Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 292
________________ ( ૪૭] જેવું અમારા હિંદુભાઈઓનું વર્તન છે અને તેવી તુચ્છ બુદ્ધિથી હરહમેશ દરેક વર્ષે આવી રીતે હજારે નિર્દોષ પ્રાણીઓને વધ થાય છે. “શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ના રેસિડેન્ટ જનરલ સેક્રેટરી અને ગુજરાતના જાણીતા સખાવતી અને સુધારક શેઠ મિ. વીરચંદ દીપચંદે આ બાબતમાં દેશી રાજાઓને અરજી મોકલેલી છે. આ અરજીની એક નકલ અમોને મળી છે તે ઉપરથી સમજાય છે કે તેઓની આ અરજીનું લખાણું ટૂંકું પણ ખરા અંતઃ કરણની લાગણીનું છે. જેના મતને “અહિંસા પરમો ધર્મ ” આ એક મુખ્ય સિદ્ધાંત છે, અને તે સિદ્ધાંત સાથે આ બાબતને પુરતે સંબંધ સમાવેશ છે તે જણાવવું જ બીન જરૂરી છે. સનાતની વિણવ મહારાજે પણ પ્રતિપાલક અને સર્વ પ્રાણપર દયા રાખનાર તરીકે ઓળખાય છે. તેઓ પોતાના હાથમાંજ બાજી હોવા છતાં બ્રાહ્મણોને અટકાવે નહિ એ કાંઈ ઓછા ખેદની વાત નથી. હિંદુ ભાઈઓ અંતઃકરણથી વિચારશે તે સહજ સમજાશે કે માત્ર આ એક મૂર્ખતા દર્શાવનાર કાર્ય જ છે. આવા બનાવે અન્ય તરફથી બને છે ત્યારે હિંદુ ભાઈઓ હદયદકતાના અસાધારણ બુમોટા કરે છે. તે પિતાના તરફથી થતા આ કાર્યને સત્વર બંધ કરી દેવું જોઈએ. કાઠિયાવાડ, લીંબડી, મોરબી અને વીરપુર ઈ ટેટએ આ બાબતમાં તદન અટકાયત કીધી છે, અને ઉત્તર હિંદમાં પણ કેટલાંક રાજ્ય તે માટે હિલચાલ કરી રહ્યા છે: પણ તેઓની પ્રજા પર કે તેઓની જાત પર દેવીકેપ કઈ પણ પ્રકારને થતું નથી, ત્યારે એથી ઉલટું અત્રે અસાધારણ ત્રાસ અનેક રીતે ઉદ્ભવે છે. આ સર્વ પરથી એ સહેલાઈથી સિદ્ધ થાય છે કે દેવીને કોપ થાય ઈત્યાદિ માત્ર ભ્રમ છે. અને પિતાની અજ્ઞાનતાજ પ્રદશત થાય છે તે તેવા કાર્યને સત્વર અટકાવી સત્તાવાળાઓ અને ધર્માધિકારીઓ નિર્દોષ પ્રાણીઓના આશિર્વાદ લેવા સાથે પોતાને ઉજવલ કીર્તિધ્વજ ચોતરફ ફરકાવશે. નં૦ ૭. સયાજી વિજય વડોદરા, તા. ૨૯-૮-૧૯૦૬. પશુવધ વિષે નાપસંદગી. ક્ષત્રિય મરાઠા સભાની બેઠક તા. ૨૪મીએ શ્રી. દિ. બ. આનંદરાવ ગાયકવાડના બંગલે મળી. તે વેળા જૈનસંઘના પણ ઘણુક ગ્રહ હાજર હતા. મે. દાદા સાહેબ માનેએ કહ્યું કે આજની સભાને હેતુ દશરામાં જે બકરાં વગેરેને પશુવધ થાય છે, તે બધ કરવા સંબંધી વિચાર કરવાના છે. અને તેવી જ દીલજીને રા. બા. ખાસેરાવળને આવેલો પત્ર વચાયા પછી શ્રી. આનંદરાવે કહ્યું કે આજ ઘણુ મેમ્બર હાજર નથી માટે ફરી ખાસ સભા ભરી આ વિષે ઠરાવ કરે અને આજે જેઓ હાજર છે તેમણે આ વધ ન કરવા મત દશાવ જે વાત એક સરદાર શિવાય સર્વેએ માન્ય કરી હતી. આ ઠરાવ જાણી હિંદુ પ્રજા ઘણુ ખુશી થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309