Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તેથી મરી, કેલોરા, શીતળા અને દુકાળ, વિગેરે ભયંકર આક્ત નાબુદ થશે, પણ આ એક વિચીત્ર વહેમનું કારણ છે અને કેબી કેળવાયેલો રાજક્ત તે વહેમને લેશ ભારબી વજન આપશે નહીં. જે ઠેકાણે વહેવારૂ ઉપાય લેવા જોઈએ તે છોડી દઈને વહેમને શરણ થઈ, ગમે તેવા હસી કહાડવા જોગ ઈલાજે હાથ ધરવામાં આવે, એજ હિંદુએમાં તેમજ બીજી કોમમાં લાંબે વખત થયાં જડઘાલી બેઠેલાં સંસ્કારને પુરવાર કરી આપવાને પૂરતા છે. કેટલીક વાર આવા પ્રકારને પશુવધ અમે ઉપર જણાવ્યું તેમ ધર્મને બહાને કરી તેને શાસ્ત્રસંમત જણાવવામાં આવે છે, પણ તેને લગતે નિર્ણય મોટા મોટા હિંદુ વિદ્વાન શાસ્ત્રીઓની સભામાં અનેકવાર થઈ ચુક્યું છે. અને ત નિર્ણયને અનુસરી રહેમદીલના કેટલાક હિંદુ રાજ્યકર્તાઓએ પોતાના રાજ્યમાં દશેરાને દિવસે લાંબે વખત થયાં ચાલતા આવેલા પશુધને બંધ કર્યો છે. ગોંડળના નામદાર ઠાકોર સાહેબ, જામનગરના નામદાર જામ સાહેબ, ધ્રાંગધ્રાના નામદાર રાજ સાહેબ, વગેરે દેશી રાજયકર્તાઓએ તેવું ડહાપણું ભરેલું પગલું ભર્યું છે. અને તેવું પગલું ભરી તેઓએ અગાં જાનવની નેક દુવા સંપાદન કરી છે. અમારે આ તકે જણાવવું જોઈએ કે, કેટલાંક દેશી રાજ્યમાં પશુવધ બંધ પડે છે, તેને મુખ્ય સબબ જિન ભાઈઓની એકસરખી ચાલુ લડતને આભારી છે. હજુની જન ભાઈઓ આ લડત પૂરજોશ અને ઉલટથી ચાલુ રાખશે, તે તેનું દરેક રીતે ફતેહમંદ પરિણામ આવશે અને ઘણાં ખરાં દેશી રાજ્યોમાં પશુવધ થાય છે, તે પણ બંધ પડશે. જેના કેન્ફરન્સના જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દશરાને તેહવાર આવી પૂગતાં અગાઉ હિંદુ રાજયકર્તાઓને અરજી કરી જે ચેતવણી આપી છે, તે અમો વખતસરની લેખીએ છીએ. છેક છેલ્લી ઘડીએ યાને બીજા શબ્દમાં બેલીએ તે છેક બારમે કલાકે જાગી તારી મારફતે દશેરાને દિવસે જ અરજી કરવાનું પગલું ભરવા કરતાં આગમજથી આ પ્રમાણે કરવામાં આવેલી અરજી અલબત્તે પસંદ કરવા જોગ છે; કારણ કે તેથી તે ઉપર પુખ્ત, વિચાર ચલાવવાનું અને સાદી સમજ વાપરી તે ઉપર અમલ કરવાને પુરતે વખત રાજકર્તાઓને મળે છે. અમે ઈચ્છીશું કે પાડા બકરાંને વધ બંધ કરવાનો હુકમ બહાર પાડી દેશી રાજકર્તાઓ પિતાના રહેમ દીલને અરછા ધડો લેવા જોગ દાખલ આપવાને હવે પછાત પડશે નહીં.
નં૦ ૩. અખબારે ઈસલામ.
મુંબઈ, તા. ૨૧-૯-૧૯૦૬.
દશેરાના દહાડે ચાલતી નિર્દય કત્તલ. હિંદુ ભાઈઓના દશરાના મોટા તહેવારના દિને દેવીને સંતોષ રાખવાને બહાને બકરાં, પાડા વગેરેની નિર્દય કત્તલ દેશના જુદા જુદા ભાગોમાં મોટા પ્રમાણમાં ચલાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com