Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૪૭૩ ત્યારે રાણીને ભેગને ત્યાગ અને વ્રતાદિ પસંદ પડયા નહિ. તેને થયું હવે મારી ભેગોની ઈચછા કેવી રીતે પૂરી થશે? તેથી તેણે વિચાર્યું કે અન્ય પુરુષ સાથે ભેગ મેળવવા આ રાજાને દૂર કરવું પડશે. અબળા કહેવાતી સ્ત્રી સબળા બની અને ઈષ્ટસિદ્ધિ માટે સૂર્યકાંતા એ રાજાને આલિંગન દેવાના બહાને પિતાની આંગળીના નખ વડે રાજાનું ગળું દબાવી દીધું. રાજાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. માયાવી શું ન કરે? માયાવીને માટે અસાધ્ય સાધ્ય બને છે. કશું અશકય બનતું નથી. જે સ્ત્રી કેમળ અને દયા પાત્ર હોય છે તે જ સ્ત્રી જ્યારે માયાવી બને છે ત્યારે કુકર્મ કરતાં અટકતી નથી. અને રણચંડીનું રૂપ ધારણ કરે છે. અન્યને ઠગવાવાળે તે જ ઠગાય છે – કેઈ એમ ન સમજે કે દુનિયાને ઠગીને હું નિરાંતે સૂઈ જઈશ. સંસારમાં શેરને માથે સવાશેર હોય છે. કદાચ પુણ્ય તપતું હોય એમ ન બને તો પણ અન્યને ઠગવાવાળે પોતે ઠગાય છે તે ભૂલી જાય છે. સંસારમાં સર્વ જીવ પોત પોતાના શુભ અશુભ કર્મને આધીન હોય છે. અને તે પ્રમાણે સુખ દુઃખ પામે છે. તમે સૂર્યની સામે જેવા જાવ તે તમારી આંખ બંધ થઈ જશે. અથવા તમે સૂર્યની સામે ધૂળ ફેંકશે તે તે ધૂળ તમારી આંખમાં પડશે. કાદવના ખાડામાં પત્થર ફેકવાવાળાને કાદવના છાંટા ઉડે છે. ભીંત પર નાખેલે દડે ઉછળીને તરત જ તમારી સામે પાછો આવશે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે. "भुवनं वश्चयमाना-वञ्चयते स्वयंमेव हि ।” દુનિયાને ઠગવાવાળે પિતે ઠગાય છે. "बकवृत्तिं समालम्ब्य वंचकैवचितं जगत्" બગવૃત્તિવાળે માયાવી જગતને ઠગવા જાય છે તેમાં સ્વયં આત્માને ઠગે છે. આત્મવચના મહાદોષ છે. અન્યને ઠગવામાં મને શું નુકશાન છે? મારું શું થશે? આવા પાપનું શું ફળ મળશે? એ વિચાર કરે તે પાપ છૂટી જાય પરંતુ માયાવીને એ વિચાર આવતે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34