________________
૪૭૦
પરંતુ તેમાં તેનું કંઈ ચાલ્યું નહિ. તેણે લેવાના લાલ ગોળાને જીભને સ્પર્શ કર્યો અને સત્ય વાત પ્રગટ થઈ અંતે તે સજાને પાત્ર બની.
માયા-કપટ કેણુ કી શકે છે? શું જગતમાં સર્વ જીવ માયા કરી શકે છે? નહીં' ! લોભ કે ક્રોધ કરે સર્વને માટે કંઈક સહેલે છે, સરલ છે. નાનું નિર્દોષ બાળક પણ ક્રોધ કરી શકે છે. લોભ કરી શકે છે. કારણ કે તેમાં કઈ બુદ્ધિ કે ચતુરાઇની જરૂર નથી. થોડું મેં બગાડયું, રડવું કે બે શબ્દ મોટેથી બેલવા વગેરેથી કંધ થાય છે. ક્રોધી આમ પણ કયાં સમજી વિચારીને બોલતા હોય છે? કારણ કે કોધના આવેશમાં તેને કંઈ વિચારવાની સભાનતા હોતી નથી. ક્રોધી માનવ અંધ જેવો હોય છે. ક્રોધી માટે કોઈ અપશબ્દ વજર્યું નથી. તે અવિચારી હોય છે.
“મુમતિ ” જે શબ્દ મુખમાં આવ્યું તે નીકળી પડે. અર્થાત્ કોઇ કે લેભા કરવામાં ચતુરાઈ, બુદ્ધિ કે હોશિયારીની જરૂર નથી. બાળક કે વૃદ્ધ સવ તે કરી શકે છે. જ્યારે કે માન માયા–બધાના માટે સરળ નથી. માન માયા શીઘ્રતાથી કરવામાં મુશ્કેલી છે. માન કોણ કરી શકે? જેની પાસે ધન, સંપત્તિ, એશ્વર્ય, વૈભવ, બુદ્ધિ, જ્ઞાન, રૂપ, બળ વગેરે અધિક હોય તે પ્રાયઃમાન કરી શકે છે. રસ્તામાં જતો ભિખારી કોના આધારે માન કરે? તેની પાસે નથી ધન, નથી પદ, નથી પ્રતિષ્ઠા. આથી માન કરવાવાળી વ્યક્તિ સંસારમાં કેટલી હોઈ શકે? આજની વિશ્વની વસ્તી સાડા ચાર કે પાંચ અબજ લગભગ છે. તેમાં ૨૦ થી ૩૦ ટકા લોકો સુખી સંપન્ન હશે, કે જેની પાસે એશ્વર્ય, વૈભવ, બળ, રૂપ, જ્ઞાન આદિની પ્રાપ્તિ હોય. એટલે એક અપેક્ષાએ વિચારીએ તે આ ત્રીસ ટકા જે વર્ગ માન-માયા કરી શકે. તે સિવાયની જનતા કે જેની પાસે પેટ પૂરતું ખાવા નથી તે કેવી રીતે માન-માયા-કરી શકે? વળી તેમાંનો મોટો વર્ગ તે અશિક્ષિત છે તે કેવી રીતે અહંકાર કરી શકે ?
જો કે પ્રત્યેક વ્યક્તિ અભિમાન કરી શકે છે. પોતાનાથી બીજા જે કોઇ પણ પ્રકારે નાના છે, અથવા કોઈના કરતા કંઈ અધિક મળ્યું છે તે તેટલે ભેટે છે, તેટલા પ્રમાણમાં અભિમાન કરી શકે છે. અન્ય કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org