Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
View full book text
________________
૪૮૭
કે દંભ રાખ્યા વગર સરળતાથી વાતચીત કરીશું. કેઈપણ નિમિત્તમાં કે પ્રસંગમાં સત્યવાત પ્રગટ કરીશું. મનમાં કંઈ છૂપાવીને વાત કરીશું નહિ. સાદું જીવન ઉચ્ચ વિચારને આદેશ અપનાવીશું. સરળતા એ બહુ મોટો ગુણ છે. જીવનનું કિંમતી આભુષણ છે. જાણે સમજીને માયાકપટ કરવું નહિ. આ કંઈ સીધા સરળ માણસને જમાને નથી. લકે છેતરી જાય. માટે સરળતાની વાત ન કરતા. અરે ભાઈ! સરળતા રાખવામાં કંઈ નુકશાન નથી. લાભકારક છે. પુરૂષાર્થ સાધ્ય છે. પ્રયત્ન થી કુટેવ દૂર થાય છે. માટે સરળ સ્વભાવ બનાવો હિતાવહ છે.
સંસારમાં અનંત જીવ માયા કપટને ત્યાગ કરીને સરળ અને આર્જવ ગુણવાળા બને, ઋજુસ્વભાવી બને તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે “નિષ્કષાયા ભવતુ છવા ” શ્રી પયુષણ મહાપર્વમાં પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવનું ઉત્સાહવર્ધક પ્રવચન સાંભળીને પર્યુષણ મહાપર્વમાં સેંકડે ભાવિક ભાઈ બહેનોએ નીચેની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી હતી. (1) આજીવન માંસાહારી હોટેલમાં જવું નહિ. (૨) સપ્તવ્યસન-શરાબ આદિનો ત્યાગ કરીશું. (૩) અનંતકાય-કંદમૂળ ને ત્યાગ (૪) માંસ, માછલી, ઈડા વગેરેની ચીજોને ત્યાગ. (૫) જિનમંદિરમાં દર્શન-પૂજા કરવી. પંડરા આર્યાની માયાવી વૃત્તિ -
સંગરંગશાળા ગ્રંથમાં પાપસ્થાનક ના વિવેચન પ્રસંગે જિનચંદ્રસૂરિ મ. માયાવીવૃત્તિ ઉપર પંડરા સાવનું દષ્ટાંત મૂકતા જણાવે છે કેમેટા સારા સુખી સંપન્ન ધનવાન કુળમાં જન્મેલી એક યુવતિએ યૌવનવયમાં સંસારથી ઉદ્વિગ્ન બનીને પ્રત્રજ્યા લીધી. રૂ૫–સૌન્દર્ય અને લાવણ્યથી શોભતી પંડર સાદવી ચારિત્રને ઉત્તમ પ્રકારે પાલતી શ્રીમતુમાં ગરમી–પરસેવાથી ભારે કંટાળી જતી, ધૂળ વગેરેના કારણે પરસેવાની સાથે શરીર ઉપર મેલ જામી જતું. અને મેલ પરિવાહ થી અતિશય પરાભવ પામેલી તે સાધવી શરીર તથા વસ્ત્રોની શુદ્ધિ અને શોભામાં સમય વિતાવતી હતી. આવા પ્રસંગે મેટા વૃદ્ધ સાધવી. એ તથા ગુરણી વગેરે નિષેધ કરીને શ્રમણ જીવનની આચાર મર્યાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34