથે જાપ કરવો. આહ્વાન; સ્થાપન, સંનિધાન સંરોઘન પૂરકથી કરવું. લેખન અને પૂજન કુંભકથી કરવું. વિસર્જન રેચકથી કરવું. જુદા જુદા મંત્રોના જાપ પણ યંત્રમાં દર્શાવેલા છે. દિશા-કાળ મુદ્રાને વિધિ સહિત જો આ જાપ કરવામાં આવે તો `સિદ્ધચક્ર અવશ્ય વાંછિત ફળ આપે છે.
-
૪