Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[R]
નં. ૧૨.
ગુજરાથી પંચ.
અમદાવાદ, તા. ૨૩-૯-૧૯૦૭.
દૃશરાને પશુવધ–શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની અપીલ.
દારાના માંગલિક અને પવિત્ર દિવસે કેટલાંક દેશી રાજ્યેામાં પાડા અને બકરાંનેા વધ કરવાના ઘણા દુષ્ટ રિવાજ ચાલતા આવ્યા છે. આ ઘાતકી રિવાજના અટકાવ કરવા દેશી રાજ્યેાને ઘણીવાર વિનંતી કરવામાં આવી છે ત્યારે એકાદ એ જગાએજ તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. શિવાયનાં સ્થળેાએ તે રિવાજ ચાલુજ છે. અમને જોઈને સાષ થાય છે કે અવાચક પ્રાણીઓની થતી આ હિંસા અટકાવવા આ વર્ષે શ્રી જૈન શ્વેતાંબર કાન્સે કાંઇક પગલું ભર્યું છે. અમારા ઉપર માકલી આપવામાં આવેલા ગળા ઉપરથી જણાય છે કે જે રાજ્યામાં આવા વધ થાય છે ત્યાંના રાજકર્તાઓને ફ્રાન્ફરન્સના રેસીડ°ટ જનરલ સેક્રેટરી મ. વીરચંદ દીપચ'દની સહી સાથે છાપેલા વિજ્ઞસિપ મેકલવામાં આવ્યા છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે.—દેવીને ભોગ આપીને સંતુષ્ટ કરવાના ઈરાદાથી આ વધ કરવામાં આવે છે, જેથી કરીને પ્લેગ, શીતળા, કાલેરા, આદિ દુષ્ટ બિમારીએની આસ્તે વસ્તીમાં આવે નહીં; પરંતુ દરવખ આવા વધ થતાં છતાં પ્લેગ, કાલેરા, શીતળા, તાવ, દુકાળ આદિ આફ્તા હિન્દુસ્થાનમાં આવેજ જાય છે, રાજાથી રંક સુધી સર્વને પોતાના પૂર્વજન્મના કર્માનુસાર સુખદુ:ખ ભાગવનું પડે છે અને આ આફ્તા કેવળ મનુષ્યાના પાપાની શિક્ષારૂપ છે. આ પાપોથી ખચવાને વાસ્તે માણુસ નિર્દોષ અવાચક જાનવરોની હત્યા કરે આ કેવા ન્યાય ? શું આવા ન્યાયથી સર્વ શક્તિમાન પરમેશ્વર રાજી થશે ? કદી નહીં. ના. ઈંગ્રેજ સરકારના રાજ્યમાં પણ વખતો વખત પ્લેગ વિગેરે બીમારીએ આવે છે અને કુદરથી નાબુદ થાય છે. તેવા રાગોની શાંતતા માટે કાંઇ પાડા આઠ્ઠીના પશુવધ થતા નથી, પરંતુ તન્દુરસ્તીના નિયમાને અનુસરવાના ઇલાજ લેવામાં આવે છે. પશુવધ શાસ્ત્રરીતે નથી, આવા નિર્ણય મેાટા મેટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાઓમાં ઘણીવાર ચઇ ચુકયા છે. અને આવા અસલ શાસ્ત્રના અનુસાર કેટલાક ધાર્મિક રાજ્ય ર્તાઓએ આવા પશુવધ પેાતાની વસ્તીમાં સર્વથા બંધ કરાવી, તે જાનવાની નેક દુવા પ્રાપ્ત કરી છે હજુર રહેમ દિલ, બુદ્ધિમાન અને ન્યાયી હૈાવાથી અમારી અરજ છે જે દશરાના દિવસે આપના રાજ્યમાં પાડાં બકરાં વિગેરેના વધ બંધ કરવાનેા હુકમ જારી કરવાની મહેરબાની ક્રમાવશે અને સનાતન આર્ય ધર્મની રક્ષા કરશે. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સે ગુજરેલી આ અરજી વખતસરની છે. પાડાં અને બકરાનાં વધને લીધે કોઈપણ પ્રકારનું સુખ થતું નથી, પરંતુ નિર્દોષ પ્રાણીઓના સંહારકારણ વિના કરવામાં આવે છે અને તે કૃત્ય કમકમાટ ઉપજાવે તેવું છે. અમારા દેશી રાજ્ય ર્માંના ઘણા ભાગ કેળવણીને સંસ્કારી થએલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com