Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 298
________________ [ 8 ] છે અને ખરા પૂજ્ય તથા પાદશા છે તે બરાબર સમજવા લાગ્યા છે. તો હવે આશા રખાય છે કે પોતાના રાજ્યમાં આ ઘરકૃત્ય હવેથી થતું ન રહે એવા ઉપાયે તેઓ તુરત જશે. અવાચક પશુઓના વ્હારે આ પ્રમાણે ઉતરવા સારૂ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને અમે શાબાશી આપીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે દેશી રાજ્ય કર્તાઓને તેણે કરેલી આ પાલ નિરર્થક જાય નહીં. ન. ૧૩ જૈન. અમદાવાદ, તા. ૨૩-૭–૧૯૦૬, શિરાના વિજયવંત દિવસ પશુ હિંસાથી કલંકિત ન કરવાના જૈન શ્વેતાંબર કોન્ફરન્સના રેસીડન્ટ જનરલ સેક્રેટરીને વિજ્ઞપ્તિ પત્ર. હિદ કથાઓ તથા ઈતિહાસ ઉપરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે દશરાના વિજયવત દિવસ હિંદુ તહેવારમાં એક અલૌકિક તહેવાર છે. અને તે મહાન્ દિવસ આપણા પ્રાચિન આર્યોનું જાહેજલાલી તથા ઉન્નતીની ઉત્કૃષ્ટતાની ઝાંખી કરાવવાને નિર્મળ આયના રૂપ છે. પાંડવોએ તથા રામે એ વિજયવંત દિવસે જય મેળવીનગરમાં પ્રવેશ કર્યાને એ દિવસ એક જાહેર કેરા રૂપ હોઈને તેને રાજ્યભક્ત પ્રજા વિજયા દશમી કહી તહેવાર પાળતી આવી છે, એવા માંગલીક પરમ કલ્યાણકારી અને આનંદ વર્ધક દિવસને કેવી રીતે ઉજવ જાઇએ તેને લગતી પુરાણમાં અનેક વાર્તાઓ દર્શાવેલી છે. આ દિવસ આર્ય પ્રજાની રાજકીય ઉન્નતીના ઉદયને મહાન દિવસ છે. અને જે આર્ય પ્રજેને રાજકીય સવાલમાં પછાત પડેલી ચિતરવાનો પ્રયાસ કરે છે તેઓને દસરાના દિવસની મૂળ નેમ એક સચોટ જવાબ છે. આર્યાવર્તની જાહેઝલાલીનું દશરાનો દિવસ એક કેદ્રરૂપ છે. અને તેથીજ એ રાજ્યકીય વિજ્યવંત દિવસ ભારત વર્ષમાં સામાન્ય રીતે આલ્હાદ વર્ધક પર્વ તરીકે થવાય છે. હજારો વર્ષ અને અનેક રાજ્યકાંતિઓ થયાં છતાંપિ આ મહાન રાજકીય દિવસને મહિમા ગૌણ પણ રૂપે પ્રત્યેક ભારત વાસીના મનમાં બીજાં કરરૂપે રહેલે છે એજ બતાવી આપે છે કે આ મહાન દિવસનું મહામ્ય કેટલું અને કેવું નિસર્ગિક છે, ક્ષત્રિયકુળ ભૂષણ રઘુનંદન રામે પ્રજાને ત્રાસ આપી ધર્મકાર્યમાં વિધ્ર નાંખનાર ક્ષસ, રાજે, રાવણાદિ દેયનો સંહાર કરી સામ્રાજ્યની સ્થાપના કરી પ્રજામાં “રામરાજય” ની અનુપમ છાપ પાડી વિજ્યનો પાડો વગડાવી જે દિવસે વિજ્ય શ્રીરંગ દર્શા હતે તેજ દિવસ આ દશરાને અથવા વિજયા દશમીને છે; મૂળ તાત્પર્ય એ છે કે એ મહાન શુભ દિવસ વિજયને આનંદ પ્રદર્શિત કરવાનો છે. પ્રજામાં આંગણે આંગણે ઘરઘર વિજય પતાકારૂપ તેરણો બાંધી, વાવટા લટકાવી પૂર હર્ષમાં વર્ષને આ એક દિવસ રાજા પ્રત્યેને ભક્તિભાવ દર્શાવવાને નિયત થયેલ છે. આ પરંપરા પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309