Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 35
________________ પ્રતિષ્ઠા કોણે અને ક્યારે કરાવી તેની વિગતો છે. આ દિવસોમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિના અનેક ઉદાહરણે જોવા મળે છે. ભગવાનનું નામ પદ્મપ્રભ સ્વામી શાંતિનાથ સ્વામી શીતલનાથ સ્વામી સુમતિનાથ સ્વામી પાર્શ્વનાથ સ્વામી માહ સુદ ૫ બુધવારે સંવત ૧૫૧૮ માહ સુદ ૫ ગુરુવારે સંવત ૧૯૧૬ વૈશાખ સુદ ૪-૫ ઉપરના ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવે છે કે સંવત ૧૪૮૪થી લઈ પંચાંગમાં બે તિથિ આવે તેને કાયમ રાખવામાં આવતી અને તિથિનો ક્ષય આવે ત્યારે ૪-૫ એ રીતે ભેગી તિથિ લખવામાં આવતી. પદ્મપ્રભ સ્વામી કલ્યાણ પાર્શ્વનાથ પ્રતિષ્ઠા તિથિ સંવત ૧૪૮૪ વૈસાખ સુદ ૮ શનિવારે સંવત ૧૪૮૪ વૈશાખ સુદ ૮ શુક્રવારે સંવત ૧૫૧૧ માહ સુદ ૫ ગુરુવારે સંવત ૧૫૧૧ માહ સુદ ૫ શુક્રવારે સંવત ૧૫૧૮ (૧૨) સંવત ૧૮૭૦નું જૈન પંચાંગ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ શ્રી પર્વતિથિ ચર્ચા સંગ્રહ ગ્રંથમાં વિક્રમ સંવત ૧૮૭૦ના જૈન પંચાંગના કેટલાક પાનાં છાપ્યાં છે. તેમાં શ્રાવણ અમાવસ્યાનો ક્ષય કર્યો છે, ભાદરવા સુદ-૪ બે કરી છે, આસો સુદ-૪ બે કરી છે અને આસો સુદ પૂનમનો ક્ષય કર્યો છે. (૧૩) ‘‘જૈન દીપક'' માસિકનું પંચાંગ : સંવત ૧૯૧૬ વિક્રમ સંવત ૧૯૧૬માં બહાર પડેલા આ પંચાંગમાં શ્રાવણ વદમાં બે પાંચમ અને અમાસનો ક્ષય દર્શાવવામાં આવ્યા છે. આ પંચાંગ અમદાવાદની જૈન સભા તરફથી છપાવાયું હતું. (૧૪) જૈન ધર્મનું પંચાંગ - સંવત ૧૯૪૫ આત્મારામજી મહારાજના ઉપદેશથી સ્વ. Jain Education International તપાગચ્છના શ્રાવક સાયલાવાળા શા કેશવજી લહેરાભાઈ સરાફે બહાર પાડેલા આ પંચાંગમાં તમામ પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિને કાયમી રાખવામાં આવી છે. (૧૫) પગથિયાના ઉપાશ્રયમાં વિદ્યમાન શત્રુંજયનો પટ્ટ વિક્રમ સંવત ૧૬૯૮ની સાલમાં એટલે કે જગદ્ગુરુ આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પછી નજીકના સમય દરમિયાન તૈયાર થયેલા એક વિશાળ અને સુંદર પટ્ટની પ્રશસ્તિમાં પોષ સુદ બીજી પૂનમનો ઉલ્લેખ થયેલો છે. આ પટ્ટ હાલ અમદાવાદ હાજા પટેલની પોળમાં આવેલા પગથિયાંના ઉપાશ્રય તરીકે જાણીતા સંવેગી ઉપાશ્રયમાં આજે પણ વિદ્યમાન છે. (૧૬) સ્યાદ્વાદ મંજરી ગ્રંથ વિક્રમ સંવત ૧૯૭૯માં પ્રકાશિત સ્યાદ્વાદ મંજરી ગ્રંથમાં શ્લોક પરની ટીકા સમાપ્તિ બાદ નીચેની ટિપ્પણીમાં કારતક સુદ પ્રથમ પાંચમ એવો ઉલ્લેખ છે. (૧૭) વાંકાનેરમાં પ્રતિષ્ઠાના ચોપડામાં નોંધ સંવત ૧૮૫૯માં વાંકાનેરમાં પ્રતિષ્ઠા થઈ તેમાં કર્મચારીઓની હાજરી માટે જે ચોપડો મળે છે, તેમાં અમાસનો ક્ષય દર્શાવ્યો છે. (૧૮) જૈન ધર્મ સભાનું પંચાંગ : વિક્રમ સંવત ૧૯૫૨માં ભાવનગરની જૈન ધર્મ સભા તરફથી પ્રકાશિત થયેલા ભીંતિયા પંચાંગમાં ‘‘ભાદરવા સુદ-૫ ક્ષય, ૪+૫ શુક્રવારે સંવત્સરી'' એ પ્રમાણે દર્શાવ્યું હતું. (૧૯) જૈન ધર્મ સભાનું પંચાંગ : સંવત ૧૯૬૧ વિક્રમ સંવત ૧૯૬૧માં પણ ભાવનગરની જૈન ધર્મ સભા તરફથી પ્રકાશિત થયેલા પંચાંગમાં પણ ભાદરવા સુદ પાંચમનો ક્ષય લખી તેની સામે ‘૪-૫ ભેગાં સંવત્સરી'' એ પ્રમાણે દર્શાવેલું છે. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ'' એવો આત્યંતિક મત ધરાવતા એક તિથિ પક્ષના આરાધકોએ અત્યંત શાંત ચિત્તે આ પુરાવાઓનો અભ્યાસ કરવો જોઈએ અને સત્ય વસ્તુસ્થિતિ જાણવાની કોશિષ કરવી જોઈએ. પર્વતિથિના સત્યની શોધમાં ] ૩૩ For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76