Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 54
________________ આ બોર્ડના લખાણો ઉપરથી અત્યંત સ્પષ્ટ થતું હતું કે બે તિથિના સાધુસાધ્વીજી ભગવંતોને આ ઉપાશ્રયમાં ઉતરવાનો નિષેધ કરવામાં આવ્યો હતો અને ગુરુપૂજન ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ માટે ટ્રસ્ટીમંડળની મિટિંગ બોલાવવામાં આવી નહોતી અને કોઈ ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા નહોતા. આ પ્રકારનાં બોર્ડ વાંચી બે તિથિ પક્ષના આરાધકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે એ અત્યંત સ્વાભાવિક હતું અને તેમ જ બન્યું. માટુંગા જૈન સંઘમાં છેલ્લાં ૫૦ વર્ષથી પોતાની બે તિથિની માન્યતા પ્રમાણે આરાધના કરી રહેલા અને સંસ્થામાં ટ્રસ્ટી પણ રહી ચૂકેલા વયોવૃદ્ધ શ્રાવક કાંતિલાલ ચુનીલાલ શાહે અત્યંત વિનમ્ર ભાષામાં ૧૨ એપ્રિલ ૧૯૯૮ના દિને ટ્રસ્ટીઓને એક પત્ર લખી ઉપરનાં બોર્ડ વિશે ખુલાસો માંગ્યો. ટ્રસ્ટીઓએ આ પત્રનો જવાબ ન આપ્યો, એટલે કાંતિલાલ શાહે ૭ મેના રોજ બીજો પત્ર લખી અગાઉના પત્રનો પ્રત્યુત્તર આપવા વિનંતી કરી, પણ તેનો પણ ઉત્તર મળ્યો નહિ. છેવટે તા. ૨૬ જૂને બે તિથિની માન્યતા ધરાવતા સૌથી વધુ શ્રાવક શ્રાવિકાઓએ એક વિસ્તૃત લેખિત નિવેદન દ્વારા બોર્ડનાં લખાણોનો વિરોધ કર્યો. આ પત્રનો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નહિ. તેને બદલે ટ્રસ્ટીઓએ ૧ જુલાઈએ સંઘની અસામાન્ય જનરલ સભા બોલાવી નીચે મુજબ ત્રણ ઠરાવો બહુમતીથી પસાર કરી દીધા : (૧) અત્રે નવ અંગે ગુરુપૂજન કરવાનો તેમ જ કરવા દેવાનો નિષેધ છે. (૨) અત્રે પ્રતિક્રમણને અંતે શ્રીસંઘ દ્વારા શ્રી સંતિકરમ્ સ્તોત્ર બોલવામાં આવે છે. (૩) અત્રે પર્વતિથિ, સંવત્સરી આદિની ક્ષયવૃદ્ધિ ગણવામાં Jain Education International આવતી નથી અને એ પ્રમાણે આરાધના કરવામાં આવે છે. આ ઠરાવોનો બે તિથિ પક્ષના સભામાં ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓએ ભારે વિરોધ કર્યો, પણ તેમના વિરોધની નોંધ સુદ્ધાં લેવામાં આવી નહિ. છેવટે ન છૂટકે ન્યાય મેળવવા માટે બે તિથિ પક્ષની માન્યતા ધરાવતા કાંતિલાલ ચુનીલાલ શાહ તેમ જ અન્ય બે શ્રાવકોએ પોતાના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારની રક્ષા માટે સિટી સિવીલ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ઠરાવોના અમલ ઉપર સ્ટે ઓર્ડર મેળવવામાં તેમને સફળતા પ્રાપ્ત થઈ . સિટી સિવીલ કોર્ટે જો કે આ સ્ટે ઓર્ડર સામે અપીલમાં જવા ટ્રસ્ટીઓને ૬ ઓગસ્ટ ૧૯૯૮ સુધીનો સમય આપ્યો. સિટી સિવીલ કોર્ટમાં બે તિથિના શ્રાવકોએ જે પ્રાર્થનાઓ કરી તેમાં ઉપરના ત્રણ ઠરાવોને રદ કરવાની, પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરતા રોકવામાં ન આવે તેની, કોઈ પણ જૈન સાધુસાધ્વીજીને ઉપાશ્રયમાં આવતા અટકાવવામાં ન આવે તેની અને ઠરાવો બોર્ડ ઉપર મુકવામાં ન આવે તેની માંગણીઓ મુખ્ય હતી. | આ અરજીના સંદર્ભમાં માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી નરેશ અમૃતલાલ શાહે જે વિસ્તૃત એફિડેવિટ કરી છે, તેમાં અનેક વિવાદાસ્પદ અને પરસ્પર વિરોધાભાસી નિવેદનો કરી બે તિથિ પક્ષની લાગણી દુભવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એફિડેવિટ સામે બે તિથિ પક્ષના એક શ્રાવકે ફોજદારી કેસ પણ કર્યો છે. મેનેજિંગ ટ્રસ્ટી નરેશ અમૃતલાલ શાહે કરેલી તેમ જ અન્ય ટ્રસ્ટીઓએ માન્ય રાખેલી એફિડેવિટમાં કરવામાં આવેલા કેટલાંક વિવાદાસ્પદ વિધાનો નીચે મુજબ છે. (૧) તપાગચ્છ જૈન સંઘ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. પર્વતિથિના સત્યની શોધમાં ] ૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76