Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિવરની લોકચાહના ઉત્તરોત્તર વધી રહી છે એમાં, જેમ એમના નમ્ર, વિવેકી અને ધર્મસ્નેહ વરસાવતા સ્વભાવને ફાળો છે, તેમ એમની ખંડન-મંડનથી મુક્ત અને સર્વગ્રાહી પ્રવચનશક્તિનો પણ ઘણો મોટો ફાળે છે, અને તેથી એમને શ્રોતાવર્ગમાં વધારો જ થતો જાય છે, અને સામાન્ય જનસમાજથી લઈને જુદા જુદા ધર્મનાં ભાઈઓ-બહેનોન, વિદ્વાનો, રાજકારણી પુરુષોને તેમજ નવયુવાન વર્ગને પણ એમાં સમાવેશ થાય છે. એને લીધે અનેક આત્માઓ ધર્મને બોધ પામી જાય છે. પન્યાસજી મહારાજની આવી આત્મભાવને જગાડે એવી વાણીને લાભ શ્રોતા વર્ગ ઉપરાંત દૂર દૂર રહેલા ધર્મતત્વના જિજ્ઞાસુઓ સુધી પહોંચતા કરવાને ઉપાય એમનાં પ્રવચનેમાંથી પસંદ કરેલ કેટલાક ભાગોને પુસ્તકરૂપે પ્રગટ કરવા એ જ છે. આ વિચારને યત્કિંચિત અમલ કરવાની ભાવનાથી પ્રેરાઈને કેટલાક વખત પહેલાં એમનાં પ્રવચનોના આધારે “ચિંતનની કેડી” નીચે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે, જે સારો આદર પામ્યું હતું. તત્વજિજ્ઞાસુઓની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળે એ દષ્ટિએ તેઓશ્રીનાં પ્રવચનના આધારે તૈયાર કરેલ બીજુ પુસ્તક “પાથેય” નામથી પ્રકાશિત કરતાં અમને આનંદ થાય છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 209