________________
(૩૨)
ગુજરાતી પ્રજા માત્ર વેપાર-વાણિજ્યલક્ષી ન રહેતાં કેળવણી ક્ષેત્રે, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે, ઉદ્યોગો અને ટેકનોલોજીનાં ક્ષેત્રે પણ તેણે હરણફાળ ભરી છે. વિશ્વભરમાં ઔદ્યોગીકરણની પ્રક્રિયામાં પ્રારંભમાં યંત્રીકરણ પછી રસાયણશાસ્ત્ર અને સાંપ્રતકાળમાં જૈવિકશાસ્ત્ર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ ક્રમે વિકાસ થતો ગયો છે.
ગુજરાતના નવ ઘડતરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ, ક્રાંતિકારીઓ, લોકનેતાઓ, કેળવણીકારો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, મહાજનો, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો આમ બહુવિધ ક્ષેત્રના મહાનુભાવોનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. આવી વિભૂતિઓનાં જીવન અને કાર્ય અન્યને માટે દીવાદાંડીરૂપ બનતાં હોય છે. ગ્રંથ પરિચય
પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં મુખ્ય છ વિભાગો છે. (૧) તિમિરમાંથી જ્યોતિ પ્રકાશ (૨) અધ્યાત્મમાર્ગના યાત્રીઓ (૩) બહુવિધ ક્ષેત્રે સમર્પિત જીવનદર્શન (૪) વિદ્યાદાની પ્રતિભાઓ (૫) ધર્મ-અર્થની સંગતિ (૬) ગ્રંથ પ્રકાશન સંસ્થાઓના પ્રણેતાઓ.
અર્થસૂચક શીર્ષક દ્વારા વ્યક્તિઓનાં કાર્યક્ષેત્રના સંદર્ભમાં અહીં વિભાગો પાડવામાં આવ્યા છે. જો કે અહીં એવી પણ વ્યક્તિઓ છે જેમનું પ્રદાન બહુવિધ ક્ષેત્રે રહ્યું છે. શક્ય એટલા વધારે વ્યક્તિપરિચયો આપવાનો ઉદ્દેશ હોવાથી વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષેપમાં છતાં મુખ્ય પાસાંનો સંપૂર્ણ પરિચય મળી રહે તે રીતે આલેખન થયું છે. સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મમાર્ગીઓ, સમાજસેવકો, ઉદ્યોગપતિઓ, મહાજનો-જેવા વિશાળક્ષેત્રની બધી જ વ્યક્તિઓનાં ચરિત્રો આવરી શકાયાં ન હોય તેવું બન્યું છે. કેટલાક વિભાગોમાં લેખકોએ પોતાની રીતે પસંદ કરીને જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે. આ બધા લેખો જે તે ક્ષેત્રના અભ્યાસી અને વિદ્વાન લેખકોની કલમે લખાયેલા છે. સંક્ષિપ્ત હોવા છતાં પ્રત્યેક લેખમાં જે તે મહાનુભાવના વ્યક્તિત્વની એક અમીટ છાપ અંકિત થયેલી જોવા મળે છે. સંપાદકે પ્રત્યેક લેખના પ્રારંભે લેખકનો વિગતપૂર્ણ અને વ્યક્તિત્વદ્યોતક પરિચય આપ્યો છે. વિભાગ-૧ “તિમિરમાંથી જ્યોતિપ્રકાશ” આ વિભાગમાં કુલ આઠ લેખો છે.
ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓનાં જીવન-કવનનું હાર્દ પ્રગટાવતા પરિચય અને સુંદર રેખાચિત્રોનું સર્જન'માં શ્રી રમેશ શાહે ૧૧૮ સાહિત્યકારોનો પરિચય કરાવ્યો છે. ગુજરાતના સાહિત્યસર્જકો, કવિઓ, દાર્શનિકો, વિવેચકોની એક ઉજ્વળ પરંપરા છે. જેમણે પ્રજાજીવનને પ્રેરણાનાં પીયૂષ પાયાં છે, ક્રાંતિના પથે વાળ્યા છે. અધ્યાત્મના માર્ગે દોર્યા છે. જેઓ માનવજીવનના પથપ્રદર્શનો છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org