Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[ ૨૦ ] તરફથી જે રાજ્યમાં એ રીવાજ હસ્તી ધરાવે છે ત્યાંના રાજકર્તા જેગ પશુવધ કરવામાં અયોગ્ય હિંસા સમજી એ રિવાજ બંધ પાડવાની વિનંતી કરનારે એક પત્ર મોકલવામાં આવ્યું છે જે ઉપર દરેક રાજ્યકર્તાએ પૂરત ગેહર કરવાની જરૂર છે. . કેટલાંક દેશી રાજે એવાં છે કે પશુવધ કરવામાં અગ્ય હિંસા સમજી અમુક દિવસોએ જીવહિંસા નહીં કરવાના હુકમ બહાર પાડ્યા છે તે જ રાજ્યોમાં વિજયા દશમીના તહેવાર પ્રસંગે પશુવધ થાય છે, જેથી “કાળજી કહેનેકા મગર કુછ કરને કે નહીં” તેવું થાય છે, તે મોટે એવાં રાજ્યોએ પ્રજાના મોટા ભાગના અને તેમાં ખાસ કરી જૈન કેમના વિચારને અને લાગણીને માન આપી જુને ચાલતે આવેલા એ કૃર રિવાજસંબંધે બીજી રાજાઓની માફક તર્ક કરવાની જરૂર છે. પશુવધ બે કારણેથી થતે કહેવાય છે. જેમાનું એક એ છે કે એ દિવસે અને શમીવૃક્ષ ઉપર સંતાડેલા હથીયારે ઉતારીને દુર્યોધનના લશકરને હરાવ્યું હતું અને હરણ કરેલી ગાયને પાછી વાળી હતી, તથા રામચંદ્ર રાવણ ઉપર એ દિને ચઢાઈ કરી વિજય મેળવ્યો હતે. તથા બીજું કારણ દેવીને ભેગ આપીને સંતુષ્ટ કરવાનું છે. હાલમાં દેશી રાજાઓને દમન સામે ચઢાઈ લઈ જઈ ઉપર જીત મેળવવાને વખત નથી તેથી એ દિવસે હથીઆરનું પૂજન કરી સુલેહના વખતમાં નિર્દોષ બકરાં અને પાડાઓને વધ કરવામાં હથીઆરને ઉપગ કરે એ જબુન કામ છે. ને દેવીને ભેગ આપીને સંતુષ્ટ કરવાને ઈરાદે પણ હાલના સુધરેલા જમાનામાં નહીં માનતા જોગ ગણશે તેમજ તે શાસ્ત્રીય રીતીએ પણ નથી, એ નિર્ણય ઘણી વખત મોટા મોટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાઓમાં થઈ ચુક્યો છે. અને તેને અનુસરી કેટલાક રાજ્ય કર્તાઓએ એ પશુવધ સર્વથા બંધ કરાવી અવાચક જાનવરની દુવા લીધી છે, તે મુજબ જે રાજ્યમાં એ રિવાજ હજી ચાલુ હોય તે રાજ્યમાં પશુધને અટકાવ કરી નિર્દોષ પ્રાણીઓને ભાગ લેતા દેશી રાજાએ અટકે એવું ઈચ્છવામાં આવે છે.
નં. ૧૧. દશેરાને દિવસે દેશી રાજ્યમાં થતો પશુવધ અને જૈન કોન્ફરન્સ.
ઉત્તર હિંદમાં મોટા દેશી રાજ્યોમાં તેમજ ગુજરાત કાઠિયાવાડનાં કેટલાંક નાનાં રાજ્યમાં દશેરાના પવિત્ર તહેવારને દિવસે જ્યારે રાજકર્તાઓની સ્વારી ચઢે છે ત્યારે કે દેવીના હવન વખતે બકરાં અને પાડાને નિર્દયતાથી વધ કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવાનું તેમજ મહામારી, લેગ આદિ ઉડતા અને ચેપી રોગોને અટકાવવાનું બહાનું આ વધના કારણ રૂપે આગળ ધરવામાં આવે છે. હવે આ વધની રૂઢી સશાસ્ત્ર છે એમ જે કહેવામાં આવતું હોય તે તેમાં પણ મોટો મતભેદ છે. તંત્રશાસ્ત્રના વામ અને દક્ષિણ એવા બે સંપ્રદાય છે. તેમાં વામમાર્ગની અમુક ક્રિયામાં મઘ માંસની વપરાઅને નિષેધ કરેલે નથી પરંતુ વામમાર્ગ કઈ પણ રીતે મુક્તિને અપાવી શકતું નથી:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com